Tuesday, May 21, 2019

21 May

Yuvirajsinh Jadeja:
ઈતિહાસમાં ૨૧ મેનો દિવસ


♦️🇮🇳રાજીવ ગાંધીની હત્યા🇮🇳♦️

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચારમાં ચેન્નાઈથી ૪૦ કિ .મી. દૂર શ્રીપેરુમ્બદુરમાં પ્રચાર અર્થે ગયા હતા , જ્યાં થેનમોઝી રાજરત્નમે શરીર પર બાંધેલા ૭૦૦ ગ્રામ RDXનો વિસ્ફોટ કર્યો હતો , તેમાં રાજીવ ગાંધીનું અવસાન થયું હતું .

🔆ચેન્નાઈ પાસેના શ્રીપેરુમ્બદુરમાં ચૂંટણી સભા માટે ગયેલા રાજીવ ગાંધીની મહિલા સુસાઇડ બોમ્બરે 1991 ની 21 મેના રોજ વિસ્ફોટ કરી હત્યા કરી હતી . શ્રીલંકામાં LTTEના ઉગ્રવાદીઓ સામે લડવા ભારતીય લશ્કર મોકલવાના રાજીવના નિર્ણયનો તમિળ વ્યાઘ્રોએ બદલો લીધો હતો

🔆♦️આર્કટિક પર પહેલો વિજ્ઞાની♦️💢

પૃથ્વીની ટોચ પર બરફાચ્છાદિત આર્કટિક સમુદ્રમાં આવેલા નોર્થ પોલ પર 1937 ની 21 મેએ રશિયન વિજ્ઞાનીઓ સૌથી પહેલા પહોંચ્યા હતા . બરફના સંશોધન પરથી પૃથ્વીના ઇતિહાસ અને ભવિષ્યની વૈજ્ઞાનિક જાણકારી મેળવવાના આ મિશનનું નેતૃત્ત્વ વિજ્ઞાની ઇવાન પાપાનીને લીધું હતું.