Wednesday, July 10, 2019

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી --- Vice Presidential Election

Yuvirajsinh Jadeja:
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર
👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ઇલેકશન કમિશનરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી(ચૂંટણી કમિશ્ર્નર નસીમ ઝૈદીએ) માટેની તારીખો જાહેર કરી છે. 
👁‍🗨5 ઓગસ્ટે મતદાન યોજાશે. 
👁‍🗨તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 4 જુલાઈએ ચૂંટણીની અધિસુચના જાહેર થશે. 
👁‍🗨તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન તારીખ 18 જુલાઈ. 
👁‍🗨નામાંકનની તપાસણી 19 જુલાઈએ. 👁‍🗨ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની તારીખ 21 જુલાઈ રાખવામાં આવી છે. 

⭕️♦️મુખ્ય ચૂંટણી કમિશનર👉 નસીમ જૈદીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના તમામ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

🐾🔰ચૂંટણી જીતવા માટે 393 મતની આવશ્યકતા હોય છે

👁‍🗨હાલમાં સંસદના બન્ને ગૃહોનું સંખ્યાબંધ 790 છે, પણ કેટલીક બેઠકો ખાલી છે.

વર્તમાન ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે

સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ --- Sabarmati Ashram Shatabdi Celebration and Shrimad Rajchandra's 150th Birth Anniversary

👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણી અને શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ
👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 આપણે લોકોએ સાબરમતી આશ્રમ શતાબ્દી ઉજવણીના દિવસે સાબરમતી આશ્રમ વિશે માહીતિ મેળવી લીધી... તો ચાલો આજે હુ જાડેજા યુવરાજસિંહ મારી સાથે જાણીયે ગાંધીજીને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર અને મહાત્મા બનાવનાર તેમના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનું જીવન ચરિત્ર વિશે...

👉સમગ્ર વિશ્ર્વને શાંતિ સંદેશની પ્રેરણા આપે છે,

👁‍🗨૨૦૧૭નું વર્ષ મહાન ભારતીય સંત અને આધ્યાત્મક જ્યોતિર્ધર શ્રીમદ્ રાજચંદ્રજીનું ૧૫૦મી પાવન જન્મજયંતીનું વર્ષ છે (૧૮૬૭-૧૯૦૧).

👁‍🗨સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાના શ્રીમદ્ રાજચંદ્રના વિચારો આપણા જીવનમાં ઊતારીએ તો સમગ્ર વિશ્ર્વ સુખમય બની શકે 

👁‍🗨શ્રીમદ્ ‌રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ , શ્રીમદ્ રાજચંદ્રની ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કાનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ આશ્રમ પાસે અભયઘાટ નજીકના મેદાનમાં યોજાયો..

👁‍🗨શ્રીમદ્જીએ ગાંધીજીને લખેલા પત્રોમાંના એકમાં તેઓએ લખ્યું હતું કે ... જ્યારથી હિંસાનું અસ્તિત્વ રહ્યું છે ત્યારથી જ અહિંસાનો સિદ્ધાંત પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે આ બેમાંથી કોને મહત્વ આપીએ છીએ અથવા આમાંથી કોનો ઉપયોગ માનવહિતમાં થઈ રહ્યો છે એ વાત મહત્વની છે.”

આર્થિક સુધારા --- Economic reforms

💰💷💰💷💰💷💰💷💰💷💰💷
💸💸💸આર્થિક સુધારાઓ 💸💸💸
💰💰💰નરસિંહરાવ સરકારમાં 💰💰
🕯નાણાપ્રધાન ડો. મનમોહનસિંહ🕯
💰💷💰💷💰💷💰💷💰💷💰💷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતમાં શરૂ કરાયેલા આર્થિક સુધારાઓના અમલીકરણનાં લગભગ ૨૬ વર્ષ પૂરાં થયાં. આજથી ૨૬ વર્ષ પહેલાં નરસિંહરાવ સરકારમાં નવનિયુક્ત નાણાપ્રધાન ડો. મનમોહનસિંહે તેમનાં પ્રથમ અંદાજપત્રમાં ૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે ભારતમાં આર્થિક સુધારાના નવા યુગની શરૂઆત કરી હતી.

✅✅અર્થતંત્રમાં માળખાગત અને મૂળગામી પરિવર્તન લાવવાની પ્રક્રિયાનું નામ આર્થિક સુધારા છે. 
🔴ગુજરાતી ભાષાના બે શબ્દો 🔺‘સુધારા’ અને ‘સુધારણા’🔻 અર્થની બાબતમાં પરસ્પર ભ્રમ ઊભો કરે તેવા છે. 
👉♦️સુધારા એ સુધારણા કરતાં તદ્દન જુદી જ પ્રક્રિયા છે. 
👉સુધારણામાં ગુણાત્મક પ્રગતિશીલ પરિવર્તન છે, 
👉જ્યારે સુધારામાં આમૂલ માળખાગત રૂપાંતર છે.
♻️💠 ૧૯૫૧થી ૧૯૯૦ સુધીનાં ભારતીય અર્થતંત્રનાં માળખા તરફ દૃષ્ટિપાત કરવાથી આર્થિક સુધારાનો અર્થ તુરત જ સ્પષ્ટ થઈ જશે. 
💠૧૯૫૧થી જ પંડિત જવાહરલાલ નહેરુના વ્યક્તિગત આગ્રહને કારણે ભારતે સમાજવાદી ઢબની આર્થિક વ્યવસ્થા અપનાવી હતી. 
💠અર્થવ્યવસ્થાના સમાજવાદી ઢાંચામાં તમામ ચાવીરૂપ આર્થિક ગતિવિધિઓ સરકારનાં સીધાં નિયમન હેઠળ નિયંત્રિત બનાવી દેવામાં આવી હતી. 

વરસાદ ના પ્રકાર --- Types of Precipitation

Yuvirajsinh Jadeja:
🌧⛈🌩🌦🌨🌧⛈🌦🌨🌦
🌧🌧🌧વરસાદ ના પ્રકાર🌦🌦🌦🌦
⛈💦🌧🌦☁️🌨💦🌦☁️(ભાગ 1)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
(9099409723)
મિત્રો છેલ્લા કેટલાય દિવસો થી સમાચાર પત્રોમાં વરસાદ ના સમાચાર આવે છે... પરંતુ એમા કયારેય વરસાદ ના પ્રકાર ની વાત કરવામાં નહીં આવે...
સાંબેલાધાર વરસાદ ના સમાચાર આવશે..
પણ આ સાંબેલાધાર શું છે? એની વ્યાખ્યા આપવા મા નહી આવતી....
કોઈ પબ્લીકેશન ની ચોપડીઓમાં પણ આનો ઉલ્લેખ કરવામાં નહી આવતો...

