Friday, January 4, 2019

ન્યુટન -સર આઇઝેક ન્યુટન -- Newton - as well as Isaac Newton

🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘
*🔭ન્યુટન -સર આઈઝેક ન્યુટન🎭*
*⚗ગુરુત્વાકર્ષણ બળના શોધક🚪*
🔰🔰🔰🔰🇮🇳🇮🇳🇮🇳🔰🔰🔰🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🎯👉મિત્રો આજે આપણે એક મહાન વિજ્ઞાનીનો પરિચય મેળવીએ અને તેમની શોધ એ વિજ્ઞાનના અભ્યાસ અને વિકાસમાં કેટલી મહત્વની છે તે પણ જાણીએ. સુર્ય અને પૃથ્વી બ્રહ્માંડમાં એકબીજાના ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે. જો ગુરુત્વાકર્ષણ ન હોય તો સુર્ય-પૃથ્વી એકબીજાથી ક્યાંય દૂર ફંગોળાઈ ચુક્યા હોત. એ રીતે બ્રહ્માંડના બધા પદાર્થોને જોડતું એકમાત્ર દોરડું એટલે ગુરુત્વાકર્ષણ બળ. એ દોરડું કોઈને દેખાતું નથી, પણ બધાને પકડી રાખે છે.*

*🎯👉ગુરુત્વાકર્ષણનો નિયમ ન વર્ણવાયો હોત તો શું ફરક પડયો હોત એ ખબર નથી પણ તેની ઓળખાણ વિજ્ઞાન જગત માટે બહુ મહત્ત્વની પુરવાર થઈ છે. એ વાત સમગ્ર વિજ્ઞાાન જગત સ્વિકારીને ચાલે છે. સિદ્ધાંતની હાજરી તો વર્ષોથી હતી જ પરંતુ તેની વિધિવત ઓળખ અને ગુરુત્વાકર્ષણ જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવે છે, એવું 1687 માં સર આઈઝેક ન્યુટને પ્રતિપાદિત કર્યુ હતું. ન્યુટનનો જન્મ 1643મા બ્રિટનના વૂલ્સથોર્પ મેનોરમાં થયો હતો. ન્યુટન ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા, જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે.*

Sir Isaac Newton