Sunday, June 23, 2019

23 જૂન 1980 ના રોજ વિમાન દુર્ઘટના માં સંજય ગાંધીનું થયું હતું મોત --- Sanjay Gandhi died in a plane crash on June 23, 1980...

👁‍🗨💠💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
23 જૂન 1980 ના રોજ વિમાન દુર્ઘટના માં સંજય ગાંધીનું થયું હતું મોત
⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાજીવ ગાંધીના નાના ભાઇ સંજય ગાંધી એક સમયે ઇંદિરા ગાંધીના રાજનૈતિક વારસદાર હતા. ઇંદિરા ગાંધીએ પણ એ વાત ક્યારેય છૂપી રાખી નહોતી કે તેમના રાજનૈતિક વારસદાર તેમના નાના પુત્ર સંજય ગાંધી હતા. સંજય ગાંધીના આકસ્મિક મોત બાદ ઇન્દિરા આંતરિક રીતે તૂટી ગયા હતા.

👁‍🗨23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મોત થઇ ગયું હતું. તેમની પર તે અગાઉ પણ ત્રણવાર હુમલા થયા હોવાનું કહેવાય છે. સંજયને મિકેનિક્સનો ભારે શોખ હતો. પોતાના રૂમમાં જ તેમણે નાની વર્કશોપ ખોલી રાખી હતી. તેમણે પાઇલોટનું લાયસન્સ પણ મેળવ્યું હતું.

👁‍🗨ભારતમાં ઇમરજન્સી જાહેર કરાઇ ત્યારે સંજય ગાંધીની કથિત આપખુદ શાહી તે સમયે ચર્ચાનો વિષય બની હતી. સંજય ગાંધી એક અલગ જ દ્રષ્ટ્રિકોણ ધરાવતા હતા. ઇમરજન્સી વખતે તેમણે ગરીબી હટાવવા માટે ફરજિયાત નસબંધીનું અભિયાન ચલાવ્યું હતું. તેના કારણે મુસ્લિમોમાં ભયની લાગણી વ્યાપી ગઇ હતી.

👁‍🗨ટોચના અમલદારો, મંત્રીઓ અને ખાસ કરીને નવી દિલ્હીમાં તઘલક રોડ પરના મુસ્લિમ પરિવારો માટે સંજય ગાંધી મોટી સમસ્યા બની ગયા હતા. તેમના જણાવ્યા મુજબ તે સમયે ભારતનું સંચાલન વડાપ્રધાનની ઓફિસથી નહી પણ વડાપ્રધાનના ઘરેથી થતું હતું. જ્યાં સંજય ગાંધી રહેતા હતા. તેઓ એક આપખુદ શાસક બની ગયા હતા અને લોકોને સૌથી મોટો વાંધો તો એ હતો કે સંજય ગાંધી સરકારમાં કોઇ કાયદેસરનું પદ પણ ધરાવતા નહોતા. કહેવાય છે કે તે સમયે કોઇપણ ફાઇલ સંજય ગાંધીની પરવાનગી વગર પાસ થતી નહોતી.

ઈલા આરબ મહેતા --- Ela Arab Mehta

👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀
👵👵👵ઇલા આરબ મહેતા🕵‍♀🕵‍♀🕵‍♀
👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠 જાણીતા લેખક ગુણવંતરાય આચાર્યના દિકરી...

♦️જન્મ
23 જુન – 1938 ; મુંબઇ
મૂળ વતન – જામનગર

♦️કુટુંબ
માતા – લીલાવતી: પિતા – ગુણવંતરાય આચાર્ય ; નાની બહેન – વર્ષા અડાલજા ( બન્ને જાણીતા લેખક )
પતિ – ડો. આરબ મહેતા ( લગ્ન – 1964) ; પુત્ર – સલિલ ; પુત્રી – સોનાલી.

📚અભ્યાસ
1958 – મુંબઇ ની રામનારાયણ રૂઇઆ કોલેજમાંથી બી.એ.
1960 – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.

