Showing posts with label Article. Show all posts
Showing posts with label Article. Show all posts

Sunday, January 31, 2021

સૌથી મોટુ વિમાનવાહક જહાજ અને ભારત ના 2 વિમાનની માહિતી

🛩✈️🛩✈️🛩✈️🛩✈️🛩✈️🛩
*સૌથી મોટુ વિમાનવાહક જહાજ અને ભારત ના 2 વિમાનની માહિતી*
🛩✈️✈️🛩✈️🛩✈️🛩✈️🛩✈️


*1⃣🇦🇺🇦🇺અમેરીકા વિશ્વ નું સૌથી મોટુ વિમાનવાહક જહાજ “ગેરાલ્ડ આર ફોર્ડ”*

*2⃣🇮🇳🇮🇳🇮🇳ભારત નું વિમાન “તેજસ “*

*3⃣🇮🇳🇮🇳🇮🇳ભારત નું વિમાન રાફૈલ*

Tuesday, December 31, 2019

ધ મેનહટન પ્રોજેક્ટ --- The Manhattan Project

🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡
🎯🎯🎯ધ મેનહટન પ્રોજેકટ🎯🎯
🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉 મેનહટન પ્રોજેકટ કહેવામાં આવતા પ્રોજેકટ અંતર્ગત, યુનાઈટેડ સ્ટેટ્સે, યુનાઈટેડ કિંગડમ અને કૅનેડાની ભાગીદારીમાં, તેમના અનુક્રમે ટ્યુબ ઍલોઈઝ અને ચાક રિવર લેબોરેટરીઝ નામના ગુપ્ત પ્રોજેકટો સાથે મળીને, પ્રથમ આણ્વિક બૉમ્બ ડિઝાઈન કર્યા અને બનાવ્યા. અમેરિકનભૌતિકવિજ્ઞાની જે. રોબર્ટ ઓપેનહેઈમર આ વૈજ્ઞાનિક સંશોધનને નિર્દેશિત કરી રહ્યા હતા અને આ સમગ્ર પ્રોજેકટયુ.એસ. આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના જનરલ લેસ્લી ગ્રુવ્સની સત્તા હેઠળ હતો. હિરોશિમા પર નંખાયેલો બૉમ્બ, "લિટલ બૉય" એક તોપમાંથી નાખી શકાય તેવા પ્રકારનો બૉમ્બ હતો, જેને યુરેનિયમના દુર્લભ રાસાયણિક મૂળતત્ત્વનેખેંચવાથી મળતાં યુરેનિયમ-235નો ઉપયોગ કરીને ઓક રિજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો. 
👉16 જુલાઈ 1945ના, આલમોગોર્ડો, ન્યૂ મૅકિસકો નજીક, ટ્રિનિટી સાઈટ પર આ અણુબૉમ્બનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું. 
🛡🛡પરીક્ષણ માટેનું શસ્ત્ર, "ધ ગેજેટ," અને નાગાસાકી પર નાખવામાં આવેલો, 💣"ફૅટ મૅન" 💣બૉમ્બ, એ બંને અંદરની તરફ સ્ફોટ થાય તે પ્રકારનાં શસ્ત્રો હતાં, જેમને મુખ્યત્વે હૅનફોર્ડ, વૉશિંગ્ટન ખાતે ન્યુકિલઅર રિએકટરમાંબનાવેલા એક કૃત્રિમ ઘટક, પ્લુટોનિયમ-239નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં.

Monday, December 16, 2019

પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી --- Pakistan had surrendered before India

⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી
⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતીય સૈન્યે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હેલિકોપ્ટર્સ દ્વારા પ્રવેશી જઈને આતંકવાદી શિબિરોનું ર્સિજકલ ઓપરેશન કર્યું. એ પછી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી આકા હાફિઝ સઈદે કોઈ સ્થળેથી કહ્યું : ”પાકિસ્તાની સૈન્ય હવે ભારત પર ત્રાટકશે. અમે કાશ્મીર લઈને જ રહીશું. ભારતને તબાહ કરીશું.”

એ જ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ એવું નિવેદન કરી રહ્યા હતા કે, ”અમે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી. અમે ભારત સાથે એક સારા પાડોશી તરીકે રહેવા માગીએ છીએ.”

પાક. વડાપ્રધાન એક તરફ ભારત સાથે યુદ્ધ નહીં કરવાની વાત કરે છે તો બીજી બાજુ હાફિઝ સઈદ ભારત પર હુમલો કરી યુદ્ધ કરવાની અને કાશ્મીર પડાવી લેવાની વાત કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન કોણ ? નવાઝ શરીફ કે હાફિઝ સઈદ ?