ડકવર્થ લુઈસ નો નિયમ --- Duckworth Louise Rule

જ્ઞાન સારથિ, [10.07.19 16:32]
Yuvirajsinh Jadeja:
*🏏મિત્રો આપ પણ ક્રિકેટના ચાહક હશો. અને આપે પણ આં શબ્દ અવારનવાર સાંભળ્યો હસે. આજે જાણીએ કઈ રીતે આં શબ્દ બન્યો ?? કોને બનાવ્યો ? કઈ રીતે આં નિયમ અમલમાં લવાયો ? તાજેતરમાં આ નિયમ માં થયેલા ફેરફાર વિશે પણ ચર્ચા કરીશું......ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણ્યે ભાષાઓ માં સમજીએ ડક વર્થ લુઈસના  નિયમને....*
🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏
*ક્રિકેટની દુનિયાનો સૌથી અટપટો નિયમ*
*🤹‍♀🤹‍♂ડક વર્થ લુઈસનો નિયમ🤹‍♀🤹‍♂*
*🤨શ છે ડક વર્થ લુઈસનો નિયમ ?🤔*
🏏🎾🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾
*🏏🎾યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🏏🎾*
https://telegram.me/gyansarthi

*🏏🏵🏵ડકવર્થ અને લુઇસ આં બંને બે અલગ અલગ વ્યક્તિઓ (આંકડાશાસ્ત્રી)ના નામ છે.*

*🎭🎭મિત્રો બે અંગ્રેજ આંકડા શાસ્ત્રી ફ્રેંક ડકવર્થ અને ટોની લુઈસ દ્વારા આ નિયમ આપવામાં આવ્યો હતો જેને ખુબજ સચોટ માનવામાં આવે છે.🧩 ડક વર્થ લુઈસની ગણતરી એક પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવે છે. 🧩આ ટેબલ સંભાવના એટલે કે પ્રોબેબિલીટીનાં નિયમોને આધારે કરવામાં આવી છે. ટીમ દ્વારા રમાયેલી ઓવરો અને તેમાં થયેલા રનની સરેરાશને આધારે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. 🎯લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમના સ્કોર, તેમણે ગુમાવેલી વિકેટ અને રમેલી ઓવરોના આશરે ટીમનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે.*


*🎯👉સામાન્ય રીતે મેચમાં વરસાદ પડવાના કારણે કે લાઈટ્સની સમસ્યા કે પછી મેચને વચ્ચે જ રોકવામાં આવે ત્યારે સામાન્ય રીતે ડક વર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. 🎯ડક વર્થ લુઈસના નિયમની મદદથી ટીમોની જીત અને હારનો નિર્ણય નક્કી કરવામાં આવે છે. (🎯વર્લ્ડ કપ 2019👉ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ નિર્ણય માટે ડક વર્થ નિયમના સહારે લેવાયો હતો.)*

*😳😳😳ડકવર્થ લુઈસ નિયમના કારણે આફ્રિકાએ વર્લ્ડકપ ગુમાવ્યો 1992ના વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રતિબંધ બાદ રમવા માટે ઉતરી હતી. આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરતા સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ અને ડકવર્થ લુઈસ નિયમે દક્ષિણ આફ્રિકાને જે નુકશાન પહોંચાડ્યું તેને ક્રિકેટપ્રેમી આજ સુધી ભુલી શક્યા નથી. 🙃મચ હતી ઈંગ્લૈન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે. રમત 10 મિનિટ મોડી શરૂ થઈ હતી અને લંચમાથી આ સમયને ઓછો કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ઓવરને કટ કરી નહોતી. ઈંગ્લૈન્ડે 45 ઓવરમાં 252 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 42.5 ઓવરમાં છ વિકેટના ભોગે 231 રન બનાવી લીધા હતા, પરંતુ ત્યારે જ વરસાદ થયો.😏😏 તયારબાદ ડકવર્થ લુઈસ નિયમ લાગુ થયો અને જ્યારે બીજીવાર મેચ શરૂ થઈ તો આફ્રિકાને એક બોલમાં 21 રન બનાવવાના હતા. સ્કોર બોર્ડ પર જ્યારે લખાઈને આવ્યું તો ખબર પડી કે આફ્રિકા મેચ હારી ગઈ છે બસ ઔપચારિકતા જ બાકી છે.*
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
*🧐🧐🤨ડીએલએસ છે શું?🤓🧐*

*🤪🥴🤔 ગમ્મે તે રકમના કોઈ પણ વ્યાજની સહેલાઈથી અને ફટાફટ ગણતરી કરી શકતી ગુજરાતી પ્રજા પણ ચકરાવે ચડી જાય એવી ગણતરી આ પદ્ધતિની છે. 😰😥વરસાદ અથવા બીજા કોઈ વ્યત્યયને કારણે રમત ખોટકાય અને વિલંબ પછી ફરી શરૂ કરવામાં આવે ત્યારે બૅટિંગ કરતી ટીમ સમક્ષ ચોક્કસ નિયમ પ્રમાણે ગણતરી કરીને નવું ટાર્ગેટ મૂકવામાં આવે છે જે ડીએલએસ તરીકે ઓળખાય છે.🌀🔖🌀 ઉકજ ફ્રૅન્ક ડકવર્થ, ટોની લુઈસ અને સ્ટીવ સ્ટર્ન એ ક્રિકેટની રમતનો આંકડાકીય અભ્યાસ કરતા ત્રણ મહાનુભાવોની અટકના નામના અંગ્રેજી પ્રથમાક્ષરોથી બનેલું ટૂંકું નામ છે. 😳😳નામ ભલે નાનું રહ્યું પણ ક્યારેક કામ એના વિકરાળ હોય છે. વરસાદને કારણે વિલંબમાં મુકાયેલી મર્યાદિત ઓવરોની મૅચમાં (ટેસ્ટ મેચમાં નહીં) નવું લક્ષ્યાંક નક્કી કરવા માટે વપરાતી ગાણિતિક પદ્ધતિ (મેથેમેટિકલ સિસ્ટમ) છે. 🌀અગાઉ આ પદ્ધતિ D L મેથડ તરીકે ઓળખાતી હતી જેના જનક ડકવર્થ અને લુઈસ હતા.🌀👤🌀👤 એનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૯૭માં કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિને અમલમાં મૂકતી વખતે કેટલીક 🎯👉સમસ્યાઓ સર્જાતી હોવાને કારણે ઑસ્ટ્રેલિયાના અભ્યાસુ સ્ટીવ સ્ટર્ને ૨૦૧૫ના વર્લ્ડ કપ પહેલા એમાં સુધારા વધારા કર્યા હતા જેને પગલે તેમનું નામ ઉમેરવામાં આવ્યું હતું.🎯💥👉 પરિણામે અગાઉ ડીએલ તરીકે ઓળખાતી પદ્ધતિ હવે ડીએલએસ તરીકે ઓળખાય છે. 💠ડીએલ કરતા ડીએલએસ કે વીજેડી પદ્ધતિ અટપટી હોવાને કારણે એને વિગતવાર રજૂ કરવાનું ટાળ્યું છે.*

🎯💥👉મઘરાજા મૅચની મજા બગાડે ત્યારે આદર્શ પરિસ્થિતિ તો એ છે કે રાખવામાં આવેલા અનામત દિવસે મૅચ આગળ ચલાવવામાં આવે. જોકે, વિશાળ પાયે આયોજન થઇ રહ્યું હોવાથી તેમ જ જંગી મૂડીરોકાણ હોવાને લીધે એ હંમેશાં શક્ય નથી હોતું. એટલે જે ટીમને પૂરી ઓવર રમવા મળી શકે એમ ન હોય એમના માટે એક ફૉર્મ્યુલાનોે ઉપયોગ કરીને એક નવો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. કેટલાક સુધારા-વધારા સાથેની ડીએલએસ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાતરીલાયક માનવામાં આવે છે.

