Friday, May 31, 2019

૩૧ મે –તમાકુ નિષેધ દિન --- 31st May - Quit Smoking ---- World anti-tobacco day

🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
૩૧ મે –તમાકુ નિષેધ દિન - ઝેરી ગુટકા-પળની મસ્તી, શું ઝીંદગી
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬

પુરાણકાળમાં બજર કે તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે.. 

😳😳“જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.”

પહેલાના જમાનમાં અને આજે પણ ક્યાંક કોઈ મોટી ઉમરના લોકોમાં બજર ઉર્ફે તપકીર સુંઘવાની આદત હોય છે.તો કેટલાકને તમાકુના વિવિધ પ્રકારના માવા બનાવી ખાવાની આદત હોય છે.અને આજે તો સૌથી વધુ જેનું ચલણ ફેશનમાં છે તે ગુટકા વિવિધ સ્વરૂપે ને વિવિધ નામે બજારમાં મળે છે.જેના સૌથી વધુ બંધાણી તરુણો કે તરુણીઓ છે.

વ્યક્તિમાં જોવા મળતી આવી આદતો પાછળના અનેક કારણોમાં મુખ્ય જોઈએ તો એક તો ઘરમાં વડીલોની આદત જોઈ તેનું અનુકરણ કરતા બંધાણી બની જાય,બીજું ક્યારેક દોસ્તોના ગ્રુપમાં ધમાલ કરતા ટેસ્ટ ખાતર લીધેલ મસ્તી કાયમી આદત બની જાય છે અને સૌથી મોટું કારણ આજની પેઢીની ઘટતી જતી સહનશીલતા. જિંદગીના નાના કે મોટા પ્રસંગોમાં મળતી નિષ્ફળતાઓ પચાવી ન શકતા તરત હતાશા તરફ દોરાતું યુવાધન બહુ જલ્દી નશાનો શિકાર બને છે. ...

31 May

🙏🔆🙏🔆🙏🔆🙏🔆🙏
ઈતિહાસમાં 31 મેનો દિવસ
🈷🈴🈷🈴🈷🈴🈷🈴🈷🈴


🚫🚫🚫વર્લ્ડ નો ટોબેકો ડે🚫🚫🚫

દર વર્ષની 31 મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) દ્વારા સમગ્ર વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. તમાકુથી વર્ષે વિશ્વમાં 60 લાખની વધુ લોકોના મોત થતા હોવાથી તમાકુ છોડાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.

♻️♻️પૂર્વ પાકિસ્તાનના નિર્વાસિતો♻️♻️


પૂર્વ પાકિસ્તાનમાં સ્થાનિક બાંગ્લા લોકો અને પશ્ચિમી પાકિસ્તાનના શાસકો વચ્ચે ચાલતા ગૃહ યુદ્ધ અંગે વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ આંતરારાષ્ટ્રીય ટહેલ નાખીને 1971 ના યુદ્ધનો તખ્તો 1970 ની 30 મેના રોજ ઘટી કાઢ્યો હતો .

🔰દીવ -દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા🔰


વર્ષ 1987 માં ગોવાને રાજ્યનો દરજ્જો આપવાની સાથે 31 મેના રોજ કેન્દ્ર સરકારે ગુજરાતની સૌથી નજીક આવેલા દીવ અને દમણ પ્રદેશને કેન્દ્ર શાસિત રાખવાનો નિર્ણય લીધો હતો .