પાકિસ્તાન ભારત સામે અનેક વાર યુદ્ધમાં હારી ચૂક્યું છે. પહેલાં સરદાર સાહેબે એને શિકસ્ત આપી. ત્યાર પછી લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. તે પછી ઈન્દિરા ગાંધીએ તો પાકિસ્તાનના બે ટુકડા કરી પાકિસ્તાનની આબરૂના કાંકરા કરી નાખ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઓકેમાં ર્સિજકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. પાકિસ્તાને અનેક વખત ભારત સાથે યુદ્ધ કરવા પ્રયાસ કર્યો છે અને દરેક વખતે તેનો નામોશીભર્યો પરાજય થયો છે. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું સૈન્ય ભારત સામે હાર્યું હતું અને તા. ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકામાં પાકિસ્તાનના લશ્કરી વડાએ તેમના સૈનિકો અને શસ્ત્રો સાથે ભારતના લેફ્ટ. જનરલ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

Saturday, December 7, 2019

એપોલો ૧૭ -- Apollo 17

✅♦️🔰♻️👁‍🗨🔰✅♦️⭕️
*🎍🔶🎍એપોલો ૧૭🔷♦️*
🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠એપોલો ૧૭ એ નાસાનાં એપોલો અભિયાનની અગીયારમી સમાનવ અવકાશ યાત્રા હતી. તે અમેરિકાનું પ્રથમ સમાનવ રાત્રી પ્રક્ષેપણ અને એપોલો અભિયાનનું છઠું અને છેલ્લું ચંદ્ર પર ઉતરાણ માટેનું ઉડયન હતું. આ મિશન ૭/૧૨/૧૯૭૨ નાં રોજ રાત્રે ૧૨:૩૩ EST સમયે શરૂ થયું અને ૧૯/૧૨/૧૯૭૨ નાં સમાપ્ત થયું. જેણે સમાનવ ચંદ્ર પર ઉતરાણ અને સમાનવ નિમ્ન ભૂ-ભ્રમણકક્ષાની બહાર ઉડયન એમ બન્ને કામો પુરા કર્યા.

*🎯ચાલકદળ*

કૌંસમાંનાં આંકડાઓ વ્યક્તિગત દરેકનાં આ મિશન અને આગલા અવકાશઉડાનનાં આંકડા દર્શાવે છે.

યુગેને એ.સેર્નાન (Eugene A. Cernan) (૩) - કમાન્ડર/નિયંત્રક (Commander)
રોનાલ્ડ ઇ.ઇવાન્સ (Ronald E. Evans) (૧) - નિયંત્રણ મોડ્યુલ ચાલક (Command Module Pilot)
હૈરીસન એચ.સ્મિટ (Harrison H. Schmitt) (૧) - લુનાર મોડ્યુલ ચાલક (Lunar Module Pilot)
લુ.મો.ચા. તરીકે ખરેખરતો 'જો એન્જલ' (Joe Engle) પસંદ થયેલ, પરંતુ જ્યારે એ નક્કિ થઇ ગયું કે એપોલો ૧૭ છેલ્લું ચંદ્ર ઉડાન બનવાનું છે, તો વૈજ્ઞાનિક સમુદાયોએ નાસાને એક વૈજ્ઞાનિક અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતરાણ માટે પસંદ કરવા દબાણ કર્યું. આને કારણે સ્મિટ,નિષ્ણાત ભૂ-વૈજ્ઞાનિકને તક મળી, અને તેને રદ કરાયેલ એપોલો ૧૮ ની ટુકડીમાંથી દુર કરી,એન્જલનાં સ્થાને એપોલો ૧૭ માં સમાવાયો.

Sunday, December 1, 2019

બીએસએફ ની સ્થાપના --- The establishment of BSF

👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂
*આજના દિવસે ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની સ્થાપના*
👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂👮‍♀👮‍♂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🎯❇️❇️1 ડિસેમ્બર, ઇતિહાસના પન્નાઓને ઉથલાવીએ તો જાણવા મળે કે દેશ અને દુનિયામાં આજના દિવસે અનેક ઘટનાઓ ઘટી ગઇ છે ત્યારે આજના દિવસે ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી. તો એક નજર કરીએ બીએસએફના સ્થાપના દિવસે તેમની કામગીરી પર.

*👮‍♀👮‍♂સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિ~યુરિટી ફોર્સ ભારતનું એક પ્રમુખ અર્ધસૈનિક દળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ છે.* 
👥આ દળની સ્થાપના આજના દિવસે એટલે કે 1 ડિસેમ્બર, 1965માં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર સતત નજર રાખવાની, ભારત ભૂમીની રક્ષા અને આંતરષ્ટ્રીય ગુનાઓને રોકવાની છે.

