Wednesday, May 8, 2019

8 May

🐾✏️ઈતિહાસમાં ૮ મેનો દિવસ✏️🐾

🀄️🀄️રેડક્રોસ ડે - થેલેસેમીયા ડે📌📌

રેડક્રોસના સ્થાપક હેનરી ડ્યુનંટની યાદમાં તેમના જન્મદિને સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવાય છે. આ સાથે આજે થેલેસેમીયાથી પીડાતા દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે પણ ઉજવાય છે.

🔻‼️📚ચિન્મયાનંદ સરસ્વતી🔆♦️💢

ભારત સહિત વિશ્વમાં ગીતા-ઉપનિષદનું જ્ઞાન વહેંચવા માટે ચિન્મય મિશનના ૩૦૦થી વધુ કેન્દ્રની સ્થાપના કરનારા સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૬માં કેરળના એર્નાકુલમ ખાતે થયો હતો .

‼️🔻રેમો ફર્નાન્ડિઝ🔻‼️

પોપ , રોક, ફ્યુઝન મ્યુઝિકની સાથે બોલિવૂડના લોકપ્રિય પ્લેબેક સિંગર રેમોનો જન્મ આજના િ દવસે વર્ષ ૧૯૫૩માં ગોવા ખાતે થયો હતો . તેણે માત્ર ૧૪ વર્ષની વયે પોતાનું બેન્ડ ' બીટ ૪ ' બનાવ્યું હતું .

ક્વીન ઓફ ઠુમરી - ગિરિજા દેવી --- Queen of Thumri - Girija Devi

✅🔶♦️✅♥ ક્વીન ઓફ ઠૂમરી - ગિરિજા દેવી ♥*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
👉🏻 ભારતમાં શાસ્ત્રીય ગાયકીમાં જેનું નામ સૌથી પહેલી હરોળમાં લેવામાં આવે છે તેવાં ગિરિજા દેવીનું ભારતીય પરંપરાગત ગાયકીને જીવંત રાખવામાં અનન્ય યોગદાન છે.

👉🏻 ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ' થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

👉🏻 ગિરિજા દેવીનો જન્મ ૮ મે, ૧૯૨૯ના વારાણસી ખાતે થયો હતો.

👉🏻 ગિરિજા દેવીના પિતા સંગીતનું ઘણું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ખૂબ સારાં હાર્મોનિયમ વાદક હતા. જેનો લાભ બાળપણથી જ ગિરિજા દેવીને મળ્યો હતો.