Wednesday, September 18, 2019

18 Sep

💠✅💠✅💠✅💠✅💠✅💠
*ઈતિહાસમાં ૧૮ સપ્ટેમ્બરનો દિવસ*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*💦💧💦વર્લ્ડ વોટર મોનિટરિંગ ડે💦💧*
સમગ્ર વિશ્વમાં પીવા અને માનવ વપરાશ માટે લાયક પાણીના સ્ત્રોતો ઘટી રહ્યા હોવાથી આ દિવસ ઉજવવાની શરૂ થઈ હતી. ૨૦૦૩માં સૌપ્રથમ અમેરિકાએ અને ૨૦૦૬થી વોટર એન્વાયરમેન્ટ ફેડરેશને આ દિવસની ઉજવણી લઈ લીધી હતી. 

*🌍🌙પૃથ્વી-ચંદ્રની પહેલી તસવીર📸*

નાસાના યાન વોયેજર-1 દ્વારા વર્ષ 1977ની 18 સપ્ટેમ્બરે પૃથ્વી અને સૂર્યની એક સાથે તસવીર લેવામાં આવી હતી. સૌરમંડળના અભ્યાસ માટે પાંચમી સપ્ટેમ્બરે નાસાએ છોડેલા યાને આ યાદગાર તસવીર લીધી હતી.

*⏳⌛️હૈદરાબાદ ઘૂંટણિયે પડ્યું⌛️⏳*

વર્ષ 1948ની 18 સપ્ટેમ્બરે દક્ષિણનું હૈદરાબાદ રજવાડું ભારતીય લશ્કરના ઘૂંટણિયે પડ્યું હતું. ઓપરેશન પોલોમાં તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર પટેલે પાકિસ્તાનમાં જોડાવા માગતા નિઝામ સામે લશ્કર મોકલ્યું હતું.

18 Sep 2019 --- NC