Thursday, May 23, 2019

23 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🔰ઈતિહાસમાં 23 મેનો દિવસ🔰🔰

🐢🐢🐢વિશ્વ કાચબા દિવસ🐢🐢🐢

વિશ્વ કાચબા દિવસ , મે ૨૩ , ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરાયું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે. 

કાચબા દિવસને વિશ્વભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. ક્યાંક કાચબા જેવી વેશભૂષા કરીને તો ક્યાંક હાઇ-વે પર લઈ જવાતા કાચબાઓને બચાવીને, તો ક્યાંક સંશોધન કરીને.

🐢મદદ કરતી સંસ્થાઓ

૧૯૯૦માં સ્થપાયેલી, 'અમેરીકન ટોર્ટોઈસ રેસ્ક્યૂ' નામની સંસ્થા વિશ્વ કાચબા દિવસની પ્રાયોજક છે. 🐢ધ 'હ્યુમૅન સોસાયટી ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ' દ્વારા વિશ્વમાં ચાલતા કાર્યક્રમોમાં કાચબા વિકાસની પ્રવૃત્તિ કેવી ચાલે છે તેનું અધ્યયન કરવામાં આવે છે.

વિશ્વ કાચબા દિવસ --- World Turtle Day

🙏હું યુવરાજસિંહ જાડેજા વિશ્વ કાચબા દિવસ નિમિત્તે આજે આ અમૂલ્ય વાર્તા આપને રજૂ કરી રહ્યો છું.. જેના બોધપાઠ આ સ્પર્ધાત્મક યુગમાં આપ સર્વ ને ઉપયોગી નીવડે તે હેતુસર આ વાર્તા.....

🐢🐢🐢કાચબો અને સસલું🐢🐢🐢

મિત્રો નાનપણ માં લગભગ આપણે બધાએ કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી અથવાતો વાચેલી છે.
અહી એના ચાર પ્રકરણ રજુ કરું છું

🐢કાચબો અને સસલું - પ્રકરણ પહેલું 🐢🐢🐢🐢

એકવખત એક સસલાએ કાચબા જોડે શરત મૂકી કે કોણ પહેલા પોચે.
કાચબો સમજી ગયો કે એ મને નીચો દેખાડવા માંગે છે. છતાં કાચબાએ શરત સ્વીકારી.
બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલું તો ભાગી ને આગળ નીકળી ગયો, અડધે પોચી સસલાને વિચાર આયવો કે આ કાચબો મારાથી તો આગળ જઈ નહિ શકે, તો શા માટે હું ભાગીને આગળ જાવ, અહી કાચબાની રાહ જોઈ થોડો આરામ પણ કરી લવ. એટલું વિચારી સસલો એક ઝાડ નીચે આરામ થી બેસી ગયો, થોડી વાર થઇ ત્યાં કાચબો ત્યાં પહોચ્યો અને એણે જોયું કે સસલો તો સુઈ ગયો છે એટલે એણે આગળ જવાનું ચાલુ રાખ્યું ને સસલાને સુવાજ દીધો.
સસલો સુતો રહ્યો એટલામાં કાચબો પહોચીને જીતીગયો, બધા લોકો ખુશ થયા ને તાળીઓ પાડવા માંડ્યા, તાળી નો આવાજ સાંભળી સસલો ઉઠી ગયો ને ભાગવા માંડ્યો, એટલે ખબર પડી કે કાચબો તો જીતી ગયો.
મોઢું નાનું થઇ ગયું ને બધું અભિમાન ઉતરી ગયું.

Election 2019