Thursday, January 10, 2019

12 Oct

💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*ઈતિહાસમાં ૧૨ ઓક્ટોબરનો દિવસ*
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*💠🙏💠રામ મનોહર લોહિયા💐💠*

'ભારત છોડો આંદોલન' અને હિંદીને રાષ્ટ્ર ભાષા જાહેર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનારા આઝાદીની ચળવળના લડવૈયા રામ મનોહર લોહિયાનું દેહાવસાન વર્ષ ૧૯૬૭માં આજના દિવસે દિલ્હીમાં થયું હતું. 

*🔶🌊🔶🌊કોલંબસ ડે🔷🌊🔷🌊*

યુરોપથી ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાની કવાયત દરમિયાન વર્ષ ૧૪૯૨માં આજના દિવસે ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકામાં આજનો દિવસ કોલંબસ ડે તરીકે ઉજવાય છે અને જાહેર રજા પણ રાખવામાં આવે છે.

*🛡🔶🛡બાલી ટાપુ એટેક🛡🔶🛡*

ઇન્ડોનેશિયાના ખૂબસુરત બાલી ટાપુ પર વર્ષ ૨૦૦૨માં આજના દિવસે ઇસ્લામિક ત્રાસવાદી જૂથ 'જેમાહ ઇસ્લામિયા' દ્વારા કરવામાં આવેલા સુસાઇડલ બોમ્બ વિસ્ફોટમાં ૨૦૨ લોકોના મોત થયા હતા અને ૩૦૦ ઘાયલ થયા હતા.