♻️વ્યવસાય
1960-67 – રુઇયા કોલેજમાં અધ્યાપક
1971 થી – મુંબાઇની સેંટ ઝેવીયર્સ કોલેજમાં પ્રાધ્યાપક

23 June

⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
👁‍🗨👁‍🗨ઈતિહાસમાં ૨૩ જૂનનો દિવસ👁‍🗨
🎯✅🎯✅🎯✅🎯🎯✅✅🎯✅
✍ યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨✈️🙏🙏સંજય ગાંધી🙏🙏👁‍🗨✈️

ઇંદિરા ગાંધીના મોટા દીકરા સંજય ગાંધીનું ૧૯૮૦માં આજના દિવસે એર ક્રેશમાં મોત થયું હતું . દિલ્હી ફ્લાઇંગ ક્લબનું નવું એરક્રાફ્ટ ઉડાડતી વખતે એરોબેટિક મેન્યૂઓવર કરતાં ફ્લાઇટ ક્રેશ થઈ હતી .

🛰🛰🛰ઝિનેદિન ઝિદાન⚽️⚽️⚽️

વર્ષ ૧૯૯૮માં ફ્રાન્સને ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડનારા મિડફિલ્ડર ઝિદાનનો જન્મ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો . ત્રણ વાર ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ યર બનનાર ઝિદાન ચોથો ફૂટબોલર છે.

🖨🖨ટાઇપરાઇટરની શોધ અને પેટન્ટ🖨🖨

અમેરિકન પ્રકાશક -સંશોધક ક્રિસ્ટોફર લેથેમ શોલ્સે 1868 ની 23 જૂને આધુનિક ટાઇપરાઇટરના સૌથી પહેલા વર્ઝનની પેટન્ટ મેળવી હતી . QWERTY કી -પેડની શોધ પણ શોલ્સે કરી હતી .

RedCross

🔴🔴રડક્રોસ વિશે આટલુ જાણો 👇👇
➡️દવાખાના અને હોસ્પિટલના સિમ્બોલ તરીકે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે. પરંતુ રેડક્રોસ નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ છે તે જાણો છો?
➡️વિશ્વમાં કોઈપણ સ્થળે યુધ્ધ ચાલતું હોય ત્યારે ઘાયલ સૈનિકોની સારવાર માટે રેડક્રોસના ડોક્ટરો અને નર્સો યુધ્ધભૂમિ પર પહોંચી જાય છે.
➡️રડક્રોસના સભ્યો કે વાહનો પર કોઈ હુમલો કરી શકતું નથી. તેઓ પણ નિષ્પક્ષ રીતે ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરે છે.
➡️રડક્રોસની સ્થાપના વિશે પણ જાણવા જેવું છે. ઈ.સ. ૧૮૫૯માં ઓસ્ટ્રીયામાં યુધ્ધ ચાલતું હતું.
➡️સવીટ્ઝર્લેન્ડની બેન્કનો માલિક હૈન્ની હૂમાન યુધ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોનું દુઃખ જોઈને દુઃખી થયો. તેણે એક પુસ્તક લખીને આ સૈનિકોની સારવાર કરવા વિનંતી કરી.
➡️તની વિનંતીને ધ્યાનમાં લઈને ૧૬ દેશોએ સાથે મળી રેડક્રોસ નામની સંસ્થા બનાવી. રેડક્રોસના ડોક્ટરો અને સ્ટાફને યુધ્ધના મેદાન ઉપર અને યુધ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ મળી. રેડક્રોસે કેટલાંક નિયમો પણ બનાવ્યા.
➡️ઈ.સ. ૧૮૬૩માં જીનીવામાં તેની સ્થાપના થઈ હતી. રેડક્રોસની સ્થાપના કરનાર હૂનાનને ૧૯૦૧માં નોબેલ ઈનામ એનાયત થયું હતું.
🔳સોર્સ : ગુજરાત સમાચાર
📝MER GHANSHYAM