*😂😂😂જોકે, મે અગાઉ વાત કરી તેમ ૧૯૯૨ના વર્લ્ડ કંપની ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમી ફાઇનલમાં આ પદ્ધતિનું હાસ્યાસ્પદ સ

જ્ઞાન સારથિ, [10.07.19 16:32]
્વરૂપ સામે આવ્યું હતું. 🙃🙃😏વિજય મેળવવા એક બોલમાં ૨૧ રનના નર્યા ફારસ જેવા ઉકેલને જોઈને ક્રિસ્ટોફર માર્ટિન-જેનક્ધિસ નામના બ્રિટિશ પત્રકાર અને કૉમેન્ટેટરે કહ્યું કે ‘આશા રાખું છું કે ભવિષ્યમાં આ નિયમ બહેતર બહેતર સ્વરૂપે રજૂ કરવામાં આવશે’. સ્ટીવ સ્ટર્ને આ શબ્દો સાંભળ્યા અને એ જ સમયે પદ્ધતિને સરખામણીમાં સરળ બનાવવાનો નિર્ધાર કર્યો.*

🎯💥👉વન-ડે ક્રિકેટની શરૂઆત થઇ ત્યારે વરસાદી વિઘ્ન વખતે એવરેજ રન રેટની પદ્ધતિ ચલણમાં હતી જે એકદમ સરળ હતી, પણ વ્યવહારુ નહોતી. દાખલા તરીકે પ્રથમ બૅટિંગ કરનારી ટીમે જો ૫૦ ઓવરમાં ૨૫૦ રન કર્યા હોય તો પ્રતિ ઓવર પાંચનો રનરેટ અમલી બનાવીને બીજી બૅટિંગ કરનારી ટીમ જો ૩૫ ઓવર રમી શકે એમ હોય તો એની સામે ૧૭૫નો ટાર્ગેટ રાખવામાં આવતો હતો. જોકે, આમાં કઈ ટીમે કેટલી વિકેટ ગુમાવી એને ધ્યાનમાં લેવામાં ન આવતું હોવાથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૨૫ રન કરનારી ટીમ સામે જો બીજી ટીમ ૨૫ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૧૨૫ રન કરે અને પછી વરસાદને કારણે મૅચ આગળ ન રમી શકાય એમ હોય તો ૧૨૫ રન કરનારી ટીમને વિજયી ઘોષિત કરવામાં આવતી હતી. અહીં એની પ્રતિ ઓવર પાંચ રનની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવતી જે પ્રથમ બેટિંગ કરનારી ટીમની ૪.૫ રનની સરેરાશ કરતા ચડિયાતી હતી. પહેલી ટીમે ઓછી વિકેટ ગુમાવી છે એ વાતને ધ્યાનમાં નહોતી લેવામાં આવતી. આમ આ પદ્ધતિ બીજી બૅટિંગ કરનારી ટીમ માટે લાભદાયક સાબિત થતી હતી.

🎯👉૧૯૯૨ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા દ્વારા સૌથી વધુ રન નોંધાયા હોય એવી ઓવરોની મેથડ દાખલ કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમે ૫૦ ઓવરમાં ૨૨૫ રન કર્યા પછી જો બીજી બૅટિંગ કરનારી ટીમે ૩૦ ઓવર રમવાનું હોય તો પ્રથમ ટીમે જે ૩૦ ઓવરમાં સૌથી વધુ રન કર્યા હોય એ સ્કોર ધ્યાનમાં લેવામાં આવતો હતો. એટલે કે જો બીજી ટીમે ૨૦ ઓવર મેઇડન નાખી હોય તો પહેલી ટીમે ૩૦ ઓવરમાં ૨૨૫ રન કર્યા છે એ ધ્યાનમાં રાખીને બીજી ટીમને ૩૦ ઓવરમાં ૨૨૬નું ટાર્ગેટ આપવામાં આવતું હતું. આનો અર્થ તો એ થયો કે પહેલી ટીમને કેટલીક ઓવર બાંધી રાખી એની સજા બીજી ટીમે ભોગવવાની. આમ આ પદ્ધતિ પ્રથમ બૅટિંગ કરતી ટીમની તરફેણ કરતી હતી. ૧૯૯૨ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં આ વાત ઊડીને આંખે વળગી હતી. પ્રથમ બૅટિંગ કરી ઇંગ્લૅન્ડે ૫૦ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા. વરસાદનું વિઘ્ન આવ્યું ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર હતો ૬ વિકેટે ૨૩૧. વિજય માટે ૧૩ બોલમાં ૨૨ રનની જરૂર હતી. ૧૨ મિનિટ વરસાદ પડતા બે ઓવરની બાદબાકી થઇ અને પરિણામે ઇંગ્લૅન્ડે જે બે ઓવરમાં સૌથી ઓછા રન કર્યા હતા એ સ્કોર જે એક રન હતો એ દૂર કરવામાં આવ્યો. પરિણામે ટાર્ગેટમાંથી એક જ રન ઓછો થયો અને સાઉથ આફ્રિકા સમક્ષ એક બોલમાં ૨૧ રન કરવાનું હાસ્યાસ્પદ ટાર્ગેટ મૂકવામાં આવ્યું હતું. આ નર્યા ફારસને કારણે વિકલ્પની શોધ શરૂ થઇ અને ડીએલએસ પદ્ધતિ અમલમાં આવી. આ પદ્ધતિ ખૂબ જ ટેક્નિકલ છે અને ફારસ ઓછું થાય છે. જોકે, ઘણી વખત બીજી બૅટિંગ કરતી ટીમને અન્યાયકર્તા લાગે છે. આશા રાખીએ કે ભારતીય ક્રિકેટ બોર્ડ વીજેડી પદ્ધતિને યોગ્ય સુધારા વધારા સાથે આઈસીસી સમક્ષ રજૂ કરે અને ક્રિકેટ રમતા દેશોને ડીએલએસનો બહેતર વિકલ્પ મળી રહે.

