🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
*ઈતિહાસમાં ૨૬ સપ્ટેમ્બરનો દિવસ*
🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
*©યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723🙏*
*⭕️💠⭕️મનમોહન સિંહ⭕️💠⭕️*
ભારતના ૧૪મા વડાપ્રધાન તરીકે વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી કાર્યરત રહેલા ડો. મનમોહન સિંહનો જન્મ વર્ષ ૧૯૩૨માં આજના દિવસે થયો હતો. ડો. સિંહ વડાપ્રધાન બનતાં પહેલા RBIના ગવર્નર અને પ્લાનિંગ કમિશનમાં પણ રહી ચૂક્યા હતા.
*🎤🎬🎤દેવ આનંદ🎤🎬🎤🎬*
સદાબહાર અભિનેતા ધરમ દેવદત્ત પિશોરીમલ આનંદનો જન્મ વર્ષ ૧૯૨૩માં આજના દિવસે હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શંકરગઢમાં થયો હતો. દેવ સાહેબને વર્ષ ૨૦૦૧માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત થયો હતો.
*➖➗✖️E=mc2ની શોધ💱✖️➗➖*
પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇનસ્ટાઇને પદાર્થનું દળ અને ઊર્જા વચ્ચેનો સંબંધ સમજાવતું સૂત્ર 1905ની 27 સપ્ટેમ્બરે દુનિયા સામે મૂક્યું હતું. ભૌતિકશાસ્ત્રની સૌથી જૂની જરનલ Annalen der Physikમાં તેમણે આ સૂત્ર અને તેની સમજ રજૂ કરતું અભ્યાસપત્ર પ્રકાશિત કર્યું હતું.