Monday, June 3, 2019

ભારત - પાકિસ્તાન પાર્ટિશન --- India - Pakistan Partition

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰
🇮🇳🇮🇳ભારત - પાકિસ્તાન પાર્ટિશન🇵🇰
🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉અંગ્રેજોએ તેમના કબજા હેઠળના ભારતીય ઉપખંડને બે દેશોમાં વહેંચવાની દરખાસ્તનો પ્લાન વર્ષ ૧૯૪૭માં આજના દિવસે મૂક્યો હતો , જેને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સ્વીકાર્ય રાખ્યો હતો .

👉1947 ની ત્રીજી જૂને ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટને ભારત -પાકિસ્તાનના ભાગલાનો પ્લાન જાહેર કર્યો હતો . આ સાથે તેમણે ભારતને 15 ઓગસ્ટે આઝાદી આપવાની જાહેરાત પણ કરી હતી .

👉આધુનિક ભારતના ઇતિહાસમાં 15 જૂન, 1947નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલા માટેનો માઉન્ટબેટન પ્લાનનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સ્વીકાર થયો હતો.

ઓપરેશન બ્લુ સ્ટાર ---- Operation Blue Star

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
🎯🎯ઓપરેશન બ્લૂ સ્ટાર🎯🎯
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☢દરેક દેશના રાજકીય ઇતિહાસમાં કેટલીક તારીખ હંમેશા માટે અંકિત થઈ જાય છે-કોઈ સુવર્ણ અક્ષરે તો કોઈ કાળા અને કલંકિત. 🚫🚫3 જૂન 1984 આવી જ એક કલંકિત તારીખ છે. તે દિવસે આઝાદ ભારત સરકારે પહેલી વખત પોતાના જ એક રાજ્યને દેશના અન્ય તમામ રાજ્યોથી વિખૂટું પાડી દીધું.
💠 36 કલાકનો કર્ફયૂ, નાગરિકોને ઘરમાં પૂરાઈ રહેવાનું ફરમાન, રાજ્યની તમામ સરહદો સીલ, સંચાર વ્યવસ્થા ઠપ્પ, વીજળીનો પ્રવાહ બંધ, સમગ્ર રાજ્યમાં અંધારપટ અને પત્રકારોને નો-એન્ટ્રી! આ રાજ્ય હતું પંજાબ. એક યુદ્ધની જાહેરાત થઈ ગઈ હતી અને દુશ્મન હતો 😞હિંદુસ્તાનમાંથી અલગ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો એક બળવાખોર હિંદુસ્તાની!
તેનું નામ હતું 👉👉જરનૈલ સિંઘ ભિંડરાનવાલે અને તેને નાથવા ભારતીય સૈન્યએ શરૂ કરેલા તે ગૃહયુદ્ધનું નામ હતું 📌'ઓપરેશન બ્લુ સ્ટાર।'📌 અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં શસ્ત્રોના ઢગલાં ખડકી ભિંડરાનવાલેની ટોળકી ખાલિસ્તાનનું નાપાક, અમાનવીય અને લોહિયાળ આંદોલન ચલાવતી હતી. તે હિંદોસ્તાન (ભિંડરાનવાલે હિંદુસ્તાનનું ઉચ્ચારણ હિંદોસ્તાન તરીકે કરતો હતો)માંથી પંજાબીઓ માટે અલગ મુલ્ક 👉ખાલિસ્તાનની સ્થાપના કરવા માગતો હતો. 
📌📌પણ આ ખાલિસ્તાનમાં પાકિસ્તાનના હિસ્સે આવેલા પંજાબને સામેલ કરવામાં આવશે કે નહીં તેની સ્પષ્ટતા આ વિભાજનવાદીઓએ ક્યારેય કરી નહોતી. 
તમે ભિંડરાનવાલેને શીખ સમુદાયનો પ્રભાકરન અને પ્રભાકરનને તમિળ સમુદાયનો ભિંડરાનવાલે કહી શકો. 
👉પ્રભાકરનની જેમ ભિંડરાનવાલેનું પાલનપોષણ ઓછા-વધતે અંશે ઇન્દિરા ગાંધીએ જ કર્યું હતું. પણ કહેવાય છે કે જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.

