Sunday, December 22, 2019

એસ .રામાનુજમ્ --- S.Ramanujam

➿➰〰✖️➗➖➕➿➰➖➰
*એસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી*
➕➖➗✖️➕➖➗✖️➕➖➗
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે *.

*↪️એસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .*

➡️તેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .

22 Dec

✅♦️👁‍🗨💠✅💠👁‍🗨🔰✅👁‍🗨🔰✅
*🔰ઈતિહાસમાં ૨૨ ડિસેમ્બરનો દિવસ*
✅♦️🔰✅🔰♦️💠✅🔰♦️🔰⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🚂ભારતની પહેલી ગુડ્સ ટ્રેન 🚂🚂*

વર્ષ 1851 ની 22 મી ડિસેમ્બરે આજના ઉત્તરાખંડના રુરકી નજીક ભારતની પહેલી ગુડ્સ ટ્રેન કાર્યરત થઈ હતી . કેનાલના બાંધકામ માટે અંગ્રેજોએ આ ટ્રેનની ી વ્યવસ્થા ઊભી કરી હતી . જોકે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ ભારતમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ - થાણે વચ્ચે થયો હતો .

૧૮૫૧ : ભારતમાં પ્રથમ માલગાડી શરૂ
ભારતમાં સૌ પ્રથમ માલગાડી ઉત્તરપ્રદેશના રુડકીથી શરૂ થઈ.

*➖➗✖️શ્રીનિવાસ રામાનુજન✖️➗➕*

*ભારતના પ્રબુદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 ની 22 મી ડિસેમ્બરે ચેન્નાઈમાં થયો હતો . ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી . તેમનો જન્મદિન ✔️✔️રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.*