Tuesday, March 12, 2019

Gunvant Shah

જ્ઞાન સારથિ, [12.03.17 14:42]
🙏🏻🙏🏻🙏🏻ગણવંતશાહ🙏🏻🙏🏻🙏🏻

ગુજરાતી સાહિત્ય નવલકથાકાર, લલિત નિબંધકાર અને કટાર લેખક ગુણવંત શાહનો જન્મ તા.૧૨/૩/૧૯૩૭ના રોજ સુરતના રાંદેરમાં થયો હતો. પિતાનું નામ ભૂષણલાલ અને માતાનું નામ પ્રેમીબહેન હતું. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં લીધું. માધ્યમિક શિક્ષણ જૈન હાઇસ્કૂલસુરતમાં અને ઈ.સ.
૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી.પાસ થયા. ઈ.સ.
૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ. અને એમ.ઍડ. થયા. ઈ.સ.
૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી કરી.
ઈ.સ. ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અને ઈ.સ.
૧૯૭૨-૭૩માંટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
 ઈ.સ. ૧૯૭૪થી દક્ષિણગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી હતી.👌🏻👌🏻‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે કામગીરી કરી હતી.

👌🏻👌🏻🎯 ઈ.સ. ૧૯૭૪થી ‘ ગુજરાતી મિત્ર’માં કાર્ડિયોગ્રામની અને  🏳️🗞સદેશમાં ‘રણ તો લીલાછમ’ ના કટાર લેખક હતા.

🎉🎊 ઈ.સ. ૧૯૮૭ થી ૧૯૯૭ના દસ વર્ષ માટે યુવાનોમાં વિચારક્રાંતિ, જાગૃતિ અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રગટે એ માટે તેમણે પંચશીલ આંદોલન ચલાવ્યું. અનેકપદયાત્રા કરી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે ૪૦થી વધારે પુસ્તકો લખ્યા છે જેમાં પ્રવાસ, નિબંધ, ચિંતન, ચરિત્ર અને એક કાવ્યસંગ્રહ પણ આપ્યો છે.તેમણે📚📚
‘કાર્ડિયોગ્રામ’ , ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’ , ‘વિચારોના વૃંદાવનમાં’ , ‘મનનાં મેઘધનુષ’ વગેરે નિબંધોના સંગ્રહોના પુસ્તકો છે. 📚📙‘વિસ્મયનું પરોઢ’ એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે.
‘રજકણ સૂરજ થવાને શમણે’ અને ‘મૉટેલ’ એમની નવલકથાઓ છે. ‘કોલંબસના હિંદુસ્તાનમાં’ એમનું પ્રવાસ પુસ્તક છે.

 ઉપરાંતએમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે’ , ‘મહામાનવ મહાવીર’ અને ‘કરુણામૂર્તિબદ્ધ’ જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ , ‘સાવધાન, એકવીસમી સદી આવી રહી છે’ , ‘કૃષ્ણનું જીવનસંગીત’ ઇત્યાદિએમના પ્રકીર્ણ ગ્રંથો છે.

🔖🏷 તમની વકતૃત્વની છટાને કારણે તેઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. લલિત નિબંધો તેમની નોખી શૈલી અને મૌલિકતાને કારણે ખૂબ વંચાય છે.

📏📐તમને ઈ.સ. ૧૯૯૭માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ત્યારપછી ‘ નર્મદ ચંદ્રક પણ એનાયત થયેલ છે.