ચીમનભાઈ પટેલ --- Chimanbhai Patel

⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟⭐️
🌟ચીમનભાઈ પટેલ💫💫
⭐️✨⭐️✨⭐️✨⭐️✨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.

🗣મતક્ષેત્ર ==સંખેડા

♦️♦️ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી☢ 


☢☢પદભારનો સમયગાળો☢☢

૧૮ જુલાઇ, ૧૯૭૩ – ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪

❕પૂર્વગામી ઘનશ્યામભાઈ ઓઝા
❕અનુગામી રાષ્ટ્રપતિ શાસન

☢☢પદભારનો સમયગાળો☢☢
૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪

❕પૂર્વગામી માધવસિંહ સોલંકી
❕અનુગામી છબીલદાસ મહેતા

ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ---- Khan Abdul Gaffar Khan

🗺🗺🗺🗺🗺🗺
ખાન અબ્દુલ ગફ્ફાર ખાન'સરહદના ગાંધી' = ઉર્ફે. બાચા ખાન 
🚦🚥🚦🚥🚦🚥🚦🚥🚦
(પુરો લેખ વાંચવા ને સમજવા જેવો)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣નહેરુને કહ્યું હતું કે,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા’

🗣બાચા ખાને 1939માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને(બીજા)વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો.

👀બાદમાં બાચા ખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.તેઓ ભાગલાના વિરોધી હતા.મુસ્લિમો માટેના અલગ દેશ પાકિસ્તાન માટે તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સાથે ન હતા,પરંતુ કોંગ્રેસે જ્યારે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે તેઓ ખૂબ વ્યથિત હતા.તેમણે તે સમયે જવાહરલાલ નહેરુને કહ્યું હતું,👉‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’

👥👤વર્ષ 2012માં યુનિવર્સિટીની રચના કરવામાં આવી ને સરહદના ગાંધીના નામે તેનું નામ કરણ બાચા ખાન યુનિવર્સિટી રાખવામાં આવ્યું.આ યુનિવર્સિટીની ગણના પાકિસ્તાનની ટોચની યુનિવર્સિટીઓમાં થાય છે.અહીં 3000થી વધુ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે.
🙌🙌🙌🙏👇👇👇👇🙌🙌🙏
👤👥ભારત રત્નથી સમ્માન
વર્ષ 1987માં બાચા ખાનને ભારતના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી નવાજવમાં આવ્યા હતા.જાન્યુઆરી 20,1988ના રોજ 98 વર્ષનું સંઘર્ષમય જીવન જીવીને તેમણે દુનિયામાંથી વિદાય લીધી હતી.

3 June

🔰🔰ઈતિહાસમાં ૩ જૂનનો દિવસ🔰🔰🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🗣🗣ભારત - પાકિસ્તાન પાર્ટિશન🗣🗣

અંગ્રેજોએ તેમના કબજા હેઠળના ભારતીય ઉપખંડને બે દેશોમાં વહેંચવાની દરખાસ્તનો પ્લાન વર્ષ ૧૯૪૭માં આજના દિવસે મૂક્યો હતો , જેને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સ્વીકાર્ય રાખ્યો હતો .
🏹1947 ની ત્રીજી જૂને ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટને ભારત -પાકિસ્તાનના ભાગલાનો પ્લાન જાહેર કર્યો હતો . આ સાથે તેમણે ભારતને 15 ઓગસ્ટે આઝાદી આપવાની જાહેરાત પણ કરી હતી .

🎋🎋🎋ઓપરેશન બ્લ્યૂ સ્ટાર🎋🎋

વર્ષ ૧૯૮૪માં આજનો દિવસે ભારતીય લશ્કરે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઘૂસી જઈ ઓપરેશન બ્લ્યૂ સ્ટારને અંજામ આપ્યો હતો . ૪૯૨ નાગરિકો અને લશ્કરના ૮૩ જવાનો માર્યા ગયા હતા , સેંકડો જખ્મી થયા હતા .
🏹1984 ની ત્રીજી જૂને લશ્કરે અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલા -ના ઓપરેશન બ્લ્યૂ સ્ટારને અંજામ આપ્યો હતો . જરનૈલ સિંહ ભિંદરાનવાલે અને સાથીઓ સામેનું આ ઓપરેશન ખૂબ વિવાદાસ્પદ રહ્યુ હતું .