-------------------
*💠👇💠ભારતીયની વીજેડી મેથડ💠👇💠👇*

શરૂઆતની ડીએલ પદ્ધતિ અત્યંત અટપટી હોવાને કારણે કેરળના વી. જયદેવન નામના એક એન્જિનિયરે પોતાની એક અલાયદી પદ્ધતિ વિકસાવી હતી. જયદેવનની દલીલ હતી કે ડીએલએસ મેથડ આંકડાકીય દૃષ્ટિએ ખામીભરેલી છે અને પોતાની પદ્ધતિ એનાથી બહેતર છે અને સારા પરિણામ લાવી શકે છે. સુનીલ ગાવસકરે આ પદ્ધતિનું સમર્થન કર્યું હતું જેને પગલે આપણા દેશમાં સ્થાનિક ક્રિકેટ સ્પર્ધામાં એનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ થઇ છે ખરી, પણ એનો અમલ નથી થયો. સિવાય, આઈસીસીની ક્રિકેટ કમિટી સમક્ષ જયદેવનની પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. જોકે, ૨૦૧૨ના જૂન મહિનાના પહેલા સપ્તાહમાં કમિટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જયદેવનની મેથડનો વિગતવાર અભ્યાસ કર્યા પછી કમિટી એવા તારણ પર આવી છે કે ત્યારની ડીએલ મેથડમાં નોંધપાત્ર ખામી નથી અને વીજેડી પદ્ધતિને કારણે એમાં કોઈ સુધારા આવી શકે એમ નથી. એટલે કમિટીએ ડીએલ મેથડનો ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, ૨૦૧૫થી ડીએસએલ પદ્ધતિ અમલમાં આવી ગઇ હતી.
🕳🕳🕳🕳🕳🕳🕳🕳
🌀🌀મિત્રો આઈસીસીએ થોડા સમય પહેલા જ ડકવર્થ લુઈસ સ્ટર્ન (ડીએલએસ) સિસ્ટમમાં નવા ફેરફાર સાથે નવું વર્ઝન જાહેર કર્યું છે. આ સાથે આઈસીસીએ પોતાની આચારસંહિતા અને રમવાની પરિસ્થિતિનું આંકલન કરનારી પ્રણાલીમાં પણ સુધારો કર્યો છે. આ ફેરફાર (30 સપ્ટેમ્બર) દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનાર મેચથી લાગુ થઈ ગયું હતું. 🌀આ 2014માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજુ વર્ઝન છે, જેને બીજી વખત નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

💠- આ પહેલા ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. તેનો મતલબ એ છે કે, આ વિશ્લેષણ 700 વન-ડે, 428 ટી-20 મેચની જાણકારી પર આધારિત હશે.
💠- હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે ટીમે લાંબા સમય માટે પોતાની

જ્ઞાન સારથિ, [10.07.19 16:32]
રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે. સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે.
💠- તેનો મતલબ એવો છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.
💠- આ નવા ફોર્મેટને લાવ્યા પહેલા વન-ડે (અંતિમ 20 ઓવર) અને ટી-20માં રન બનાવવાની પેટર્ન પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટના અલગ-અલગ સ્કોરિંગ પેટર્ન પર ધ્યાન આપવામાં આવ્યું છે.
💠- નિયમોમાં લાવેલા ફેરફારની આ યાદીને બે જુલાઈએ ડબલિનમાં થયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂરી મળી ગઈ હતી. લેવલ-3ના ભંગ પર લગાવવામાં આવતા 8 પ્રતિબંધિત અંકને હવે વધારીને 12 કરવામાં આવ્યા છે.

🎯ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ખરાબ હવામાનને કારણે લાગુ પડતી ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) સિસ્ટમને બદલી નાખી છે. તેનું અપડેટ ફોર્મેટ (30 સપ્ટેમ્બર)ના રોજ રમાનારી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મચથી લાગુ થયું હતું . આઈસીસીએ તેના ઉપરાંત પોતાની આચાર સંહિતા અને રમવાની સ્થિતિનું આકલન કરવાની પદ્ધતિમાં પણ સુધારા કર્યા છે.


*🎯ડીએલનું અપડેટ અને ત્રીજું વર્ઝન છે ડીએલએસ*

👉DLS,2014 માં પ્રથમ વખત આવેલા ડીએલનું ત્રીજું વર્ઝન છે. જેને બીજી વખત નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અગાઉ ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. ડીએલ સિસ્ટમ લાગુ રહેવા દરમિયાન 700 વનડે અને 428 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચુકી છે. આ મેચના વિશ્લેષણના આધારે જ નવી ડીએલએસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.


👉અગાઉની સરખામણીએ રનરેટ અને સરેરાશ સ્કોરમાં વધારો કરાયો
આઈસીસીએ જોયું કે છેલ્લા કેટલાક વર્ષમાં વનડેમાં બેટિંગ સ્ટાઈલ બદલાઈ છે. હવે ટીમ લાંબા સમય સુધી વધુ ઝડપે બેટિંગ કરવામાં સક્ષમ છે. ટીમનો સરેરાશ સ્કોર પણ વધી ગયો છે. 💥સલોગ ઓવર (41થી 50મી)માં અગાઉની સરખામણીએ વધુ ઝડપી બેટિંગ કરવામાં આવે છે. નવું ફોર્મેટ લાવતાં પહેલાં વન ડે (છેલ્લી 20 ઓવર) અને ટી20માં રન બનાવવાની પેટર્નનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

*🙃🙃મહિલા-પુરુષ ક્રિકેટમાં એક સરખું જ ફોર્મેટ🙃🙃*

💠👉નવા ફોર્મેટમાં પુરુષ અને મહિલા ક્રિકેટની અલગ-અલગ સ્કોરિંગ પેટર્નનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આંકડાથી એ જાણવા મળ્યું છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટમાં પિચની સ્થિતિ લગભગ એક સરખી હોય છે, પરંતુ સ્કોરિંગ રેટ જુદો-જુદો રહ્યો છે. પિચની સમાનતાને જોતાં એ નિર્ણય લેવાયો છે કે ડીએલએસના એક જ ફોર્મેટને બંને સ્થાને લાગુ કરવામાં આવે.

*🔖💥🔖હવે બોલ ટેમ્પરિંગ કરતાં થશે કડક સજા❇️👇❇️*
આઈસીસીએ પોતાની આચાર સંહિતામાં કેટલાક નવા અપરાધોને સામેલ કર્યા છે. આ ઉપરાંત, બોલ ટેમ્પરિંગ જેવા અપરાધો માટે કડક સજાની જોગવાઈ કરાઈ છે. બોલ ટેમ્પરિંગ લેવ-3ની શ્રેણીમાં આવે છે. તેનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં લાગતા 8 પ્રતિબંધિત પોઈન્ટને વધારીને 12 કરાયા છે.




