Monday, December 16, 2019

પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી --- Pakistan had surrendered before India

⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી
⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતીય સૈન્યે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હેલિકોપ્ટર્સ દ્વારા પ્રવેશી જઈને આતંકવાદી શિબિરોનું ર્સિજકલ ઓપરેશન કર્યું. એ પછી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી આકા હાફિઝ સઈદે કોઈ સ્થળેથી કહ્યું : ”પાકિસ્તાની સૈન્ય હવે ભારત પર ત્રાટકશે. અમે કાશ્મીર લઈને જ રહીશું. ભારતને તબાહ કરીશું.”

એ જ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ એવું નિવેદન કરી રહ્યા હતા કે, ”અમે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી. અમે ભારત સાથે એક સારા પાડોશી તરીકે રહેવા માગીએ છીએ.”

પાક. વડાપ્રધાન એક તરફ ભારત સાથે યુદ્ધ નહીં કરવાની વાત કરે છે તો બીજી બાજુ હાફિઝ સઈદ ભારત પર હુમલો કરી યુદ્ધ કરવાની અને કાશ્મીર પડાવી લેવાની વાત કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન કોણ ? નવાઝ શરીફ કે હાફિઝ સઈદ ?

પાકિસ્તાન ભારત સામે અનેક વાર યુદ્ધમાં હારી ચૂક્યું છે. પહેલાં સરદાર સાહેબે એને શિકસ્ત આપી. ત્યાર પછી લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. તે પછી ઈન્દિરા ગાંધીએ તો પાકિસ્તાનના બે ટુકડા કરી પાકિસ્તાનની આબરૂના કાંકરા કરી નાખ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઓકેમાં ર્સિજકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. પાકિસ્તાને અનેક વખત ભારત સાથે યુદ્ધ કરવા પ્રયાસ કર્યો છે અને દરેક વખતે તેનો નામોશીભર્યો પરાજય થયો છે. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું સૈન્ય ભારત સામે હાર્યું હતું અને તા. ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકામાં પાકિસ્તાનના લશ્કરી વડાએ તેમના સૈનિકો અને શસ્ત્રો સાથે ભારતના લેફ્ટ. જનરલ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

16 Dec

🔷💠👁‍🗨🔷💠👁‍🗨🔷💠👁‍🗨🔷👁‍🗨
*⛳️ઈતિહાસમાં 16 ડિસેમ્બરનો દિવસ*
🔶✅♻️🔶♻️🔶♻️🔶✅♻️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🕴🕴1971 નું યુદ્ધ ભારત જીત્યું🕴*

પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર અત્યાચાર ગુજારનારી પાકિસ્તાની સેનાને ઘૂટણિયે પાડીને ભારતે 1971 નું યુદ્ધ 16 ડિસેમ્બરે જીત્યું હતું . પાકિસ્તાની જનરલ નિયાઝી સહિત 90 ,000 ના લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી .

*✌️🙌🏻💤વિજય દિવસ💤✌️🙌🏻✌️*

વર્ષ ૧૯૭૧માં આજના દિવસે ભારતે ૧૩ દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના ૯૦ ,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા . પાક .ના લેફ્ટ. જનરલ એ. કે . નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો .


આજે વિજય દિવસ: ભારત સામે પાક સૈન્ય 'નતમસ્તક' થઈ ઘૂંટણિયે પડ્યું, નવા દેશનો થયો ઉદય આજે 16મી ડિસેમ્બર 2017નો દિવસ ખાસ છે. કારણ કે આ દિવસ એ ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 46 વર્ષ પહેલા 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાને સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.