Thursday, September 19, 2019

ભીખુદાન ગઢવી -- Bhikhudan Ghadhi

Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
પજ્ઞશ્રી ભીખુદાન ગઢવીને સંત તુલસીદાસ એવોર્ડથી કરાયા સન્માનિત✅✅✅
💠💠💠💠💠💠♻️💠♻️♻️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📌📌તુલસી એવોર્ડમાં વંદનાપાત્ર સુતરની માળા, શાલ, અને રૂ.૧.રપ લાખનો પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે 

♦️♦️♦️પદ્મશ્રાી ભીખુદાન ગઢવીને ✅રાજસ્થાન ✅સરકારે આપ્યો તુલસીદાસ એવોર્ડ સૌપ્રથમ ગુજરાતી કલાકારને મળ્યું આ સન્માન

👉👉જૂનાગઢ નિવાસી પજ્ઞશ્રી ભીખુદાન ગઢવીને હાલમાં ભોપાલમાં એક સમારોહમાં સંત તુલસીદાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

👉👉છેલ્લા પચાસ વર્ષથી લોકસાહિત્ય અને સામાજિક કાર્યકર રહેલા ભીખુદાન ગઢવી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં જન્મ્યા હતા. ત્યારબાદ તેઓ જૂનાગઢ શહેરામાં પોતાનું નિવાસ સ્થાન બનાવી લીધું છે.

👉👉કાઠિયાવાડના સાહિત્યને દુનિયાભરમાં રહેનારા ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

હરીન્દ્ર દવે --- Harindra Dave

*🙏હરીન્દ્ર દવેના જન્મ દિવસ પર હરીન્દ્ર દવેએ લખેલી મારી સૌથી પ્રિય કવિતા – માધવ ક્યાંય નથી મધુવનમાં👏*

*ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :*
*માધવ કયાંય નથી મધુવનમાં.*

*કાલિન્દીના જલ પર ઝૂકી*
*પૂછે કદંબડાળી:*
*યાદ તેની બેસી અહીં વેણુ*
*વાતા’તા વનમાળી ?*

*લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :*
*માધવ કયાંય નથી મધુવનમાં…*

19 Sep

👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
*ઈતિહાસમાં 19 સપ્ટેમ્બરનો દિવસ*
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*🎯૧૯૬૫ - ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું નિધન*

*🎯૧૯૬૮ - ન્યૂયોર્ક ખાતે ચેસ્ટર કાર્લસન નામના અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારકનું અવસાન. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી.(જ. ૧૯૦૬)*

*🗣✅આઇસમેનનું મમી મળ્યું🗣✅*

વર્ષ 1991ની 19 સપ્ટેમ્બરે જર્મન પ્રવાસીઓને આલ્પ્સની પર્વતમાળામાં સાડા દસ હજાર ફૂટની ઊંચાઈએથી થીજી ગયેલા માણસનું શરીર મળ્યું હતું. આ શરીર ઇસ્વીસન પૂર્વે 3300 વર્ષના માણસનું હોવાનું ખૂલ્યું હતું.
🗣વર્ષ ૧૯૯૧માં આજના દિવસે ઓસ્ટ્રિયા-ઇટાલીની બોર્ડર પર આલ્પ્સની પર્વતમાળામાંથી બે જર્મન પર્વતારોહકને પાંચ હજાર વર્ષ પહેલા અસ્તિત્ત્વ ધરાવતા હિમયુગના માનવીનું કંકાલ મળ્યુ હતું, જેને ઓટ્સી ધ આઇસમેન નામ અપાયુ છે.

*😊😊😊સ્માઇલીની શોધ🙃🙃🙃*

અમેરિકાની કાર્નેગી મેલન યુનિ.ના કમ્પ્યુટર વિજ્ઞાની સ્કોટ ફલમેને 1982ની 19 સપ્ટેમ્બરે પહેલીવાર સ્માઇલી વિશે સત્તાવાર નોંધ મૂકી હતી. જોક્સ રજૂ કરવા :-) અને :-( પ્રકારની સાઇન ઇમોશન્સ આજે લોકપ્રિય બન્યાં છે.