Saturday, December 14, 2019

અભિનેતા રાજ કપૂર --- Actor Raj Kapoor

🎬📽🎥📽🎥📽🎥📽🎥
બહુવિધ પ્રતિભાશાળી અભિનેતા રાજ કપૂર
📽🎥📽🎥📽🎥📽🎥🎥
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


👌👉રાજ કપૂરને ૧૯ વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેશન મળ્યા હતા : જેમાંથી નવ વાર ફિલ્મફેર એવોર્ડઝ મળ્યા વર્ષ ૨૦૦૨માં સ્ટાર - સ્ક્રીન એવોર્ડ ‘🌟‘શો-મેન ઓફ ધી મિલેનિયમ''🌟 થી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ ૨૦૦૧માં BEST DIRECTOR OF MILLENNIUM નામક સ્ટારડસ્ટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 

🏆ભારતના રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે ૧૯૮૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો 
🎯રાજ કપૂર - જન્મ - ૧૪ ડિસેમ્બર ૧૯૨૪ પેશાવર 💐💐અવસાન- ૨ જૂન ૧૯૮૮ દિલ્હી 
👑ભારત સરકારે ૧૯૭૧માં રાજ કપૂરને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા જીવનપર્યંત શ્રેષ્ઠ સંગીતવાળા ફિલ્મો આપવા છતાં 🎋આર. કે.🎋 બેનર હેઠળની શંકર જયકિશનનાં સંગીતને માત્ર એક ફિલ્મને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો તે ફિલ્મ હતી 🏆‘‘મેરા નામ જોકર''

યોગાચાર્ય બી. કે. એસ. આયંગર --- Yogacharya B. That S. Iyengar

🕉☢☸☣🕉☢☸☣🕉☢☸
*💮યોગાચાર્ય બી. કે. એસ. આયંગરની જન્મજયંતી💮*
☸☣🕉☢☸☣🕉☢☸☣🕉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

👁‍🗨✅ *💠👉બેલૂર કૃષ્ણમાચાર સુંદરરાજ આયંગરનો જન્મ 14 ડિસેમ્બર, 1918ના રોજ કર્ણાટકના બેલૂર ગામમાં થયો.*

💠🎯👉યોગાચાર્ય બી. કે. એસ. આયંગર એક જીવંત દંતકથારૂપ હતા. તેમણે રાજવી પરિવારોથી લઇ આમઆદમી સુધી સૌ કોઇને યોગનું શિક્ષણ આપ્યું. જે. કૃષ્ણામૂર્તિ અને ઓલ્ડસ હડસલે જેવા બુદ્ધિજીવીઓથી લઇ માનસિક રીતે અક્ષમ લોકોને તેમણે યોગ શીખવ્યો. તેમણે પોતાની બીમારીનો ઇલાજ કરવા યોગ શીખવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ કરોડો લોકોને યોગ દ્વારા તંદુરસ્તી આપી ગયા. આબાલવૃદ્ધ સૌ કોઇમાં તેઓ લોકપ્રિય હતા.

*આયંગર યોગના પરિચયમાં આવ્યા એ સમયે યોગ ઓછો જાણીતો, રહસ્યમય અને એકાંતવાસીઓનો વિષય ગણાતો. આજે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ યોગ ઘર-ઘરકી કહાની બની ગયો છે.* 
🔰👉 યોગે માનવસર્જિત તમામ રાજકીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાકીય અને સામાજિક સીમાડા પાર કરી લીધા છે.

14 Dec

🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷
*🛡ઈતિહાસમાં ૧૪ ડિસેમ્બર🎋🎋*
🔶♦️🔷🔶♦️🔷🔶♦️🔷🔶♦️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*⚡️✨💥ભારત દેશનો રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ*

*🤘🖐બી .કે .એસ . આયંગર🖖🤘*

આયંગર યોગના સ્થાપક તથા યોગને વિશ્વમાં લોકપ્રિય બનાવનારા બેલ્લુર ક્રિશ્નમાચાર સુંદરરાજા આયંગરનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૮માં કર્ણાટકના બેલ્લુરમાં થયો હતો . ૨૦૦૪માં ૯૫મા વર્ષે તેમનું નિધન થયું હતું .

*📽📽📽રાજ કપૂર📽📽📽*

બોલિવૂડના શો મેન અને એશિયા -યુરોપમાં પણ લાખો પ્રશંસકો ધરાવનારા રાજ કપૂરનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૨૪માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો . ૨૪મા વર્ષે તેમણે આર .કે . ફિલ્મ્સની સ્થાપના કરી હતી .

*🔖🔖જ્યોર્જ વોશિંગ્ટન🔖🔖*

યુનાઈટેડ સ્ટેટ્સ અને તેના બંધારણનો પાયો નાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા જ્યોર્જ વોશિંગ્ટનનું ૧૪ ડિસેમ્બર , ૧૭૯૯ના રોજ અવસાન થયું હતું . પોતાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખને અમેરિકનો રાષ્ટ્રપિતા માને છે.