Saturday, July 20, 2019

એડમન્ડ હિલેરી --- Edmund Hillary

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌈🌈🌈🌈🌈🌈🌈🌈
🌈🌈એડમન્ડ હિલેરી🌈
🌈🌈🌈🌈🌈🌈🌈🌈

👉આખું નામઃ સર એડમન્ડ પાર્સિવલ હિલેરી
👉જન્મ તારીખઃ ૨૦ જુલાઈ, ૧૯૧૯
👉મૃત્યુ તારીખઃ ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮
👉જન્મ સ્થળઃ ઓકલેન્ડ, ન્યૂઝિલેન્ડ

👉👉ન્યૂઝિલેન્ડના પર્વતખેડૂ સર એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનસિંગ નોર્ગેએ ભેગા મળીને ૧૯૫૩ની ૨૯મી મેના દિવસે એવરેસ્ટ પર પગરણ માંડયાં હતાં. 

👏* સ્કૂલકાળથી જ પર્વતારોહણમાં રસ ધરાવતા હિલેરીએ ૧૯૩૯માં ન્યૂઝિલેન્ડનું માઉન્ટ ઓલિવર નામનું શિખર સર કરી પોતાની સાહસિક સફર આરંભી દીધેલી.

20 July --- NC


20 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/07/2019
📋 વાર : શનિવાર

🔳1296 :- જલ્લાંઉદિન ખીલજીની હત્યા પછી અલ્લાઉદિન ખીલજીએ દિલ્લીનાં સુલતાન તરીકે પોતાની જાહેર કાર્યો.

🔳1531 :- સંત તુલસીદાસનો જન્મ થયો.

🔳1924 :- ડૉ. બાબાસાહેબ આંબેડકરે બહિષ્કૃત હિતરક્ષક સભાની સ્થાપના કરી.

🔳1955 :- સુંએજ નહેરને ગમાલ અબ્દુલ નાસર દ્રારા રાષ્ટ્રીયકૃત કરવામાં આવી.

🔳1957 :- ભારતની મોટી શીટ ગ્લાસ ફેક્ટરી હજારીબાગ, બિહારમાં શરુ થઈ.

🔳1969 :- એમ. હિદાઇતૂલ્લાં ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં.

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://t.me/ONLYSMARTGK

દૂરદર્શનના એ સુવર્ણકાળ --- The golden age of television

⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬
*👑👑દૂરદર્શનનો એ સુવર્ણકાળ...*
😇😇મારા યાદગાર સંસ્મરણો😇😇
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099309723*

*➡️એક સમય હતો જ્યારે મનોરંજનનાં નામે માત્ર એક ચેનલ હતી: દૂરદર્શન. ન્યૂઝ પણ તેમાં આવે, માહિતીપ્રદ કાર્યક્રમો પણ તેમાં જ પ્રસારિત થાય અને સિરિયલ્સ તથા વિવિધ શો પણ તેના પર જ આવતા હોય. આવા સંજોગોમાં પણ વિવિધ પ્રકારનાં ટેસ્ટ ધરાવતા સર્વે લોકોને પોતાનું મનગમતું મનોરંજન મળી જતું હતું.*

*શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોવો હોય તેના માટે વિકલ્પો હતા, સાહિત્યની ક્લાસિક કૃતિઓ જોવી હોય તો પણ જોવા મળી રહેશે, માયથોલોજી-ધાર્મિક સિરિયલો જોવી હોય કે પછી એવોર્ડ વિનિંગ ઑફ્ફ-બીટ ફિલ્મો જોવી હોય...* દૂરદર્શનની એક જ અમ્બ્રેલા હેઠળ આ બધું મળી રહેતું. દૂરદર્શનના દર્શકો માટે રવિવાર તો કોઈ ઉજાણીથી કમ નહોતો. એ દિવસે સવારે બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ટેલિવિઝન સેટની સામે ગોઠવાઈ જાય. આખું અઠવાડિયું બધા રવિવારની રાહ જોતા હોય અને રવિવાર આવે કે ઘરમાં ઉજાણીનો માહોલ સર્જાય. *જેના ઘરમાં ટીવી સેટ ન હોય તે અડોશપડોશમાં પોતાની જગ્યા શોધી લેતા. ઘરમાં ટેલિવિઝન સેટ્સ હોય તેવા પરિવારો જ ઓછા હતા. મહોલ્લામાં જેના ઘરે ટીવી હોય તેનું સ્ટેટસ ઊંચું ગણાતું. એ વિસ્તારમાં તેનો રોલો પડતો. એ જમાનો હતો ટેલિવિઝનના દબદબાનો અને દૂરદર્શનના આગવા સ્ટેટસનો.*
😑😑 આજે પરિસ્થિતિ અલગ છે. ચોતરફ અસંખ્ય ચેનલ્સ છે. વિજ્ઞાનની ચેનલ અગલ છે. પર્યાવરણની નોખી છે. ઈતિહાસ, વન્યસૃષ્ટિ, મનોરંજન, ફેશન, મૂવિઝ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, જનરલ એન્ટરટેઈનમેન્ટ... નોખી નોખી સેંકડો ચેનલ છે. જોનારા ક્ધફ્યુઝ થઈ જાય એટલા વિકલ્પો છે. સ્થિતિ એવી છે કે વોટર વોટર એવરીવેર અને પીવા માટે એક બુંદ પાણી પણ નથી. *નોસ્ટાલ્જિયાની એક મજા હોય છે અને દૂરદર્શન યુગનો એ નોસ્ટાલ્જિક પીરિયડ યાદ આવ્યા વગર રહે નહીં.* કેવી-કેવી સિરીઝ અને કેવા-કેવા કાર્યક્રમો આવતા હતા દૂરદર્શન પર! યાદ કરતા જ આંખ સામેથી જાણે પટ્ટી પસાર થવા લાગે કેવા-કેવા કાર્યક્રમો હતા! બાળકો માટે *‘હી મેન એન્ડ ધ માસ્ટર ઑફ યુનિવર્સ’ કે ‘સ્પાઈડરમેન’* આવતું અને બાળકો તેની પાછળ ઘેલાં હતાં. 

નાથાલાલ દવે -- Nathallal Dave

🔘🔰🔘🔘🔘🔘🔰🔘
🔰🔰નાથાલાલ દવે
🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

નાથાલાલ દવે, ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ,વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ ૩ જૂન,૧૯૧૨ ના રોજ, ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. ડિસેમ્બર ૨૫,૧૯૯૫ નાં રોજ તેમનું અવસાન થયું.

મુખ્ય રચનાઓ

કવિતા - કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ

વાર્તા - ઊડતો માનવી, મીઠી છે જિંદગી,
સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
〰〰〰〰〰〰〰〰〰〰
મહમદ અલી ઝીણા (ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.

રાષ્ટ્રીય કિસાન દિવસ --- National Kisan Day

🌺🥀🌹🌸🌼🌻🌷💐🌾🍄🍂🍃
*🌟🌟"રાષ્ટ્રીય કિસાન દિવસ"🌟🌟*
🌵🎄🌲🌳🌴🌱🌿☘🍀🎋🍃🍂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🍁🍁🍂आखिर हम कैसे भूल गये, महेनत किसान की,दिन हो या रात उसने, परिश्रम तमाम की*

🌳🌴હિન્દીના જાણીતા કવિની આ પંક્તિઓ ખરેખર સાચી લાગી રહી છે. મિત્રો હું યુવરાજસિંહ જાડેજા આજ કિસાન દિવસ નિમિત્તે તેમના માટે થોડી વાત કરીયે. *🍁🍂🌱ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહના જન્મદિવસને 🌱‘રાષ્ટ્રીય કિસાન દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. 🌾તેમનો જ્ન્મ ૧૯૦૨, ૨૩ ડિસેમ્બરના ઉત્તર પ્રદેશ, ભારતના મેરઠ જનપદમાં થયો હતો. તેમના પિતા ચૌધરી મીરસિંહના નૈતિક મૂલ્યો વારસામાં ચરણસિંહને મળ્યા હતા.*

*☘🍀ચૌધરી ચરણસિંહ સ્વતંત્ર ભારતના પાંચમા પ્રધાનમંત્રીના રૂપમાં ૨૮ જુલાઇના પદ પર આરુઢ થયા.* 
*🍁રાજનીતીમાં તેઓની સ્વચ્છ છબી હતી. 👴તેઓ ગાંધીવાદી વિચારધારામાં માનતા. 👳‍♂તેમને ખેડૂતોના અભૂતપૂર્વ વિકાસ માટે યાદ કરવામાં આવે છે. તેમની નીતિ ખેડૂતો તેમજ ગરીબોને ઊંચે લાવવા માટેની હતી. 💸ભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતને સર્વોપરી સ્થાન અપાવ્યું. તેમની માન્યતા હતી કે ખેડૂત એ દેશની ધરા છે અને ધરાને મજબૂતી આપવી સરકારનું કર્તવ્ય છે. 😏😟😕પંડિત નહેરુને એમની આર્થિક નીતિઓ પર વિશ્વાસ ન હતો, હમેશાં મતભેદ રહેતા. આ કારણે 🤓ચૌધરીજીએ પોતાની અલગ ખેડૂતના હિત માટે પાર્ટી બનાવી અને તેનું નિશાન તેમનું માનવું હતું કે ખેડૂતોને ખુશ કર્યા વગર કોઈ દેશ કે પ્રદેશનો વિકાસ ન થઈ સકે. તેઓ તેમના સાચા અર્થમાં શુભચિંતક હતા.*

