Monday, May 13, 2019

13 May

⚜⚜⚜⚜⚜⚜⚜⚜
ઈતિહાસમાં 13 મેનો દિવસ
🔱🔱🔱🔱🔱🔱🔱🔱

📞ભારતે ટેલિકોમ ક્ષેત્રના દરવાજા ખોલ્યા☎️

વર્ષ 1994 ની 13 મી મેના રોજ નરસિંમ્હા રાવ સરકાર નેશનલ ટેલિકોમ પોલિસી લાવી હતી . ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલીને ભારતમાં જોઈએ એ સમયે ટેલિફોન - મોબાઇલ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થયો હતો .

🎲રાજ્યસભાની પહેલી બેઠક મળી🎲

ભારતીય સંસદનું અપર હાઉસ એટલે કે રાજ્યસભાની પહેલી બેઠક વર્ષ 1952 ની 13 મી મેના રોજ મળી હતી . નિયમ મુજબ વધુમાં વધુ 250 અને પ્રવર્તમાન મહત્તમ સંખ્યા 245 ની નક્કી કરાઈ છે.

🙏🙏શ્રી શ્રી રવિશંકર🙏🙏

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રીનો જન્મ ૧૯૫૬માં આજના દિવસે તામિલનાડુમાં થયો હતો . ચાર વર્ષની ઉંમરે ગીતા કંઠસ્થ કરનારા શ્રીશ્રી મહેશ યોગીના માર્ગદર્શનમાં આવતાં પહેલા સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા હતા .