Monday, September 16, 2019

વિશ્વ ઓઝોન દિવસ --- World Ozone Day

*♻️ઓઝોન અને પર્યાવરણ♻️*
💠✅💠✅💠✅💠✅💠✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🔘☑️ઓઝોન એટલે શું?❓❔❓*

ઓઝોન એ ઓક્સીજનનું એક રૂપ છે.પણ ઓક્સીજનથી ભિન્ન રીતે,ઓઝોન એ એક ઝેરી ગેસ છે.ઓઝોનનો પ્રત્યેક પરમાણું ત્રણ ઓક્સીજન અણુઓનો બનેલો છે,જેથી તેનું રાસાયણિક સૂત્ર 03 છે.જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરોમાંના ઓક્સીજન પરમાણુઓને (02) વિભાજીત કરે છે ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે.જો મુક્ત ઓક્સીજન અણુ (O) ઓક્સીજન પરમાણુ(02) સાથે ટકરાય છે,ત્યારે ત્રણ ઓક્સીજન અણુઓ ઓઝોન (03) તરીકે નવનિર્મિત થાય છે.

*⭕️💢 સારો અને ખરાબ ઓઝોન👇*

સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 - 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું 
સંરક્ષણ કરે છે.

16 Sep

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
*ઈતિહાસમાં ૧૬મી સપ્ટેમ્બરનો દિવસ*
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🔂🔁ઓઝોન સંરક્ષણ દિવસ🌍🌍*

પૃથ્વીને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ પૂરું પાડતાં ઓઝોન વાયુના પડને ઔદ્યોગીકરણ અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના કારણે પહોંચી રહેલા નુકસાન સામે જાગૃતિ ફેલાવવા યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૯૯૪થી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.
👁‍🗨👉ઉદ્યોગોના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનથી પૃથ્વીને હાનિકારક કિરણોથી બચાવતા ઓઝોન ગેસના આવરણમાં પડતા ગાબડાં નિવારવા માટે દર વર્ષે 16 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવાય છે.

*💠♻️એમ. એસ. સુબ્બુલક્ષ્મી💠♻️*

કર્ણાટકી શાસ્ત્રીય ગાયકીના સર્વોચ્ચ સ્થાને બિરાજનારા એમ. એસ.નો જન્મ વર્ષ ૧૯૧૬માં આજના દિવસે મદુરાઈમાં થયો હતો. શાસ્ત્રીય ગાયક તરીકે અને પહેલી ભારતીય મહિલા તરીકે અનુક્રમે ભારત રત્ન અને રોમન મેગસેસે એવોર્ડ મેળવનારા તેઓ કલાકાર હતા.

16 Sep 2019 --- NC