*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏🏻*
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

10 July

જ્ઞાન સારથિ, [10.07.19 12:54]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🔆⚠️🔆⚠️🔆⚠️🔆⚠️🔆⚠️🔆
❗️ઈતિહાસમાં ૧૦ જુલાઈનો દિવસ❕
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎍🎍🎍ઇનસેટ - 2A🎍🎍🎍🎍

વર્ષ ૧૯૯૨માં આજના દિવસે ઇસરો દ્વારા સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવેલા કમ્યુનિકેશન સેટેલાઇટ ઇનસેટ - 2Aને લોન્ચ કરવામાં આવ્યો હતો .

🎋🎋🎋લોર્ડ મેઘનાદ દેસાઈ🎋🎋🎋

ભારતીય મૂળના બ્રિટિશ સ્કોલર , લેબર પાર્ટીના રાજકારણી અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈનો જન્મ વર્ષ ૧૯૪૦માં આજના દિવસે વડોદરામાં થયો હતો .

રાષ્ટ્રપતિ ને મળતી સત્તાઓ ---- The powers of the President

જ્ઞાન સારથિ, [10.07.19 12:54]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
👆👆👆👆👆👆👆


*રાષ્ટ્રપતિ ને મળતી સત્તાઓ*
➖➖➖➖➖➖➖➖
1
*કકરોબારી સત્તા*
👉🏻કારોબારી સત્તા ના વડા
➖ *નિમણુંક* ➖કરી શકે
👉🏻વડાપ્રધાન
👉🏻 *કેન્દ્રીય પ્રધાન મંડળ ના સભ્યો*
👉🏻 એટર્ની જનરલ
👉🏻 *CAG*
👉🏻સર્વોચ્ચ તથા વડી અદાલત ના ન્યાયાધીશ
👉🏻 *રાજ્યના રાજ્યપાલો*
👉🏻લઘુમતી પંચ, ભાષાપંચ, *upsc પંચ, ચૂંટણીપંચ(બંને ના અધ્યક્ષ તથા સદસ્યો)*
👉🏻 પછાત વર્ગ ના સદસ્યો
👉🏻 *રાજદૂત અને અન્ય રાજદ્વારીઓ*
➖ *ભારત ના સંરક્ષણ દળો ના વડા ની નિમણુંક પણ કરે* ➖

બૈજુ બાવરા (બૈજનાથ) --- Baiju Bawra (Baiganj)

જ્ઞાન સારથિ, [10.07.19 12:54]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
👳‍♀ *બૈજુ બાવરા (બૈજનાથ) :*👳‍♀

જન્મ સ્થળ : *ચાંપાનેર.*

🎯 ગવાલિયરના કલાપ્રિય *રાજા માનસિંહ તોમરના* દરબારી ગાયક બન્યા. ત્યાં બૈજુએ *“હોરી – ગાયકી”* નામની નવી સંગીત પ્રણાલીનું સર્જન કર્યું.

🎯 બજુએ *ગુજરી તોડી, મૃગરંજની તોડી, મંગલ ગુજરી* જેવા અનેક રાગો બનાવ્યાં.

🎯 રાજા માનસિંહ અને રાણી મૃગનયનીએ *“ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠ”* ની સ્થાપના કરી. અને અભ્યાસક્રમમાં *હોરીગાયકી તથા ધમાર તાલ* સમાવિષ્ટ કર્યા.

🎯 અકબરના દરબારના ગાયક તાનસેને *તોડી રાગ* ગાઇ વનમાંથી હરણોને બોલાવ્યા અને તેમાંથી એક હરણને હાર પહેરાવ્યો. પાછાં ગયેલા હરણોમાંથી બૈજુ બાવરાએ *મૃગરંજની રાગ* ગાઇને *જેના ગળામાં હાર હતો તે એક જ હરણને* બોલાવી બતાવ્યું. અને *માલકૌંસ* રાગ ગાઇને પથ્થરો પણ ઓગાળી દીધા.

🎯 બજુએ *“ઓકદેશા” તથા “રામસાગર”* નામના સંગીતગ્રંથોની રચના કરી.

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ --- Central Salt and Marine Chemical Research Institute

🍶🍴🍶🍴🍶🍴🍶🍴🍶🍴
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ 
🍶🍽🍶🍽🍶🍽🍶🍽🍶🍽
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰Institute (formerly Central Salt Research Institute) is a constituent laboratory of the
Council of Scientific and Industrial Research (CSIR), India . The Institute was inaugurated by 👉Jawahar Lal Nehru on 10 April 1954 at
Bhavnagar , in Gujarat .

👉ભારતની પ્રતિષ્ઠિત કાઉન્સિલ ઓફ સાફન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની સમગ્ર રાષ્ટ્રમાં 38 લેબોરેટરી છે અને તે પૈકી સમગ્ર ગુજરાતમાં એક માત્ર ભાવનગર ખાતે લેબોરેટરી કાર્યરત છે 

🎯👉ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સી.એસ.એમ.સી.આર.આઈ.)એક માત્ર ગુજરાતના નિમકમાંથી અનેક રસાયણો અને દરિયાઈ વનસ્પતિમાંથી કિંમતી ચીજો શોધી કાઢનારી સંસ્થાનો પરિચય કરાવવો પડશે. 
🔖✂️આ સંસ્થા પંડિત જવાહરલાલ નહેરુએ ૧૦ એપ્રિલ-૧૯૫૪માં ભાવનગરમાં સ્થાપેલી. 
🗣ત્યારે તેમણે જે શબ્દો કહેલા તે નોંધી લો ‘‘હું ઈચ્છુ છું કે ભાવનગરની આ લેબોરેટરીમાં યુવાન વિજ્ઞાનીઓ માત્ર ઊંચા પગાર માટે જ ન જોડાય, પણ સેવાની ભાવના રાખે. કારણ કે આ સંસ્થામાં કામ કરવાથી તે વિજ્ઞાનની અને ભારતની જ નહીં આખી દુનિયાની સેવા કરશે. એટલા માટે કે સાયન્સને કોઈ ફ્રિન્ટયર હોતા નથી!’’
🤘🏽 દરિયામાં થતી શેવાળમાંથી બાયોડીઝલ મેળવવાની ટેક્નિક આ સંસ્થામાં શોધાઈ છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અગરિયા એટલે કે દરિયાકાંઠે મીઠું પકવનારાને સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ ટેક્નિક બતાવી તેનાથી નિમક એકદમ સફેદ અને ચોખ્ખું થયું તેથી અગરિયાને સરસ ભાવ ઊપજે છે.
🗣 સંસ્થાએ સોલરએનર્જી પ્લાન્ટ રાજસ્થાન અને છેક અફનિસ્તાનમાં મોકલ્યા છે. ખાસ પાણીને મીઠું કરવાના ડી-સેલીનેશન પ્લાન્ટ એ ભાવનગરની આ સંસ્થાની દેન છે. ત્રણસો જીવવિજ્ઞાનીઓ અહીં ટ્રેઈન થાય છે. 
👏👏હજુ એક યોગદાન પર્યાવરણવાદીને ખુશ કરે તેવું છે. અંકલેશ્વરની કેમિકલ ઈન્ડસ્ટ્રી ‘‘ટ્રક મોઢે’’ ઔદ્યોગિક કચરો કાઢે છે તેમાંથી ઉત્તમ રસાયણો મેળવવાની ટેક્નિક સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ શોધી છે.

લોર્ડ મેઘનાદ દેસાઈ --- Lord Meghnad Desai

🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾🔰🐾
♦️♦️♦️લોર્ડ મેઘનાદ દેસાઈ♦️♦️♦️
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🖊🖊મિત્રો આ વ્યક્તિને બહુ ઓછા લોકો જાણતા હશે...મને આ વ્યક્તિનું વિઝન બહુ ગમે છે. કોઈ ને ખ્યાલભી નહી હોય કે આ વ્યક્તિનો જન્મ વડોદરામાં(ગુજરાત) થાયો છે.. તો ચલો મિત્રો આજે જાણીયે આ વ્યક્તિ વિશે અને તેના વિચારો વિશે....

👁‍🗨👁‍🗨લોકપ્રિય કટારલેખક, લેખક & amp; અર્થશાસ્ત્રી. બેરોન દેસાઈ ભારતીય મૂળના, તટસ્થ બ્રિટિશ અર્થશાસ્ત્રી અને શ્રમ રાજકારણી છે.
🏆તેમને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. 
📗તેના પ્રથમ પુસ્તક 1973 માં માર્ક્સવાદી આર્થિક થિયરી તેમની અન્ય કૃતિઓમાં એપ્લાઇડ અર્થમિતિ 1976 માં પણ તેમણે લખ્યું છે ‘પરીક્ષણ મોનેટરિઝમ, મોનેટરિઝમ એ ક્રિટિક ઓફ’ 1981 માં of- સમાવે છે.

🎯☑️લોર્ડ મેઘનાદ દેસાઈનો જન્મ 10 જુલાઈ 1940ના રોજ વડોદરા ખાતે થયો હતો.
📝પછી મુંબઈ યુનિવર્સિટીથી તેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.
📝1960માં યુનિ.ઓફ પેન્સિલ્વેનિયાની સ્કોલરશીપ મળતા તેમણે 1963માં પીએચડી પૂર્ણ કર્યુ.1965માં તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં લેક્ચરર તરીકે જોડાયા હતા.
👳👳‍♀પછી તેઓ બ્રિટિશ લેબર પાર્ટી સાથે જોડાયા.
🕵🕵📝તેમણે ઈન્ડિયન ફિલ્મસ્ટાર દિલીપકુમારની બાયોગ્રાફી નેહરૂઝ હિરો દિલીપકુમાર-ઈન લાઈફ ઓફ ઈન્ડિયા પણ લખી છે.
🏳2003માં તેઓ લંડન સ્કૂ ઓફ ઈકોનોમિક્સમાંથી સેંટર ફોર ગ્લોબલ ગવર્નન્સમાંથી નિવૃત્ત થયા હતા.

રમજાન ઈદ --- Ramadan Eid

Yuvirajsinh Jadeja:
🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫🇳🇫
🇨🇨🇨🇨🇨🇨🇨🇨રમઝાન ઈદ🇨🇨🇨🇨🇨🇨🇨🇨
🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏👏👏ગુજરાતીઓ માં રમઝાન ઈદ તરીકે જાણીતી ઈદ , ઈદ -ઉલ -ફિતર કે રામદાન ઈદ તરીકે વિશ્વ માં જાણીતી છે. રમઝાન ના પવિત્ર માસ માં આવતો આ તહેવાર અલ્લહ ના સંદેશ ને પાલન કરવાનો સંદેશ આપે છે. રોઝા કરવાનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ મન - કર્મ અને વચન થી કોઈ ને દુઃખ ન આપવાનો છે. આ તહેવાર વિશ્વ માં પ્રેમ, ભાઈચારો અને શાંતિ નો સંદેશ ફેલાવે છે.
👏👏👏👏👏👏👏
🇨🇨રમઝાન ઈદ એક ઈસ્લામ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.જેની ઊજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.રમઝાનમાં મહિનામાં જે રોઝા રાખે છે અને ઈસ્લામ ધર્મનું યોગ્ય પાલન કરે છે,તેમના માટે ઈદનો તહેવાર ખૂબ મહત્ત્વનો છે.

🇨🇨🇨🇨ઈદનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને પ્રેમથી મળે છે. એક મહિનો રોજા રાખ્યા છે, તેનું અલ્લાહ દ્વારા ઈદના રૂપમાં ઇનામ અપાયું છે. આ દિવસે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય અને દેશમાં કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ અકબંધ રહે તે માટે પણ દુઆ કરે છે.
🇨🇨જ્યારે મોહમ્મદ પૈંગબરે ધાર્મિક ગ્રંથ કુરાન અંગે જાણ્યું એ મહિનો રમઝાન હતો. પ્રભુએ આ પૈંગબરને પોતાના સંદેશાવાહક તરીકે પસંદ કર્યા, જેમણે
કુરાન ગ્રંથ બનાવ્યો. રમઝાન મહિનાના અંતિમ દિવસોને ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસો દરમિયાન પૈંગબરે ગ્રંથને પૂર્ણ કર્યો હતો. મોહમ્મદ પૈંગબરનો જન્મ સંત તરીકે થયો હતો, પરંતુ તેમના સમયમાં ઘણી જ હિંસા હતી. અને તેમની આસપાસના લોકો જે રીતે જીવી રહ્યાં હતા તેનાથી તેઓ નિરાશ અને શરમજનક લાગણી અનુભવતા હતા. પોતાની આસપાસની દુનિયાને જોઈને તેઓ એકાંતવાસ ગાળવા જંગલમાં જતા રહ્યાં હતા. જે દરમિયાન તેમણે માઉન્ટ હિજરામાં દિવસ અને રાતો વિતાવી અને એ દરમિયાન ઉપવાસ કર્યો અને પ્રભુને પ્રાર્થના કરી. આખરે પ્રભુ તેમના પર પ્રસન્ન થયા અને તેમને પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો. પ્રભુએ જ્ઞાનના સાચા પ્રકાશને વહેતો કરવા માટે તેમની પસંદગી કરી હતી. એટલા માટે લોકો રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે અને બુરાઈઓને પોતાના જીવનમાંથી દૂર કરે છે.
દરેક ધર્મમાં ઉપવાસ એ પ્રભુને મેળવવા માટેનો એક એવો પર્વ છે, જેમાં માનવી પોતાના તમામ સાંસારિક સુખોથી દૂર રહે છે. એક સામાન્ય વ્યક્તિ હંમેશા પોતાની જવાબદારીઓ સાથે બંધાયેલો હોય છે અને તેવા સમયમાં પ્રભુને પામવા માટેનો તેની પાસે યોગ્ય અને જોઇએ તેટલો સમય રહેતો નથી, ત્યારે તે ઉપવાસ કરીને એ વ્યક્તિ ભોજન પ્રત્યેના પોતાના આકર્ષણને ઘટાડીને સંપૂર્ણપણે
પ્રભુમાં તલ્લીન થઇ જાય છે. સવારના સમયે ભોજન લેવાનો અર્થ થાય છે કે તે વિશ્વની દૂર છે અને સંપૂર્ણપણે પ્રભુમાં લીન છે, જ્યારે રાત્રી સમયે ભોજન લેવાનો અર્થ છે, જે વિશ્વ દેખાઈ રહ્યું છે તેનાથી પોતાને દૂર કરીને પોતાની અંદરના
આધ્યાત્મિક વિશ્વમાં દાખલ થવું.

