Wednesday, June 12, 2019

વિશ્વ બાળમજૂરી દિન --- World child labor day

♻️♻️♻️💠💠♻️💠♻️💠♻️💠
✅✅આજે વિશ્વ બાળમજૂર દિનઃ💠
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠બાળ મજૂર એ શબ્દ સાંભળતા જ આઘાતની લાગણી અનુભવાય છે. અત્યંત દરીદ્રતાથી પીડાતા, ગરીબીરેખાથી નીચે જીવતા ઘણા પરીવારોના બાળકો પ્રાથમિક શાળામાંથી જ પોતાનો અભ્યાસ છોડી ચાની રેકડી પર, રેસ્ટોરન્ટમાં, કારખાનામાં મજૂરી કરે છે. જેને આવતી કાલનો નાગરીક ગણવામાં આવે છે. 
⭕️તે બાળક જયારે મજૂરીએ જાય ત્યારે ગાળો સાંભળવી પડે છે, રમવાની ઉંમરે ગુલામી કરવી પડે છે, હડધૂત થવું પડે છે, માનસિક તથા શારીરીક અત્યાચારનો ભોગ બનવું પડે છે. તેનું વારંવાર શોષણ થાય છે. આજે કેટલાય બાળકોનું બાળપણ શાળાઓને બદલે ફટાકડાનાં કારખાનામાં, જરીકામ, બીડીવણાટ, સોનીકામ, પથ્થરની ખાણોમાં, કાચઉદ્યોગ તથા અન્ય સ્થળે મુરઝાઈ રહ્યું છે. અસહ્ય ભાવવધારો, મોંઘવારી તથા ફુગાવાના વધતા જતા પ્રમાણમાં કુટુંબની ઓછી આવક તથા બાળકોની સંખ્યા વધુ હોવાની સ્થિતિમાં પાંચ - સાત વ્યકિતઓના પરીવાર એક જ વ્યકિતની આવક ઉપર નભી શકતો નથી. તેથી ગરીબ માતા - પિતા પોતાના બાળકોને ઓછી મજૂરીએ પણ કામમાં લગાવી દે છે. આ સ્થિતિમાં બાળમજૂરીનો આપોઆપ ઉદભવ થાય છે. આમ ગરીબી, બિમારી, અજ્ઞાનતા, મજબૂરી, નિરક્ષરતા વગેરે અનેક પરીબળો બાળમજૂરી માટે જવાબદાર છે. 

12 June

🌈 મહત્વની ઘટનાઓ

૧૭૭૭ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા 'તારા અને પટ્ટીઓ' વાળો ધ્વજ, અમેરિકન રાષ્ટ્રધ્વજ (Flag of the United States) તરીકે અપનાવાયો.

૧૯૦૭ – નોર્વે (Norway)માં મહિલાઓને મતાધિકાર અપાયો.

૧૯૩૮ – 'એક્શન કોમિક્સ' દ્વારા, સુપરમેન(Superman) ચિત્રકથા પ્રકાશિત કરાઇ.

૧૯૫૧ – કોમ્પ્યુટર યુનિવાક ૧ (UNIVAC I), યુ.એસ.જનગણના બ્યુરોને સોંપાયું.

૧૯૬૨ – 'યુરોપિયન અવકાશ સંશોધન સંગઠન'ની સ્થાપના કરાઇ, જે પછીથી યુરોપિયન અવકાશ સંસ્થા(European Space Agency) તરીકે ઓળખાઇ.

૧૯૬૭ – અવકાશયાન મરિનર ૫ (Mariner 5) શુક્ર તરફ પ્રક્ષેપીત કરાયું.

વિશ્વ મજુર સંગઠન – International Labour Organization

વિશ્વ મજુર સંગઠન – International Labour Organization એટલે કે ILO એ United Nations ની સંસ્થા છે. અને દુનિયામાં કાર્ય – work ને લગતી બાબતો ઉપર નજર રાખે છે અથવા નિયંત્રિત કરે છે. વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ILO એ દર વર્ષે 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારથી દર વર્ષે આખી દુનિયાની સાથો સાથ ભારતમાં પણ 12 જૂન બાળ-મજુરી વિરોધ દિન તરીકે મનાવાય છે.

મિત્રો, બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. પહેલાના સમાજોમાં જ્યારે જાગૃતિનો અભાવ હતો ત્યારની વાત ના કરતા આજે આપણે બાળ-મજુરીના કલંકને દૂર કરવા કમર કસવી પડે તેમ છે, કારણ કે લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવી રહ્યા છીએ. કોઈ પણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે ચડી જાય છે.

કેટલાય ભણવાની ઉમરના બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી તો અનેક બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે અને ક્યારેક વેઠ પણ કરાવાય છે. વળી, બાળકીઓના કિસ્સાઓમાં નાની ઉમરમાં વેશ્યા-વૃત્તિ જેવા અતિ નિમ્ન કક્ષાના કાર્યો બળજબરીથી કરાવાય છે એ જાણીને આપણને આપણા સમાજ ઉપર શરમ આવવી જોઈએ. આમ છતાં સમાજની નબળાઈઓ સમાજે જ દૂર કરવી રહી એ નાતે આવો આપણે સૌ બાળ-મજૂરીને તેના દરેક સ્વરૂપે સમાજમાંથી દૂર કરવા બનતું બધું જ કરી છૂટીએ …