🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 17 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠👁🗨👁🗨💠💠👁🗨👁🗨💠💠👁🗨
*૧૭ નવેમ્બર નેશનલ એપિલેપ્સિ ડેઃ આંચકીની સારવાર શક્ય છે. પુર્વગ્રહ છોડો.*
🔰🔰🔰👁🗨👁🗨👁🗨🔰🔰🔰👁🗨👁🗨
*"ઇન્ડિયન મેડિકલ એસોસિએશન" તથા "ઇન્ડિયન એપિલેપ્સી સોસાયટી" દ્વારા દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસને "નેશનલ એપિલેપ્સી ડે" તરિકે ઉજવવામાં આવે છે.* આ દિવસે *એપિલેપ્સી અર્થાત આંચકી કે વાઇથી પીડિત દર્દિઓ તથા તેના સગા સ્નેહીઓ માટે વિવિધ જન-જાગૃતી કાર્યક્રમો યોજવામાં આવે છે.* તેમજ સારવાર અંગે ની સમજ આપવામાં આવે છે.
*વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ પ્રમાણે હાલ વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારી થી પીડાય છે.જે પૈકી ૮૦% લોકો ભારત જેવા વિકાસશિલ દેશોમાંના છે. આંચકીની બિમારીમાં ૭૦% કરતા વધુ કેસમાં દવાઓ અકસિર પુરવાર થાય છે પરંતુ દુર્ભાગ્યે અરધા કરતા વધુ લોકો સુધી જાગૃતીના અભાવે આ દવાઓ પહોંચી શકતી નથી. તેઓ ગેરમાન્યતાને લીધે, માહીતીના અભાવે કે સાથે સંકળાયેલ પુર્વગૃહની ભાવનાથી સારવારથી દુર રહે છે અને ઓચિંતા રસ્તા પર, વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બને છે. અને ક્યારેક તે જીવલેણ પુરવાર થાય છે.*