Saturday, September 7, 2019

લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં --- In London, in 1931, the second round of conference began, just as Gandhi was present from the Congress

🔘👇🔘👇🔘👇🔘👇🔘👇🔘
*લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં.*
👇🔘👇🔘👇🔘👇🔘👇🔘👇
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🗣👁‍🗨♦️ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.*

*♻️💠શાહી અંગ્રેજી હકુમત માત્ર ન્યાયનું નાટક કરવાના ઈરાદાથી વાટાઘાટ કરવા બોલાવે છે અને પોતાની એક વાત પણ સ્વીકારાવાની નથી તે વાત જગજાહેર હોવા છતાં ગાંધીજીએ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કરેલો ઐતિહાસિક આગબોટ પ્રવાસ.*

*🎯💠♻️વિષ્ણુ પંડયાની નોંધ અનુસાર, ગાંધીજી ગોળમેજી પરિષદ માટે આવ્યા ત્યારે આપણા બે ગુજરાતીઓ અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્દુલાલે તેમને ‘આર્યભુવન’માં રહેવા આમંત્રણ આપ્યું અને પછી તો મહેફિલ જામી – સાર્વજનિક પ્રશ્નોનાં ચિંતનની! ઇન્દુલાલ યાજ્ઞિકના લંડનનિવાસ દરમિયાન જ આપણા ગુજરાતને માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી તે તેમણે લખેલા શ્યામજી કૃષ્ણવર્માનાં સર્વ પ્રથમ અધિકૃત જીવનચરિત્રની છે. ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સ્મૃતિ તે ‘ડાયોસ્પોરા’ની મોટી ઘટના ના ગણાય ?*
*🎯🔰👉બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું.*
*દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.*
👇👇👇👇👇👇👇

નવજીવન સાપ્તાહિક -- Regeneration weekly

🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞
*📜📜નવજીવન સપ્તાહીક📜📜*
🗞📃🗞📃🗞📃🗞📃🗞📃🗞
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*ઘણા લોકો ને એ ખ્યાલ નહી હોય કે *નવજીવન* ની શરૂઆત ઈન્દુલાલ યાજ્ઞિકે કરી હતી....*

*2015ની સાલમાં ઈન્દુલાલ યાજ્ઞિકના 🙏‘નવજીવન અને સત્ય’🙏 💠માસિકનું 💠શતાબ્દી વર્ષ હતું.*

(ઈન્દુલાલ યાજ્ઞિકે શરૂ કરેલું ‘નવજીવન અને સત્ય’ *માસિક* ગાંધીજીએ લઈને એને ‘નવજીવન’ *સાપ્તાહિક* તરીકે ચલાવ્યું. )

🎯👉1915માં ઈન્દુચાચાએ શરૂ કરેલ આ માસિક તેમણે ચાર વર્ષ સુધી ચલાવી 1919માં તે મહાત્મા ગાંધીને સુપરત કર્યું. બાદ *💠🎯🔰તા.07-09-1919ના રોજ મહાત્મા ગાંધીએ તેને ‘નવજીવન’ સાપ્તાહિક તરીકે પ્રસિદ્ધ કરીને ભારતમાં અંગ્રેજ શાસનમાં પત્રકારત્વમાં લોકજુવાળ અને નીડરતાનો એક નવો અધ્યાય શરૂ કર્યો.*

7 sep 2019 --- NC