Sunday, December 1, 2019

બીએસએફ ની સ્થાપના --- The establishment of BSF

👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂
*આજના દિવસે ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની સ્થાપના*
👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🎯❇️❇️1 ડિસેમ્બર, ઇતિહાસના પન્નાઓને ઉથલાવીએ તો જાણવા મળે કે દેશ અને દુનિયામાં આજના દિવસે અનેક ઘટનાઓ ઘટી ગઇ છે ત્યારે આજના દિવસે ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી. તો એક નજર કરીએ બીએસએફના સ્થાપના દિવસે તેમની કામગીરી પર.

*👮‍♀👮‍♂સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિ~યુરિટી ફોર્સ ભારતનું એક પ્રમુખ અર્ધસૈનિક દળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ છે.* 
👥આ દળની સ્થાપના આજના દિવસે એટલે કે 1 ડિસેમ્બર, 1965માં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર સતત નજર રાખવાની, ભારત ભૂમીની રક્ષા અને આંતરષ્ટ્રીય ગુનાઓને રોકવાની છે.

વિશ્વ એઇડ્સ દિવસ --- World Aids Day

🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗
*વિશ્વ એઈડ્સ દિવસ પર વિશેષ*
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

માણસે દુનિયામાં સાયંસ અને ટેકનોલોજીના મદદથી ધણી શોધ કરી છે. આજે દુનિયામાં શુ શક્ય નથી ? બસ જરૂર છે મહેનત અને એકાગ્રતાની. કેટલીય બીમારીઓ જેને કારણે પહેલા બાળકોથી માંડીને મોટેરાંઓની જીંદગી જોખમમાં મૂકાતી હતી, આજે તેનો ઈલાજ છે. મધુપ્રમેહ અને હાઈબ્લડપ્રેશર, ઈવન હાર્ટટ્રાંસપ્લાંટ પણ શક્ય બન્યુ છે. કેંસર જેવી ગંભીર બીમારી પણ હવે તો સમયસર સારવાર કરવાથી મટી શકે છે.
પણ જ્યારે એઈડ્સની વાત આવે ત્યાંરે ભારત જ શુ, આખી દુનિયા લાચાર થઈ જાય છે. એઈડ્સનો અત્યાર સુધી તો કોઈ ઈલાજ નીકળ્યો નથી. બસ સમજદારી અને સાવધાની જ તેનો ઉપાય છે. આપણે માટે ચિંતાનો વિષય છે કે આજે એઈડ્ના દર્દીઓની સંખ્યાઓમાં આફ્રિકા પછી ભારત બીજા નંબરે આવે છે

*🎗એવુ પણ કહેવાય છે કે વર્ષ ૧૯૮૩માં સૌ પ્રથમ એઈડ્સનો દર્દી ભારતમાં મળ્યો હતો. આજે આટલા વર્ષ દરમિયાન ચિંતાજનક હદે દેશમાં એઈડ્સની બીમારીનો ગ્રાફ ઉપર તરફ વધી રહ્યો છે.
દુનિયાના ખૂણે ખૂણે એઈડ્સ અંગેની જાગૃતિ લાવવા વિશ્વઆરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) આજનો દિવસ એટલેકે ૧લી ડિસેમ્બરને વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ફાળવ્યો છે જેથી લોકો આ બીમારી વિશે જાગૃત રહે. દર્દીઓને સમાજમાં હૂંફ અને પ્રેમ આપવા, અને લોકોને એઈડ્સ પ્રત્યે જે ગેરસમજો છે તે દૂર કરવા માટે સરકાર આજના દિવસે અવનવા કાર્યક્રમો યોજે છે.*

1 Dec

👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
‼️ઈતિહાસમાં 1 ડિસેમ્બરનો દિવસ‼️
🔷🔰🔷🔰🔷🔰🔷🔰🔷🔰🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

📌બિહારમાં રણવીર સેનાનો આતંક📌

સવર્ણ જમીનદારોના આતંકવાદી ગ્રૂપ તરીકે ઓળખાતી રણવીર સેનાએ બિહારના જહાનાબાદ ખાતે 1 ડિસેમ્બર , 1997 ના રોજ 61 દલિતોની સામૂહિક હત્યા કરી હતી . મૃતકોમાં 16 બાળકો , 27 મહિલાઓ પણ હતાં .

💢અમેરિકામાં રંગભેદ સામે આંદોલન💢

મોન્ટગોમરી ખાતે પબ્લિક બસમાં એફ્રો - અમેરિકન મહિલા રોસા પાર્ક્સે ગોરી વ્યક્તિ માટે સીટ ખાલી ન કરતા તેની ધરપકડ થઈ હતી . 1 ડિસેમ્બર 1955 ની આ ઘટના બાદ રંગભેદ સામે આંદોલન શરૂ થયુ હતું .

1 Dec

જ્ઞાન સરખી, [01.12.16 13:30]
💥🌊🌀 * 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ ડે *

🎗🎗 * વર્ણન * 🎗🎗

💉💉 એડ્સ ખતરનાક રોગ છે, મૂળભૂત રીતે બેક્ટેરીયલ શરીર એડ્સ અસલામત જાતીય સંબંધ દાખલ છે.

🎗🎗 * પ્રારંભ * 🎗🎗

💉💉 ડિસેમ્બર 1, 1988

🎗🎗 * ઉદ્દેશ્ય * 🎗🎗

💉💉 લોકોને એઇડ્સ વિશે જાગૃત રહેવાની જરૂર છે. જાગરૂકતા હેઠળ લોકોને એઇડ્ઝ, નિવારણ, સારવાર, કારણો વગેરે વિશેના લક્ષણો આપવામાં આવે છે.

🎗🎗 * અન્ય માહિતી * 🎗🎗

💉💉 Yanads અનુસાર, અત્યાર સુધી 34 મિલિયન એઇડ્ઝ અને 2010 2.7 મિલિયન લોકોને પીડાતા લોકો ચેપ છે, જે 3 મિલિયન 90 હજાર બાળકો તેના પકડ મૂકવામાં સાથે સંપર્કમાં આવે છે છે.

🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊
https://telegram.me/gujaratimaterial

કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ --- Callekar Dattatreya Balkrishna

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
📚📚કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ,📚
👏🙏👏🙏🙏👏👏🙏👏🙏👏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩ માં મેટ્રિક.

૧૯૦૭ માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા.
૧૯૦૮ માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦ માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. 
🔆૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે.
🔆 ૧૯૧૫થી શાંતિનિકેતનમાં.
🔆 ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. ✏️અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું.