Tuesday, June 11, 2019

રામ પ્રસાદ 'બિસ્મિલ' --- Ram Prasad 'Bismil'

⚔⚔રામ પ્રસાદ 'બિસ્મિલ'⚔⚔

♦️♦️‘સરફરોશી કી તમન્ના’ને સૂત્ર બનાવી દેશના ધબકારામાં પરિવર્તિત કરવાવાળા સ્વતંત્રતા સેનાની શહીદ રામ પ્રસાદ બિસ્મિલનો આજે ૧૨૦મો જન્મદિવસ છે. 
૧૧ જુન ૧૮૯૭ના રોજ જન્મેલા બિસ્મિલ ફક્ત ૩૦ વર્ષની ઉમરે હસતા હસતા ફાંસીના ફંદે ચડી ગયા હતા અને દેશ માટે પોતાની જિંદગી ન્યોછાવર કરવાથી પાછળ નોહતા હટ્યા.

♻️🔰બિસ્મિલને દુનિયા એક ક્રાંતિકારી તરીકે યાદ રાખે છે પરંતુ તમને જણાવી દઈએ કે તેઓ ફક્ત એક શાયર જ નોહતા પણ ઇતિહાસકાર અને અનુવાદક પણ હતા. ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં મુરલીધર અને મુલમતીના ઘરમાં જન્મી બિસ્મિલે અંગ્રેજી સ્કુલમાં શિક્ષણ લીધું હતું. જો કે તેમણે હિન્દી તેમના પિતા અને ઉર્દુ એક મૌલવી પાસે શીખી હતી. બિસ્મિલને તેમના મિત્રો શબ્દોના જાદુગર કહ્યા કરતા હતા. બિસ્મિલ શાયર હતા અને ઉર્દુ તેમજ હિન્દી બન્ને ભાષાઓ પર તેમનું સારું પ્રભુત્વ હતું.

♻️♻️♻️કેવી રીતે રચવામાં આવી ‘સરફરોશી કી તમન્ના’♻️♻️

બિસ્મિલની સૌથી પ્રખ્યાત રચના ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’ રચવા પાછળ પણ એક રોચક કહાની છે. દુનિયા જાણે છે કે બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં જીગરી દોસ્ત હતા.

11 June

💮સવતંત્રતા સેનાની કવિ રામપ્રસાદ બિસ્મિલ નો જન્મ 1897

➡️"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે" ગીતની રચનાકાર

💮ભારત અને માલદિવ વચ્ચે ફેરી સરું થશે. ભારત માલદિવ ને ક્રિકેટ સ્ટેડિયમ ગિફ્ટ આપશે.

💮પાલીતાણાના વડાલ ખાતે એસિટિક લાયન  કૅર નું લોકાર્પણ.

💮મહિલા ની સુરક્ષા માટે કર્ણાટક સરકારે "પિન્ક સારથી વાહન" લોન્ચ કરિયા.

💮તાજેતર ભૂટાન  સમલિંગીતા સંબધ ને માનિયા રાખિયો.

💮આધ્રપ્રદેશ ની પ્રથમ દલિત મહિલા હોમ મિનિસ્ટર મેકાથોતી બની.

💮આતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી યુવરાજ સિંઘ એ નિવૃત્તિ લીધી.

રામ પ્રસાદ બિસ્મિલ --- Ram Prasad Bismil

🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰
❓❓❓શું હતો કાકોરી કાંડ❔❔❔
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

બિસ્મિલ અને તેના સાથીઓને જો કોઈ ઘટના માટે સૌથી વધારે યાદ કરવામાં આવે છે તો તે છે કાકોરી કાંડ. બિસ્મિલે પોતાના સાથીઓ સાથે મળીને ૯ ઓગષ્ટ ૧૯૨૫ ના રોજ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. બિસ્મિલની યોજના અનુસાર દળના જ એક પ્રમુખ સભ્ય રાજેન્દ્રનાથ લાહિડીએ ૯ ઓગ્ષ્ઠ ૧૯૨૫ના રોજ લખનૌ જિલ્લાના કાકોરી રેલવે સ્ટેશનથી છુટેલી આઠ ડાઉન સહારનપુર-લખનૌ પેસેન્જર ટ્રેનને ચેન ખેંચી રોકી અને બિસ્મિલના નેતૃત્વમાં અશફાક ઉલ્લા, પંડિત ચંદ્રશેખર આઝાદ અને છ અન્ય સહયોગીઓની મદદથી સમગ્ર ટ્રેન પર હુમલો બોલાવી સરકારી ખજાનો લુંટી લીધો હતો

🙏🙏બાદમાં બિસ્મિલ સહીત 3 ક્રાંતિકારીઓને બ્રિટીશ હકૂમતે ફાંસીની સજા સંભળાવી હતી. ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના રોજ ગોરખપુર જેલમાં બિસ્મિલને ફાંસી આપવામાં આવી હતી.

🔰✅🔰સ્વતંત્રતા સેનાની રામ પ્રસાદ'બિસ્મિલ'ની અજાણી વાતો✅🔰✅