♻️👁‍🗨Yuvirajsinh Jadeja:

પવિત્ર રમઝાન માસ દરમિયાન શુક્રવારે હરણી રોઝુ મનાવવામાં આવે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે હરણી રોઝાનું વિશેષ મહત્વ હોય મુસ્લીમ બિરાદરોની સાથે હિન્દુ બિરાદરો પણ પ્રતિવર્ષ પવિત્ર રમઝાન માસ દરમિયાન રાખી રહ્યા છે.
આ વખત 29 રોઝા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી... 27મું હરણી રોઝુ જુમ્માના દિવસે હોય મુસ્લીમ સમાજનો ઉત્સાહ બેવડાયો છે. રમઝાન માસમાં પાંચ મોટી રાત મનાવવામાં આવે છે.
🗣વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 33મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું છે કે દેશમાં 
રમઝાનના પવિત્ર માસની પણ ઉજવણી કરાઈ હતી અને મારી તરફથી બધાને ઈદની શુભેકામના. 🙏🙏🙏🙏🙏🙏

🇨🇨અમુક સમય પહેલાની વાત છે મુસ્લીમોના કોઈ મોભી(અબુ બકર)એ છોકરીઓને ગાવાની મનાઈ ફરમાવી હતી મહોમ્મદએ અબુ બકરને કહ્યું કે એમને ગાવાની પરવાનગી આપો.(થોડી માહિતી જે મને ખબર હતી એ આપની જોડે શેર કરી)
જુદા જુદા પ્રદેશોમાં ઈદની શુભકામનાઓ અલગઅલગ રીતે આપવામાં આવે છે જેનો ભાવાર્થ તો એક જ હોય છે કે આપની આ ઈદ શુભ દાયક રહે. સાથે સાથે આખા વર્ષ દરમ્યાન જે પણ મુસ્લિમ ભાઈઓ વચે કોઈ મનભેદ થયો હોય એને ભૂલીને અને માફ કરીને ખુશી વહેચવામાં આવે છે.
ઘણા લોકો આજના દિવસે "પ્રાણીઓની કતલ " અને બીજા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરીને આ પર્વનું મહત્વ નષ્ટ કરે છે. માનું છું કે એ ખોટું છ પણ ખોટું તો બીજું ઘણું છે જેની ઉપર આપણી નજર નથી જતી. ઘણાને તો એ પણ ખ્યાલ નહિ હોય કે મુસ્લિમ ભાઈઓગાયને માતા સમાન ગણીને એને પૂજે છે. અમુક લોકોને કારણે આખો સમાજ શું કામ બદનામ થાય? એના કરતા સારી વાતો ઉપર વધારે ધ્યાન આપીએ તો વધારે સારું. કારણકે માનવ માને છે કે આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમનાધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ.
સાચું કહું તો મને ઇસ્લામ વિષે બહુ ખાસ ખબર ન હતી પણ એમાં રહેલ સારાપણા અને સારી વાતોએ મને એ બાબતે વાંચવા આકર્ષ્યો. શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ એ ધર્મમાંથી કંઇક સારું શીખે અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણી બંદગી/પ્રાર્થના/પ્રેયરપેલા ભગ્ગું જોડે પહોચી જશે. એને તો આપણી સાચી ભાવનાઓમાં રસ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છી નું નવું વર્ષ પણ --- Rath Yatra

👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
🔰🔰🔰અષાઢી બીજ એટલે 🔰🔰
રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉પ્રિય મિત્રો,
આજે અષાઢ મહિનાનો બીજો દિવસ એટલે કે અષાઢી બીજ. આજથી શરૂ થતા કચ્છી નવા વર્ષના વધામણા.

🙏નયે વરે જી લખ લખ વધાઈયું 🙏

👉ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
👉જગન્નાથ પુ૨ીમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિત ૨થયાત્રા નીકળશે જેમાં લાખો લોકો સામેલ થશે.

👉જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ થવા પામે છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી. 

महमूद गजनवीके समय के विद्वान

Trick : FUFA

1. F – फारूखी
2. U – उत्बी
3. F – फिरदौसी
4. A – अलबरूनी।
.

નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં --- 30 closed doors of Narmada dam

🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊
🚪નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં🚪
🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજરીમાં પૂજનવિધિ કર્યા બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. 

🎯સુપ્રીમ કોર્ટે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપ્યા બાદ મુખ્ય પ્રધાને નર્મદા મૈયાની પૂજા કરી દરવાજા બંધ કરાવાયા હતા. (નર્મદા ક્ધટ્રોલ ઓથિરિટીએ)

🎯નર્મદામાં ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા મંજૂરી માગવામાં આવી હતી.

📌વધારે પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન
55X60 ફૂટના 23, 60X60 ફૂટના 7 દરવાજા બંધ થવાથી 138 મિટરના લેવલ સુધી પાણી ભરાશે. 
📌વધુ પાણી ભરાવાથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે. 
📌આ ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને મળશે.
📌હાલમાં નર્મદા ડેમની પાણીની લાઇવ સ્ટોરેજ ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટની છે. દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ લાઇવ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઇ જશે. એટલે કે પાણી 3.46 ગણુ વધુ રાખી શકાશે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.

પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન --- Public Interest Litigation

⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖⚖
⚖⚖⚖જાહેર હિતની અરજી⚖⚖⚖
💡💡પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન🔦🔦
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગઈકાલે પી એન ભગવતી નુ અવસાન થયું... તેના દ્વારા મળેલ અમૂલ્ય ભેટ વિશે આજે મારે વાત કરવી છે.. જે બઘા નાગરિકોને સમજવા જેવી છે..
આજરોજ હું યુવરાજસિંહ જાડેજા વાત કરી રહ્યો છું...જાહેર હિતની અરજીના ઉદભવથી લઇને તેના લાભ અને ગેરલાભ વિશે.(લેખ પુરો વાંચી ને સમજવો)

🏡જનહિત યાચિકા – જાહેર હિતની અરજી-PIL
🕍પરિભાષા: જનતાના હિતમાં/જાહેર હિતમાં ન્યાયાલયમાં કરવામાં આવેલી અરજી. 

