Monday, February 18, 2019

મદનલાલ ધીંગરા --- Madanlal Dhegara

▪ભારતની આઝાદીનો ઈતિહાસ વીર લડવૈયાઓનાં પરાક્રમોથી સુવર્ણ અક્ષરે લખાયેલો છે. 

▪ આવા ઝળહળતા સિતારાઓ પૈકીના એક હતા *મદનલાલ ધીંગરા.*
* 'અમૃતસર કા શેર'* નામે પ્રખ્યાત મદનલાલ ધીંગરાને *૧૭ ઓગસ્ટ,૧૯૦૯ના રોજ ફાંસી થઈ હતી.*

▪ તેમનો જન્મ મેડિકલ પ્રેક્ટિશનર દિત્તોમલ ધીંગરાને ત્યાં *૧૮ ફેબ્રુઆરી,૧૮૮૩ના રોજ અમૃતસરમાં થયો હતો.*

▪ દિત્તોમલ એ જમાનામાં અમૃતસરના ધનવાનોમાં મોખરે હતા.

▪ મદનલાલ અમૃતસરની પીબીએન સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કરીને પછી લાહોરની કોલેજમાં દાખલ થયા હતા.

▪ કોલેજકાળમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ભાગ લેતાં કોલેજે તેમને રેસ્ટિકેટ કર્યા તો પિતાએ પણ એમને ઘર છોડવાની ફરજ પાડી, જેથી તેઓ રસ્તા પર આવી ગયા હતા.

રામકૃષ્ણ પરમહંસ --- Ramakrishna Paramahansa

🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
💠💠રામકૃષ્ણ પરમહંસ💠💠
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

રામકૃષ્ણ પરમહંસ પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના કમરપુકુર ગામમાં ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા ગદાધર ચટ્ટોપાધ્યાય ખુબ ગરીબ હતા. રામકૃષ્ણ પરમહંસને સ્કૂલ જવામાં કે વ્યાપાર ધંધો કરવામાં કશો જ રસ નહોતો. તેમને સમાજમાં પ્રચલિત તમામ માન્યતાઓ પર જરાય વિશ્વાસ નહોતો, એ બધી જ માન્યતાઓ સામે પ્રશ્ન કરતા હતા.


રામકૃષ્ણના મોટાભાઈ રામકુમારે કોલકાતામાં સંસ્કૃત પાઠશાળા શરૃ કરી હતી અને થોડોક સમય પુજારી તરીકે પણ કામ કર્યું હતું. આવા સમયે કોલકાતાની એક અતિધનવાન મહિલા રશમોનીએ દક્ષિણેશ્વર ખાતે ભવતારિણી દેવીના મંદિરની સ્થાપના કરી હતી. રશમોનીએ રામકુમારને આ મંદિરના પુજારી બનવા માટે આમંત્રણ પાઠવ્યું. રાકુમારે ત્યાં પુજારી બનવાનું સ્વીકારી લીધું. રામકુમારના દેહાંત પછી રામકૃષ્ણના માથે પુજારી બનવાની જવાબદારી આપી પડી. પુજારી તરીકે રામકૃષ્ણએ ભવતારીણી દેવી(કાલી માતા)ની પુજા-અર્ચના તો આરંભી દીધી, પરંતુ એમના મનમાં સંખ્યાબંધ પ્રશ્નો તોફાન મચાવતા હતા. એમણે ખાનગીમાં કાલી માતાની પુજા કરીને તેને પ્રત્યક્ષ હાજર થવા કાકલૂદી કરવા માંડી.