Saturday, July 27, 2019

27 July

♦️♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
ઈતિહાસમાં 27 જુલાઈનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💊ડાયાબિટીસ માટે ઇન્સ્યૂલિનની શોધ

યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગ અને ટીમે 1912ની 27 જુલાઈએ પ્રસ્થાપિત કર્યું હતું કે હોર્મોન ઇન્સ્યૂલિન લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે છે . આ શોધ બદલ તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું .

🙏💐ડો . અબ્દુલ કલામનું નિધન💐🙏

11મા રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો . એ . પી . જે . અબ્દુલ કલામનું 2015ની 27 જુલાઈએ 83 વર્ષની ઉંમરે મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું . ભારતના મિસાઇલ અને અણુ કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી .

⛴🛳ટાઇટેનિકનો કાટમાળ શોધવા કવાયત⛴🛳

વર્ષ 1912માં તેની પહેલી મુસાફરી દરમિયાન જ દરિયામાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને શોધવા માટે આ જહાજ બનાવનારી કંપનીએ વર્ષ 1987ની 27 જુલાઈએ કવાયત શરૂ કરી હતી .

27 July 2019 --- NC