✋✋35 વર્ષ પહેલા એટલે કે 1982 માં દરેક ભારતીયને પીઆઇએલ (જનહિતની અરજી) લગાવવાનો એક હક મળ્યો હતો.

✋✌️- આ હક આપતી વખતે તે સમયના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પીએન ભગવતીની અધ્યક્ષતાવાળી સાત જજોની બેન્ચે કહેલું કે જો સામાન્ય લોકોના અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તો કોઇપણ વ્યક્તિ પીઆઇએલ દાખલ કરી શકે છે.
🕍આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો/ સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ છે.
🏚જાહેર હિતની અરજી અંતર્ગત પરિસ્થિતિ અનુસાર એક વ્યક્તિ પણ સમૂહનો પ્રતિનિધિ પ્રસ્થાપિત થઇ આ પ્રકારની અરજી કરી શકે છે.
🕍સુપ્રીમ કોર્ટ જાહેર હિતની અરજીને ભારતીય ન્યાયિક કાર્યવાહીમાં સામેલ કરેલી છે જેથી કરીને કારોબારી તેમજ ધારાગૃહોને તેમની બંધારણીય ફરજોની પાલન/અમલવારી માટે તેમજ લોકો પ્રત્યેની તેમની બંધારણીય જવાબદારીઓ માટે જવાબદાર બનાવી શકાય.

વેલેન્ટિના તેરેશ્કોવા --- Valentina tershkova

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
54 વર્ષ પહેલા વેલેન્ટિના તેરેશ્કોવા બની અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા
📌📌📌📌📌📌📌📌📌📌📌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠♻️54 વર્ષપહેલા આજનાં દિવસે સોવિયત અંતરિક્ષ યાત્રી વેલન્ટિના વ્લાદિમિરોવના તેરેશ્કોવા અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા બની હતી.વોસ્તોક-6 સ્પેસ ફ્લાઈટથી 48 ઓર્બિટમાં ફરવુ અને 71 કલાક પસાર કર્યાં બાદ તે પૃથ્વી પર પરત આવી હતી.દરમિયાન અમેરિકાથી અંતરિક્ષ પર ગયેલા યાત્રીઓની તુલનામાં તેમણે વધારે સમય વિતાવ્યો હતો.
🔘18 વર્ષની ઉંમરે વેલેન્ટિનાએ કપડાની ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી.
🔘22ની ઉંમરે સ્થાનિક એવિએશન ક્લબની ઈવેન્ટમાં પ્રથમ પેરાશૂટ જમ્પ કર્યો હતો.ઉત્સાહને જોતા તેમને મોકો મળ્યો હતો.

👁‍🗨✅ખાસ:ઈટાલીની એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટીએ 6 જૂને અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા તરીકે રેકોર્ડ બનાવ્યો.તેમણે 199 દિવસ,16 કલાક અને 42 મિનિટ રહીને સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો હતો.

જેન્ટલમેન્સ ગેમ --- Gentlemen's Game

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
⚾️ 'જેન્ટલમેન્સ ગેમ'ની રજવાડાથી ...રૈયત સુધીની એક સદીની સફર
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )🙏

✅👁‍🗨✅1922માં મંબઇમાં રમાયેલી મેચમાં 💢લાખાજીરાજસિંહજીની💢 કપ્તાનીમાં ભારતના પ્રથમ કપ્તાન સી. કે નાયડુ રમ્યા હતા💪💥🎯👑

✅-રાજકોટમાં સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ 1933માં રમાઇ 👁‍🗨તેના25 વર્ષ પૂર્વે રાજકોટના ઠાકોર સાહેબે ઇંગ્લેન્ડમાં ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ખોલાવ્યુ હતું.

👁‍🗨👁‍🗨સૌરાષ્ટ્રના ક્રિકેટ માંધાતાઓમાં જામરણજી,દુલીપસિંહજી,અમરસિંહ,વિનુ માંકડ સહિતના ખેલાડીઓ છે ત્યારે ખાસ કરીને રાજકોટના ક્રિકેટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો 

⭕️👉સૌરાષ્ટ્રમાં જ્યારે હજુ ક્રિકેટનો કક્કો માંડ ઘુંટાતો હતો ત્યારે જામ રણજીએ વિદેશમાં ક્રિકેટની પૂરી બારક્ષ્રરી રચી દીધી હતી.રણજી પોતાની પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ ઇંગ્લેન્ડમાં(8 મે 1993માં)રમ્યા હતાં તેના છેક 40 વર્ષ બાદ રાજકોટને ફર્સ્ટકલાસ મેચનો દરજ્જો મળ્યો હતો.જોકે રાજકોટને આ બહુમાન મળ્યાના 25 વર્ષ પહેલાં જ રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજસિંહજીએ પણ પોતાનું ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ઇંગ્લેન્ડમાં જ ખોલાવ્યું હતું.રાજકોટનો ક્રિકેટ ઇતિહાસ રસપ્રદ છે.

રોહન બોપન્ના -- Rohan Bopanna

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰✅
ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો રોહન બોપન્ના
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠💠♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ કેનેડાની ગેબ્રિયેલા ડેબ્રોવ્સ્કી સાથે જોડી બનાવીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં મિકસ્ડ ડબલ્સની ટ્રોફી જીતી છે. 
👉બંનેએ આજે ફાઈનલમાં એન્ના-લેના ગ્રોએનફેલ્ડ- રોબર્ટ ફરાહની જર્મન-કોલંબિયન જોડીને પરાજય આપ્યો હતો.

👉ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર રોહન બોપન્ના ભારતનો ચોથો ખેલાડી બન્યો છે. કોઈ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યાનો બોપન્ના માટે આ બીજો પ્રસંગ હતો. 👉અગાઉ, 2010માં એ યૂએસ ઓપનમાં મેન્સ ડબલ્સમાં પાકિસ્તાનના ઐઝમ-ઉલ-હક કુરેશીની સાથે ફાઈનલમાં પહોંચ્યો હતો.

💠♻️આ જોડીએ મિક્સ્ડ ડબલ્સનો તાજ આજે જીતી લીધો હતો. ફ્રેન્ચ ઓપનની મિક્સ્ડ ડબલ્સ ફાઇનલમાં કોલમ્બિયાના રોબર્ટ ફરા અને તેની જર્મન પાર્ટનર એના લીના ગ્રોનેફેલ્ડની જોડી ઉપર બોપન્ના અને ડાબ્રોવસ્કીની જોડીએ જીત મેળવી હતી. પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ બોપન્ના અને ડાબ્રોવસ્કીએ હરીફ જોડીને ૨-૬, ૬-૨,
૧૨-૧૦થી જીત મેળવી હતી.