Thursday, October 10, 2019

માનસિક સ્વાસ્થ્ય દિન --- Mental Health Day

💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂
*🙇‍♀🙇માનસિક સ્વાસ્થ્ય દિન🙇‍♀🙇*
💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂💆💆‍♂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*આજની તનાવભરી જિંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે. એક સંશોધન મુજબ મોટાભાગના રોગો મનોદૈહિક છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમ્યાન કરવામાં આવે છે.*
💠👉🎯 અને ૧૦ ઓક્ટોબર માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે.

*આજના ૨૧મી સદીના લોકો હજી માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી. માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી. અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા.*

*🎯👉🔰માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઇ જવું, સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો, અનિન્દ્રાના રોગી હોય, ક્યારેક વ્યાસની પણ બની જાય, આત્મવિશ્વાસનો અભાવ, કોઇપણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નીરસ હોય, શારીરિક કાર્ય કાર્ય વગર પણ થાક લાગવો, નાની વાતોમાં ફરિયાદો કરવી, મોટાભાગની વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો જેવા લક્ષણો જોવા મળે છે.*

10 Oct

🔶👏🔶👏🔶👏🔶👏🔶👏🔶
*ઈતિહાસમાં ૧૦ ઓક્ટોબરનો દિવસ*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*૧૦ ઓક્ટોબર-માનસિક સ્વાસ્થ્ય દિન*

*💨🌪શ્રીલંકામાં ભારતનું બ્લંડર🌪💨*

તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના આદેશથી શ્રીલંકામાં તમિળ વ્યાઘ્રોનો ખાત્મો બોલાવવા ગયેલી શાંતિ સેનાએ વર્ષ 1987ની 11 ઓક્ટોબરે હુમલો બોલાવ્યો હતો. ભારતીય મૂળના તમિળો સામે ભારતે જ આદરેલો હુમલો ભારતનું ઐતિહાસિક બ્લંડર ગણવામાં આવે છે.

*🎍સ્પેસ શટલની 100મી ફ્લાઇટ🎍*

અંતરિક્ષમાં જવા માટે અમેરિકાએ તૈયાર કરેલા સ્પેસ શટલે વર્ષ 2000ની 11 ઓક્ટોબરે 100મી ઐતિહાસિક ઉડાન ભરી હતી. નાસાના સ્પેસ શટલ ડિસ્કવરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી જવા
માટેભરેલી આ ઉડાન 12 દિવસ અને 21 કલાકે ધરતી પર પરત ફરી હતી.

વિશ્વ પોસ્‍ટ દિન --- World post day

📮📭📮📭📮📭📮📭📮📭📮
*📮📮આજે વિશ્વ પોસ્‍ટ દિન📪📪*
📪🔖📪🔖📪🔖📪🔖📪🔖📪
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*📮🏷😊આજે વિશ્વ ટપાલ દિન છે. ૧૫૦૦થી ૨ હજાર વર્ષ પહેલા લોકો એકબીજાના ખબર અંતર - શુભ સંદેશા - શોક સંદેશાની ચિઠ્ઠી દ્વારા આપ-લે થતી.*
🎯👉પછી ૧૦ થી ૧૫ પૈસાના તૈયાર પોસ્‍ટકાર્ડ આવ્‍યા અને ત્‍યારબાદ અંતરદેશીય પત્ર આવ્‍યા.. *🙄🤔પરંતુ હવે આપણે કેવુ પડે કે એક હતું પોસ્‍ટકાર્ડ અને આ હકીકત સત્‍ય હોય તેમ આજના કોમ્‍પ્‍યુટર - ઈ-મેઈલ - વોટ્‍સએપ - ફેસબુક - ટ્‍વીટર - મોબાઈલ - જેટયુગમાં પોસ્‍ટકાર્ડ - આંતરદેશીય પત્રનો ઉપયોગ માત્ર ૧૦ ટકા રહ્યો હોવાનું બહાર આવ્‍યું છે.*

*😰😣આજે વિશ્વ પોસ્‍ટ દિન છે અને તે દિવસે પોસ્‍ટકાર્ડ અને ખબરરૂપી ચીઠ્ઠીને કોઈ યાદ કરવાવાળુ નથી.*
*🤗😊😎😉જેના આવવાથી ચહેરા ઉપર ખુશી ઝુમી ઉઠતી. મનમાં ગીત ગણગણવા લાગતુ. સંદેશે આતે હૈ... તે આજે લુપ્‍ત થઈ ગયુ છે. પરંતુ વિશ્વ ટપાલ દિન સંદર્ભે આજે આપણે પોતાના સ્‍વજનોના નામે એક ચીઠ્ઠી લખી તેને સાચા સરનામે પહોંચાડીએ તો પોસ્‍ટકાર્ડને શુભેચ્‍છા લેખાશે.*

10 Oct 2019 --- NC