Monday, May 6, 2019

6 May

ઈતિહાસમાં ૬ મેનો દિવસ

🔰🔰🔰🔰🔰🔰🔰

‼️‼️કાર્લ માર્ક્સનો જન્મદિવસ☢☢

સામ્યવાદની થિયરીના જન્મદાતા માર્ક્સનો જન્મ વર્ષ 1818 ની 5 મેના રોજ પ્રશિયા -આજના જર્મનીમાં થયો હતો . જર્મન ચિંતક ફ્રેડ્રિક સાથે મળી તેમણે સામ્યવાદી રાજનીતિ અને અર્થતંત્રના ખયાલની ભેટ આપી હતી .


☮💟આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ ☮💟

પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે.

દાયણો ( midwives )(સુવાવડ કરાવનાર નર્સ બહેનો)નાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ 'આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ'ની પરીષદમાં,કરાયેલ.

કાર્લ માર્ક્સ અને એમની વિચારધારા --- Karl Marx and his ideology

⭕️💢⭕️💢⭕️💢⭕️
દુનિયાના શોષિત દેશો અને શોષિતો માટે અપાર કરુણા દર્શાવનારા કાર્લ માર્ક્સની વિચારધારા,કે જેણે સોવિયેટ રશિયાને ઇ.સ. ૧૯૧૭માં અને ચીનને (માઓવાદ હેઠળ) ઇ.સ. ૧૯૪૯માં જન્મ આપ્યો હતો અને જેની એક વખત દુનિયાની અડધ ઉપરાંતની વસ્તીમાં અસર હતી તે કેમ મુરઝાઈ ગઈ ? સોવિયેટ રશિયા જે અમેરિકા અને બ્રિટન હેઠળના તેમજ પશ્ચિમ યુરોપના અન્ય દેશોની અંકુશ હેઠળના ગુલામ રાષ્ટ્રોની પડખે હંમેશા ઉભું રહેતું હતું તે કેમ હવે સેકન્ડ-ક્લાસ રાષ્ટ્ર બની ગયું ?
✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️✏️
કાર્લ-માર્ક્સ કહેતો -“I am not Marxist”
કાર્લ-માર્ક્સ એક વિચક્ષણ બુધ્ધિનો વિદ્વાન અર્થ-શાસ્ત્રી અને સમાજ-શાસ્ત્રી હતો. તેણે કલ્પેલી શોષણ રહીત અને મુડીવાદના પ્રદુષણોથી મુક્ત એવી અર્થવ્યવસ્થાની વિચાર સરણી લઇને રશિયા, ચીન અને યુરોપમાં ચળવળો ચાલી લેબર પાર્ટીઓ અને રાજકીય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી જે Communist Party કહેવાણી ,પાર્ટીના સુત્રધારોને ( Marxist )માર્ક્સવાદી કે ” કોમરેડ” કહેતા. પણ કાર્લ-માર્ક્સ પોતે મજાકમાં કહેતો ” I am not Marxist ”