Thursday, November 14, 2019

બાળ અધિકાર ---- Child Rights

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🔰🔰બાળ અધિકાર🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

*બાળકોએ સમાજનું એક અભિન્ન અંગ છે. તથા તે સમાજનો મહત્‍વનો હિસ્‍સો છે. એક સુરક્ષિત, તંદુરસ્‍ત અને શિક્ષિત બાળક ભવિષ્‍યમાં સુદ્રઢ સમાજનું નિર્માણ કરે છે. તે ધ્‍યાને લઇ બાળકોને વિવિધ અધિકારો આપવામાં આવે છે.*


💠👉ગુજરાત રાજય બાળ અધિકાર સરંક્ષણ આયોગ
આ કમિશન આદેશ થી તમામ કાયદા પોલિસીઓ, રાજ્યમાં કાર્યક્રમો, વહીવટી તંત્ર અને પ્રવૃત્તિઓ, નું સંચાલન સરકારી કે એનજીઓ દ્વારા થાય છે
બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન (UNCRC), 1989.
કમિશનરના આદેશ બાળકો ગૌરવ સાથે એક જીવન જીવી અને તેમના અવાજો દરેક સ્તરે અત્યંત ઇમાનદારી અને અગ્રતા સાથે સાંભળ્યું છે તેની ખાતરી કરવા માટે છે. GSCPCR પ્રોત્સાહન અને બાળકો શ્રેષ્ઠ હિતમાં રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે.

Saturday, November 9, 2019

આરઝી હકુમત --- Arzy Rakup

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ઐતિહાસીક તવારીખ માટે મહત્વનો દિવસ છે.*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

🎯👉15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી. પરંતુ આ આઝાદી જૂનાગઢવાસીઓ માટે ન હતી. *નવાબની ઇચ્છા પાકિસ્તાનમાં ભળવાની હોય ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી.* 
આ આઝાદી માટે *આરઝી હકુમતની સ્થાપના* સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચુકવવી પડી હતી. 
🎯🔰બાદમાં 9મી નવેમ્બરનાં રોજ જૂનાગઢનાં છેલ્લા નાયબ દિવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબ્જો વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રિજીયોનલ કમિશ્નર નિલમ બુચને સોંપતા જ જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું.

🇮🇳15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે *જૂનાગઢ સ્ટેટનાં છેલ્લા નવાબ મહાબતખાનજીએ* જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતા જ જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું. બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડવવાના પક્ષમાં હતી. 

🎯👉🔰તા.24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે, જૂનાગઢ મે સે પાકિસ્તાન જાના ચાહિએ ‘’ જેના અનુસંધાને *25 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇનાં માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠનાં અધ્યક્ષ સ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી અને આરજી હકુમતના સરનશીન તરીકે શામળદાસ ગાંધી પર કળશ ઢોળાયો તેમજ અમૃતલાલ શેઠે તેઓને સમશેર પણ ભેટ આપી હતી.*

Wednesday, October 2, 2019

Mahatma Gandhi --- મહાત્મા ગાંધી

Mahatma Gandhi
Indian lawyer
Image result for Mahatma Gandhi

Description

Mohandas Karamchand Gandhi was an Indian lawyer, anti-colonial nationalist, and political ethicist, who employed nonviolent resistance to lead the successful campaign for India's independence from British Rule, and in turn inspire movements for civil rights and freedom across the world. Wikipedia
Born2 October 1869, Porbandar
Full nameMohandas Karamchand Gandhi
Assassinated30 January 1948, New Delhi
SpouseKasturba Gandhi (m. 1883–1944)

Happiness is when what you think, what you say, and what you do are in harmony.
The weak can never forgive. Forgiveness is the attribute of the strong.
Where there is love there is life.

Saturday, September 14, 2019

હૈદરાબાદમાં પોલીસ પગલા --- Police action in Hyderabad

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠
*♻️હૈદરાબાદમાં પોલીસ પગલાં*
🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 💠13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 💠15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.*

*♻️💠ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે* *💠🎯ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.🎯🎯*

*💠🎯👉હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.*

Saturday, September 7, 2019

લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં --- In London, in 1931, the second round of conference began, just as Gandhi was present from the Congress

🔘👇🔘👇🔘👇🔘👇🔘👇🔘
*લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં.*
👇🔘👇🔘👇🔘👇🔘👇🔘👇
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🗣👁‍🗨♦️ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.*

*♻️💠શાહી અંગ્રેજી હકુમત માત્ર ન્યાયનું નાટક કરવાના ઈરાદાથી વાટાઘાટ કરવા બોલાવે છે અને પોતાની એક વાત પણ સ્વીકારાવાની નથી તે વાત જગજાહેર હોવા છતાં ગાંધીજીએ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કરેલો ઐતિહાસિક આગબોટ પ્રવાસ.*

