🎥📽🎥📽🎥📽🎥📽🎥📽🎥
પદ્મભૂષણ-શ્રી પ્રાણ ક્રિશન સિકંદ
🕵♀🕵🕵♀🕵🕵♀🕵🕵♀🕵🕵♀🕵🕵♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨બોલીવુડના વિલન અને દમદાર ચરિત્ર ભૂમિકાઓ નિભાવનારા અભિનેતા પ્રાણે વર્ષ ૨૦૧૩માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેઓ શરૂઆતમાં ફોટોગ્રાફર બનવા માગતા હતા .
♻️પ્રાણ એટલે જીવન.
અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.
છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.
👁🗨♦️"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની વિલન તરીકેની અદાકારીનો એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.
🏆પ્રાણ સાહેબના કામને બોલીવુડે માન આપીને સર્વોચ્ચ સન્માન ‘દાદા સાહેબ ફાળકે - 2012 ’ એવોર્ડ મળ્યો હતો.
આખરે મોડું તો મોડું પણ પ્રાણ સાહેબના કામને સન્માન્યું ખરું
🏆બોલીવુડમાં યોગદાન બદલ કેન્દ્ર સરકારે તેમને ૨૦૦૧માં પદ્મભૂષણ સન્માન આપ્યું હતું.
🏆👁🗨પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.