Wednesday, January 9, 2019

ડો. હરગોવિંદ ખુરાના --- Dr. Hargovind Khurana

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🔶🔶ડો. હરગોવિંદ ખુરાના🔷*
🔶🔷🔶🔷🔶🔷🔶🔶🔷🔷
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨

પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા શું છે તે કેવી રીતે આ ભૂમિકા ભજવે છે તે વિશે અત્યારસુધી ઘણી શોધ થઈ ચૂકી છે, પણ આ શોધના પ્રણેતા વિશે આજે આપણે વાત કરવાની છે, આ શોધના પ્રણેતા મૂળ ભારતના છે. તેમના વિશે વિગતે થોડી માહિતી મેળવીએ.

*ભારતના મેઘાવી જીવ રસાયણશાસ્ત્રી ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ તા. ૯/૧/૧૯૨૨ના રોજ ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પટવારી હતા. બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે ઈ.સ. ૧૯૪૮માં પી. એચ. ડી.ની પદવી પણ મેળવી.*

હિમા દાસ --- Hima Das

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🥇🥇🥇🥇🥇
છઠ્ઠો ગોલ્ડ...
🥇🥇🥇🥇🥇
હેલો પપ્પા,
તમે લોકો જ્યારે સુઈ ગયા હતા ત્યારે મેં ઇતિહાસ સર્જી ગોલ્ડ મેડલ જીત્યો છે.

બેટા, અમે પણ તને રેસમાં દોડતી જોવા માટે જાગ્યા હતા...

અને હિમા દાસ ભાવુક થઈ ફોન પર રડી પડી....

12મી જુલાઈના રોજ ફિનલેન્ડના ટેમ્પિયર શહેરના રેટિના સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટર દોડમાં બંદૂકમાંથી ગોળી છૂટે એમ દોડી 51.46 સેકન્ડમાં દોડ પુરી કરી સુવર્ણચંદ્રક મેળવનારી હિમા દાસનો 20 દિવસમાં આ  પાંચમો ગોલ્ડ મેડલ હતો.

દીકરીની આ સિદ્ધિનો પ્રતિભાવ આપતા હિમાના પિતા રંજીતદાસે મીડિયાને કહ્યું કે હું 'ને મારી પત્ની જોનાલી ગઈ રાત્રે ઊંઘી શક્યા ન હતા. કારણકે અમને ચિંતા હતી કે હિમાની સફળતા બાદ અભિનંદન આપવા આવનારાઓને અમે પૂરતું ભોજન આપી શકીશું કે નહીં..? શાકભાજી તો ખૂટી નહીં પડે ને. ?

Hima das

Hima Das
Olympic athlete

Description

Hima Das, nicknamed the Dhing Express, is an Indian sprint runner from the state of Assam. She holds the current Indian national record in 400 metres with a timing of 50.79 s that she clocked at the 2018 Asian Games in Jakarta, Indonesia. Wikipedia
Born9 January 2000 (age 19 years), Dhing
Height1.67 m
Weight52 kg