Thursday, November 7, 2019

Chandrasekhara Venkata Raman (C. V. Raman) --- ચંદ્રશેખર વેંકટ રમન (સી. વી. રમણ)

સી. વી. રામન -- C. V. Raman

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
■ સી. વી. રામન ■
🔰🔘🔰🔘🔰🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. અહીં તેમના જન્મ અને બાળપણ, રામન અસર અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે ચર્ચા કરીશું. સર ચંદ્રશેખર વેંકટ રામન એ રામન અસરની શોધ કરી તે દિવસને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.🎯👉28 ફેબ્રુઆરી.

જન્મ અને બાળપણ :-

સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.

7 Nov

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*ઈતિહાસમાં 7 નવેમ્બરનો દિવસ*
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🔰અમેરિકાની વિવાદાસ્પદ ચૂંટણી🔰*

7 નવેમ્બર, 2000ના રોજ જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચે યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ ચૂંટણીમાં અલ ગોરની લોકપ્રિયતા વધુ હોવા છતાં તેઓ હાર્યા હતા.

*📻વિશ્વનું પ્રથમ ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન📻*

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત WXYC (89.3 FM) રેડિયો સ્ટેશને 7 નવેમ્બર, 1994ના રોજ વિશ્વમાં સૌ પ્રથમ ઈન્ટરનેટ રેડિયો સ્ટેશનનો સફળ પ્રયોગ કર્યો હતો.

7 Nov 2019 -- NC