Tuesday, July 23, 2019

બાળ ગંગાધર ટિળક --- Bal Gangadhar Tilak

🀄️🀄️🀄️🀄️🀄️🎯👁‍🗨👁‍🗨👁‍🗨
બાળ ગંગાધર ટિળક
લોકમાન્ય ટિળક
🚩🚩🚩🚩👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

( મરાઠી ) (જન્મ: જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન: ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે)નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.


અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.

ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં. 

તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.

23 July

🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯
♻️૨૩ જુલાઈનો દિવસ ઈતિહાસમાં♻️
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📻📻પહેલો કમર્શિયલ રેડિયો📻📻

દેશનો પ્રથમ કમર્શિયલ રેડિયો સ્ટેશન ૧૯૨૭માં આજના દિવસે મુંબઈમાં શરૂ થયો હતો . ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીને ૧૯૩૦માં સરકારે હસ્તગત કરી અને ૧૯૩૬માં તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રખાયુ હતું .
📻વર્ષ 1927ની 23 જુલાઈએ રેડિયો ક્લબ ઓફ મુંબઈ દ્વારા મુંબઈમાં રેડિયો બ્રોડકાસ્ટિંગ શરૂ થયુ હતું . વર્ષ 1930 માં બ્રિટિશ સરકારે પ્રસારણ કરતી કંપની ટેક ઓવર કરીને સમગ્ર દેશમાં રેડિયોનો વિસ્તાર કર્યો હતો .

📡🎛વિશ્વનું પહેલું સેટેલાઇટ પ્રસાર📡

1962ની 23 જુલાઈએ ટેલસ્ટાર નામના ઉપગ્રહે પ્રસારિત કરેલા ટેલિવિઝન સિગ્નલ્સ દ્વારા યુરોપમાં વિશ્વનું પ્રથમ સેટેલાઇટ પ્રસારણ લાખો લોકોએ માણ્યું હતું . આ ઉપગ્રહનું પહેલું સિગ્નલ અમેરિકામાં પ્રસારિત થયું હતું .

🌍🌍પૃથ્વી જેવા ગ્રહની શોધ🌍🌏

બરાબર પૃથ્વી જેવા જ ગ્રહ Kepler- 452b શોધાયાની જાહેરાત વર્ષ 2015ની 23 જુલાઈએ નાસાએ કરી હતી . 1400 પ્રકાશ વર્ષ દૂર આવેલા આ ગ્રહ સુધી પહોંચવા માટે 2. 6 કરોડ વર્ષનો લાગી શકે છે .

23 July --- NC