Sunday, November 10, 2019

સુરેન્દ્રનાથ બેનરજી ---- Surendranath Banerjee

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
બંગાળને વિભાજિત થતું અટકાવનારા સુરેન્દ્રનાથ બેનરજી
👏🎯👏🎯👏🎯👏🎯👏🎯👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*ભારતમાં આઝાદી પહેલાં રાજકીય સંગઠનોનો અભાવ હતો. આવા સમયે રાજકીય સંગઠન સ્થાપીને લોકજાગૃતિનું મહત્ત્વનું કામ બંગાળી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ઉપાડયું હતું. 

*આજે જયારે સુરેન્દ્રનાથ બેનરજી જન્મજયંતી છે ત્યારે આપણે અહીં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના અને ગાંધીજીના ઉદય પહેલાંના સૌથી લોકપ્રિય નેતા સુરેન્દ્રનાથ બેનરજી વિશે થોડું જાણીએ.🔰🔰*

*🎯🎯૧૦ નવેમ્બર, ૧૮૪૮ના રોજ કોલકાતામાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજી પર તેમના પિતા ડો. દુર્ગાચરણ બેનરજીના વિચારોની ઊંડી અસર હતી.

*🔰🎯તેઓએ ઇંગ્લેન્ડમાં જઈને ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા ૧૮૬૮માં પસાર કરી હતી. એ પહેલાં ભારતમાંથી એકમાત્ર સત્યેન્દ્રનાથ ટાગોર ૧૮૬૭માં આઈ.સી.એસ. બન્યા હતા.