હ્યુમન જીનોમ અને જિનેટિક કોડ --- Human Gnome and Genetic Code

⭕️✴️⚛⭕️✴️⚛⭕️✴️⚛⭕️✴️
Yuvirajsinh Jadeja:
🔷➖🔶🔷➖🔶🔷➖🔶🔷➖🔶
*🔷હ્યુમન જીનોમ અને જેનેટિક કોડ🔶*
🔶➖🔷🔶➖🔷🔶➖🔷🔶➖🔷
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*મિત્રો સજીવમાં આનુવંશિકતા (હેરિડિટી) ના વાહક ‘જીન’થી પરિચિત હશો.. જીન આનુવંશિકતાનું વહન કરે છે.*

*👳‍♂👳‍♀આપણે માનવ જીવન વિશે વાત કરીએ તો, માનવ કોષના કોષકેંદ્રમાં રહેલ જીન્સ માતા-પિતાનાં આનુવંશિક લક્ષણોને તેમનાં સંતાનોમાં ઉતારે છે. આ જીન્સ કોષના કોષકેંદ્ર (ન્યુલિયસ) માં ક્રોમોસોમ નામક ઘટકો પર હોય છે. મનુષ્ય-કોષના ન્યુક્લિયસમાં 46 ક્રોમોસોમ છે.👦🏻જીન્સ હકીકતમાં તો ડીએનએ નામના ખૂબ મોટા બાયોમોલિક્યુલના નાના-મોટા સેગ્મેન્ટ (ટુકડા/ વિભાગ) છે.*

*🧓👴ડીએનએ મોટો બાયો પોલિમર છે જેના બંધારણમાં મુખ્યત્વે ચાર નાઇટ્રોજીનસ બેઝ છે. ♦️♥️♣️♠️આ નાઇટ્રોજીનસ બેઝ સિમ્બોલમાં A, T, C, G તરીકે ઓળખાય છે). આવા કરોડો નાઇટ્રોજીનસ બેઝ સહિતના ઘટકોથી ડીએનએની ડબલ હિલિક્સ આકારની લાંબી શૃંખલા બને છે.*

*🔸ડીએનએ સજીવના જીવન-સાતત્ય માટે જરૂરી સૂચનાઓનો કોડ – જેનેટિક કોડ (જીનેટિક કોડ) – ધરાવે છે. આ જેનેટિક કોડમાં સજીવનાં વિકાસ, જીવન, પ્રજનન વિશે તથા આનુવંશિકતાનાં લક્ષણો વિશે માહિતી હોય છે.

2જી સ્પેક્ટ્રમ --- 2G Spectrum

🤔🧐😒😞😔😠😡🤔🤭😠🤔☹️
*ભારતના સૌથી મોટા કૌભાંડ 2જી સ્પેકટ્રમ મામલે મહત્વનો ચુકાદો, એ.રાજા અને કમિમોઝી સહિત તમામ નિર્દોષ જાહેર*
🤔🤭🤫🤥😡😠😔😟😕🙁🧐😡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎯👉કૌભાંડમાં આજે કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. એ.રાજા અને કનિમોઝી સહિત અનેક લોકો મુખ્ય આરોપી હતા. કોંગ્રેસના UPA-2ના કાર્યકાળનું 🎯સૌથી મોટુ કૌભાંડ એટલે 2G સ્પેકટ્રમ હતું. પરંતુ આ કૌભાંડમાં પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ CBI કોર્ટ આજે મહત્વનો ચુકાદો આપ્યો છે.*

*👁‍🗨💠દેશના સૌથી મોટા કૌભાંડ મામલે કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં તમામ આરોપીઓને કોર્ટે આરોપ મુક્ત કર્યા છે. એ.રાજા અને કનિમોજી સહિત તમામ આરોપીઓને મુક્ત કરાયા છે. દિલ્હી પટિયાલા કોર્ટે ત્રણમાંથી એક મામલામાં તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.*

*👁‍🗨💠💠મહત્વનું છે કે, આ કૌભાંડનો પર્દાફાશ 2008માં થયો હતો. અને 2011માં પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજા સહિત DMKના રાજયસભાના સાંસદ કનિમોઝી સહિત અનેક રાજકીય વ્યક્તિઓ અને ખાનગી કંપનીઓના અધિકારીઓ સામે આરોપ નક્કી થયા હતા.*