*🎯💠♻️વિષ્ણુ પંડયાની નોંધ અનુસાર, ગાંધીજી ગોળમેજી પરિષદ માટે આવ્યા ત્યારે આપણા બે ગુજરાતીઓ અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્દુલાલે તેમને ‘આર્યભુવન’માં રહેવા આમંત્રણ આપ્યું અને પછી તો મહેફિલ જામી – સાર્વજનિક પ્રશ્નોનાં ચિંતનની! ઇન્દુલાલ યાજ્ઞિકના લંડનનિવાસ દરમિયાન જ આપણા ગુજરાતને માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી તે તેમણે લખેલા શ્યામજી કૃષ્ણવર્માનાં સર્વ પ્રથમ અધિકૃત જીવનચરિત્રની છે. ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સ્મૃતિ તે ‘ડાયોસ્પોરા’ની મોટી ઘટના ના ગણાય ?*
*🎯🔰👉બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું.*
*દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.*
👇👇👇👇👇👇👇

નવજીવન સાપ્તાહિક -- Regeneration weekly

🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞
*📜📜નવજીવન સપ્તાહીક📜📜*
🗞📃🗞📃🗞📃🗞📃🗞📃🗞
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*ઘણા લોકો ને એ ખ્યાલ નહી હોય કે *નવજીવન* ની શરૂઆત ઈન્દુલાલ યાજ્ઞિકે કરી હતી....*

*2015ની સાલમાં ઈન્દુલાલ યાજ્ઞિકના 🙏‘નવજીવન અને સત્ય’🙏 💠માસિકનું 💠શતાબ્દી વર્ષ હતું.*

(ઈન્દુલાલ યાજ્ઞિકે શરૂ કરેલું ‘નવજીવન અને સત્ય’ *માસિક* ગાંધીજીએ લઈને એને ‘નવજીવન’ *સાપ્તાહિક* તરીકે ચલાવ્યું. )

🎯👉1915માં ઈન્દુચાચાએ શરૂ કરેલ આ માસિક તેમણે ચાર વર્ષ સુધી ચલાવી 1919માં તે મહાત્મા ગાંધીને સુપરત કર્યું. બાદ *💠🎯🔰તા.07-09-1919ના રોજ મહાત્મા ગાંધીએ તેને ‘નવજીવન’ સાપ્તાહિક તરીકે પ્રસિદ્ધ કરીને ભારતમાં અંગ્રેજ શાસનમાં પત્રકારત્વમાં લોકજુવાળ અને નીડરતાનો એક નવો અધ્યાય શરૂ કર્યો.*

Sunday, August 25, 2019

How To Read & What to Read for DY.SO & dy. Mamltdar

જ્ઞાન સારથિ, [24.08.19 21:30]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://telegram.me/gyansarthi/56588
*🙏સર્વે મિત્રોને મારા જય માતાજી🙏*
*⭕️🛑Plz don't copy if you can't paste as it is*
👩‍🎓👨‍🎓👨‍💻👩‍💻👨‍🏭👩‍🏭👨‍🏫👨‍💼👩‍🔧👨‍🔧👩‍🔬
*👩‍🚒👨‍⚖👨‍🔬👩‍⚖યવા વિચાર👩‍🔬👩‍🎨👩‍💻*
👨‍🏫👩‍🍳👩‍🎓👨‍💻👩‍⚕🕵‍♂🕵‍♀💂‍♂💂‍♀👷‍♂👩‍🚀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏* (ભાગ 1)
*👉નાનો વિચાર પણ મોટો ચમત્કાર સર્જી શકે છે*
*🎯👉આપણા બધાની સોથી મોટી વિડંબના એ છે કે સહેલું કોઈને કરવું નથી ને અઘરું કોઈ થી થતું નથી*
*👁‍🗨 મારા વિચારોને નવા રૂપ સાથે આપ બઘા સમક્ષ રજૂઆત કરવા માટે મારી આજની નવી કોલમ.*
*🎯નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર(DY.SO & dy. Mamltdar) પ્રિલીમીનરી પરીક્ષા માટે ઉપયોગી મારી અનુભવવાણી🎯*
એક એક શબ્દ ને ધ્યાન થી વાંચજો..

Thursday, August 22, 2019

One Nation One Election

ફેની ચક્રવાત --- Feni Cyclone

Cyclone Fani
2019 tropical cyclone

Description

Extremely Severe Cyclonic Storm Fani was the strongest tropical cyclone to strike the Indian state of Odisha since the 1999 Odisha cyclone. Wikipedia
Highest wind speed250 km/h
Date26 April 2019 – 5 May 2019
Damage$8.1 billion (2019 USD)
CategoryCategory 4 Hurricane (SSHWS), Extremely Severe Cyclonic Storm (IMD)