Tuesday, January 22, 2019

વાસી અબ્બાસ અબ્દુલ અલી -- Wasi Abbas Abdul Ali


👉 સવિશેષ પરિચય

🔶🔶🔶   મરીઝ 🔷🔷🔷🔷

🔸વાસી અબ્બાસ અબ્દુલઅલી, ‘મરીઝ’ (૨૨-૧-૧૯૧૭, ૧૯-૧૦-૧૦૮૩) : ગઝલકાર. જન્મ સુરતમાં, અભ્યાસ બે ધોરણ સુધી, વ્યવસાયે પત્રકાર.

🔹આ  થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.

‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, ભગ્નપ્રણયની વ્યથા વિશે, દોસ્તો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા અશઆર આપ્યા છે, જેમાંના ઘણા યાદગાર છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં અર્થઘન અને માર્મિક વાત કહે છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચકલી કવિતાના સર્જક છે.