Friday, May 10, 2019

મધર્સ ડે --- Mother's Day

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
મધર્સ ડે
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏સૌ માતાઓને હેપ્પી મધર્સ ડે- માતૃદિન મુબારક🙏

🌼આમ તો તો હર દિન માત્રુ દિન હોવો જોઈએ ..પણ કોઈ એક દિવસ પસંદ કરીને માતાને માન આપવું હોય તો એમાં કાંઇ ખોટું નથી…

👉મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે.(માતૃ દિવસ 1908 માં અન્ના જાર્વિસ દ્વારા પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.)

🚩મારા જીવનમાં મારી માતાનું સ્થાન અવિસ્મરણીય છે.

🔻ઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી;
અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી…

૧૮૫૭ના ભારતીય વિપ્લવ ને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ---- India's first independence struggle of 1857

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
૧૮૫૭ના ભારતીય વિપ્લવ ને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
10 મે

⚔🗡⚔🗡⚔🗡🗡⚔🗡
, મહાન બળવો , ભારતનો વિપ્લવ , ૧૮૫૭નો બળવો , ૧૮૫૭નો વિપ્લવ ,
૧૮૫૭ની નવજાગૃતિ , સૈનિક બળવો અને સૈનિક વિપ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

⚔🗡 બળવાની શરૂઆત ૧૦ મે ૧૮૫૭ના રોજ મેરઠમાં થઇ હતી જ્યારે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના દ્વારા ભરતી કરવામાં આવેલા મૂળ સૈનિકોમાંથી સિપાહીઓના એક જૂથે કથિત જાતિ આધારિત અન્યાય અને અસમાનતા સામે બંડ પોકાર્યો હતો. આ આંતરિક બળવો ટૂંક સમયમાં કંપની સામે વિદ્રોહ અને નાગરિક બળવામાં ફેરવાઇ ગયો હતો.

⚔🗡મુખ્ય ઘર્ષણ મોટા ભાગે ગંગાની ઉપરના મેદાનો અને મધ્ય ભારતમાં થયો હતો જેમાં મોટા ભાગની લડાઇ આજના ઉત્તર પ્રદેશ , બિહાર , ઉત્તરીય મધ્ય પ્રદેશ અને દિલ્હી વિસ્તારમાં થયું હતું. 

10 May

📌✏️ઈતિહાસમાં 10 મેનો દિવસ📌✏️


♦️💢સાબિત થઈ વનસ્પતિની સંવેદના♦️💢

ભારતના મહાન ભૌતિક અને જીવવિજ્ઞાની સર જગદીશચંદ્ર બોઝે વર્ષ 1901 ની 10 મી મેના રોજ રોયલ સોસાયટી ઓફ લંડન સમક્ષ સાબિત કર્યું હતું કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ સ્પર્શનો અનુભવ કરવાની સંવેદના હોય છે.

👥🗣🌪💨1857 – ભારતમાં મેરઠમાં સિપાઈઓની ટુકડીએ તેમના ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના મંડાણ થયા .


🗣🗣1994 – નેલ્સના મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા .