Showing posts with label Gujarat History. Show all posts
Showing posts with label Gujarat History. Show all posts

Saturday, October 12, 2019

ગુજરાતનું શું વખણાય? --- What is praised by Gujarat?

* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.
*ગુજરાતના રાજપૂતોની ખુમારી..સ્વતંત્રતા સંગ્રામ માં ફાળો.
* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે.
* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ
* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી

Wednesday, July 3, 2019

મહાગુજરાત આંદોલન ---- Mahagujarat movement


🔰ગજરાતની સ્થાપના પહેલાં ખેલાયેલો લાંબો જંગ અને ડાંગ, આબુ જેવા પ્રદેશો માટેની ખેંચતાણ ભૂતકાળ બન્યાં છે. જૂનાગઢ-હૈદ્રાબાદ પાકિસ્તાનમાં જવા ઇચ્છતાં હતાં એ બધાને ખબર છે, પણ ડાંગ મહારાષ્ટ્રને જોઇતું હતું ને આબુ ગુજરાત સાથે જોડાયેલું હતું, એ ઇતિહાસ ભૂગોળમાં ઓગળી ગયો છે.
અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્ત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં ૧૨ વર્ષ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના, ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડવા જેવી નથી. ફક્ત ગુજરાતીને બદલે ભારતીય બનીને વિચારીએ તો, ગુજરાતીભાષી અને મરાઠીભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.

Wednesday, May 1, 2019

ગુજરાત દિન

ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

🐾🐾 ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે , ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને
ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

🚩🚩ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.
🔻🔻સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
આજથી ૫૭ વર્ષ પહેલાં ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો.