Wednesday, June 19, 2019

રાહુલ ગાંધી --- Rahul Gandhi

🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠
♻️♻️♻️♻️રાહુલ ગાંધી♻️♻️♻️♻️
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાહુલ ગાંધી જન્મ ૧૯ જૂન ૧૯૭૦
ભારતના રાજકારણી અને ભારતીય સંસદના સભ્ય છે, તેઓ અમેઠી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા (નહેરુ) ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસ) છે

👁‍🗨રાહુલ ગાંધીનો જન્મ દિલ્હીમાં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.

👁‍🗨દહેરાદૂન ( ઉત્તરાખંડ )ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની અલ્મા મેટર માં પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્યું. 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.

19 June

🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
🔰🔰ઈતિહાસમાં ૧૯ જૂનનો દિવસ🔰
☑️🔷☑️🔷☑️🔷☑️🔷☑️🔷☑️🔷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👨👨👨રાહુલ ગાંધી👨👨👨

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ વર્ષ ૧૯૭૦માં આજના દિવસે થયો હતો . લંડનની એક ફર્મમાં કામ કર્યા બાદ ૨૦૦૪માં તેમણે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું .

🕵‍♀👮‍♀🕵‍♀👮‍♀આંગ સેન સુ કી👮‍♀🕵‍♀👮‍♀

બર્માના લશ્કરી શાસન સામે અહિંસક લડત આપનારા અને ૧૯૮૯થી ૨૦૧૦ સુધી નજર કેદ રહેનાર આ લોખંડી મહિલાનો જન્મ વર્ષ ૧૯૪૫માં આજના દિવસે થયો હતો .

♻️💠♻️💠સલમાન રશ્દી♻️💠♻️💠

વિવાદમાં રહેવા ટેવાયેલા ભારતીય મૂળના બ્રિટિશ લેખકનો જન્મ વર્ષ ૧૯૪૭માં આજના દિવસે થયો હતો . તેમનીઈ ચોથી નવલકથા સેતાનિક વર્સિસનો ખૂબ વિરોધ થયો હતો .

શિવસેના -- Shiv Sena

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
⚪️શિવસેનાનો ૫૨મો સ્થાપના દિવસ🔴
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯૧૯૬૬માં શિવસેનાની સ્થાપના બાળ ઠાકરેએ કરી હતી.

✅ શિવસેનાનુ મુખપત્ર = સામના

🎯1966ના દિવસે શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં અધિકારોની રક્ષા કરવાનો અને તેમને રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના હુલામણા નામથી સંબોધતા.