ભરૂચ --- Bharuch

🇮🇳🔘🔰🎯🇮🇳🔘🔰🎯🇮🇳🔰🔘
*ગુજરાતનું ભવ્ય ઐતિહાસિક શહેર ભરૂચ*
🔰🇮🇳🔘🎯💠🇮🇳🔰🔘🎯💠🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
(ભાગ 1)
*“ભાંગ્યું ભાગ્યું તોય ભરૂચ”*

*👆👉આ પંક્તિમાં ભરુચની જાહોજલાલીનો ખ્યાલ આવી જાય છે. અનેક ઝંઝાવાતો વચ્ચે પણ ભરૂચ એ સતત અડીખમ રહેલું શહેર છે. ભરૂચે કયારેય એનું સાતત્ય અને જીવંતતા ગુમાવી નથી , અને કેમ ના હોય !!!! ભરૂચ એ ગુજરાતની જીવાદોરી, ગુજરાતની સૌથી મોટી નદી અને ગુજરાતની માતા
નર્મદા નદીને કિનારે વસેલું એક ઐતિહાસિક શહેર છે. નર્મદાના સામે કિનારેથી નિહાળો તો ભરૂચ તમને ભગવાન રામના ધનુષ જેવું લાગશે !!!!!*

*🤜ભરૂચની ગલીઓ એ એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. આજે તો ભરૂચ એક આધુનિક શહેર બની ગયું છે .* *🤜ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ આજનું ભરૂચ બલિરાજાના સમયકાળ જેટલું પ્રાચીન અને ભગવાન વામનની અવતા૨ી લીલાની યાદ તાજી કરાવે છે. જૂના જમાનામાં મકકાના બારા બાબુલ તરીકે જાણીતું હતું. મકકા હજ ક૨વા જનારાઓ ભરૂચથી આવતા જતાં હોવાથી મુખ્‍ય વ્‍યાપારી કેન્‍દ્ર તરીકે વિકસિત થયું અને ફવિડ સંસ્‍કૃતિનાં સમયમાં ભૃગુકચ્‍છ બંદ૨ તરીકે જાણીતું હતું. પાલી ભાષામાં લખાયેલી બૌદ્ધ જાતક કથાઓમાં ૫ણ ભૃગુકચ્‍છ બંદ૨ની વિખ્‍યાત જાહોજલાલીનાં ઉલ્લેખ મળે છે.*

આઝાદ ભારતની ૨ વિજયગાથાઓ -- Azad India's 2nd victory

👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳
*આઝાદ ભારતની ૨ વિજયગાથાઓ*
🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૪૬ વર્ષ પહેલાં ૧૯૭૧ ભારતે પાકિસ્તાનના બે ફાડિયાં કરી બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો હતો. બાંગ્લાદેશ માટે એ ખુશીની ક્ષણ હોવા ઉપરાંત ભારત માટે પણ આઝાદી પછીના સૌથી સુખદ દિવસો પૈકીનો એક દિવસ હતો. તો વળી ૫૦ વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણ પર કબજો જમાવી બેઠેલા પોર્ટુગીઝોએ ભારતમાંથી સામાન બાંધી ઘરભેગા થવું પડેલું*

*૪૬ વર્ષ પહેલાં દીવ આઝાદ થયું
૧૯૬૧*

*🎯👉ડિસેમ્બર મહિનો છે. ઉના, કોડીનાર અને દેલવાડાનાં રેલવે સ્ટેશનોમાં અચાનક જ ખાલી રેલગાડીઓ ગોઠવાઈ ચૂકી છે. સ્ટેશનમાં ગમે ત્યારે ઊપડવા માટે તૈયાર રહેતી ટ્રેનો કંઈક નવાજુનીનાં એંધાણ આપે છે. જૂનાગઢથી કલેક્ટર, ઉપરી પોલીસ અધિકારીઓ અને બીજા આગેવાનોના પણ ઉના સુધી આંટાફેરા વધી જાય છે. છેક દૂર જામનગરના કાંઠે નૌકાદળના જહાજ ‘આઈએનએસ દિલ્હી’ના નાવિકો પણ કંઈક તૈયારીમાં લાગેલા છે. જામનગરના જ એરબેઝ પર લશ્કરી વિમાનો પણ શસ્ત્રો અને બળતણથી ટાંકીઓ ફૂલ કરે છે. દીવની આસપાસ આવેલાં ગામોમાં લશ્કર ખડકાયું છે. એક ટુકડી ઘોઘલા ગામની પાંજરાપોળમાં સંતાઈ છે. ક્યાંક તો લશ્કરે જમીનમાં ખાડા ખોદી પોઝિશન લેવા માટે જગ્યા બનાવી રાખી છે. સામે પક્ષે દીવમાં ત્યાંના પોર્ટુગિઝ ગવર્નરે પથ્થરોની ખાણમાં કામ કરતાં મજૂરોને છૂટા કરી દીધા છે.*
પણ આ બધી તૈયારી શેની હતી?
જંગની?
હા, તૈયારી તો જંગની જ હતી.

પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા : ફેક્ટ ફાઈલ --- President of India: Fact File

⏱🎀🎊⏱🎀🎊⏱🎀🎊
*રાષ્ટ્રપતિની અવનવી માહિતી*
🎊🎀⏱🎊🎀⏱🎊🎀⏱🎊
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ ચૂંટાયા છે બિનહરીફ
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં વર્ષ ૧૯૫૨થી અત્યાર સુધી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ફક્ત એક જ ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. વર્ષ ૧૯૭૭માં રાષ્ટ્રપતિપદે નીલમ સંજીવ રેડ્ડી નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કે. આર. નારાયણનને સર્વાધિક ૯,૫૬,૨૯૦ (નવ લાખ, છપ્પન હજાર, બસો નેવું) જેટલા મત મળ્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા

*રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામઃ*

૧૯૫૨- ડૉ. રાજેન્દ્રપ્રસાદ તા. ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને તેઓને પાંચ લાખ, સાત હજાર, ચારસો મત મળ્યા હતા.

૧૯૫૭- તા. ૧૩ મેના રોજ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેઓને ૪૫૯૬૯૮ મત મળ્યા હતા.

પાકિસ્તાની સિંધુ નું હિંદુ રજવાડું અમરકોટ --- Amarkot, the Hindu kingdom of the Sindhu of Pakistan

⭕️💠🎯🔰🔘⭕️💠🎯🔰🔘⭕️
*પાકિસ્તાની સિંધનું હિંદુ રજવાડું અમરકોટ*
👁‍🗨💠🎯🔰👁‍🗨💠🎯🔰👁‍🗨💠🎯

બહુ માન્યામાં આવે નહીં, પણ વાત જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જમ્મુ-કાશ્મીર વિશેની સંશોધન સંસ્થાના પ્રકાશનમાં કહેવાઈ હોય ત્યારે એને કાન તો દેવા પડે. ૯૦ ટકા કરતાં વધુ હિંદુ વસતી ધરાવતા દેશી રજવાડાના હિંદુ રાણાએ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા પડ્યા ત્યારે ભારતની લાખ કોશિશ છતાં પાકિસ્તાન સાથે જવાનું પસંદ કર્યું હતું. રાણાને સમજાવવા ૧૯૪૬માં કોંગ્રેસના નેતા જવાહરલાલ નેહરુ ગયા હતા, પણ રાજાએ તો ચોખ્ખું સુણાવ્યું કે અમે કોંગ્રેસ સાથે નહીં રમીએ, પણ કોંગ્રેસ સામે મુસ્લિમ લીગ સાથે રહીને તમારી સાથે ટકરાઈશું જરૂર.

સિંધના થરપારકરના અમરકોટ રજવાડાના રાણા અર્જુનસિંહ અને ચંદરસિંહ સોઢાની આ વાત છે. ૧૯૪૭માં પિતા અને અમરકોટના ૨૪મા રાણા અર્જુનસિંહનો દેહાંત થયો એટલે ભારત કે પાકિસ્તાનમાં વિલયનો નિર્ણય કરીને હસ્તાક્ષર કરવાની જવાબદારી ૨૫મા રાણા ચંદરસિંહની આવી. ૨૦૦૯માં એમનું મૃત્યુ થયું અને અત્યારે ૨૬મા રાણા તરીકે એમના પાટવી કુંવર હમીરસિંહ ગાદી સંભાળે છે. હમીરસિંહના યુવરાજ કરણીસિંહ સોઢા ઈંગ્લેન્ડમાંથી વકીલાતની પદવી લઈને સિંધમાં રજવાડાનો કારોબાર સંભાળવાની સાથે સાથે શિકારનો શોખ પણ પોષે છે. આખા ખાનદાનને પાકિસ્તાન સાથે ભળવાનો કોઈ કડવો અનુભવ આજ લગી થયો હોય એવું જણાતું નથી. ઊલ્ટાનું, આજેય અમરકોટ હિંદુબહુલ પ્રદેશ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે એખલાસનો માહોલ છે અને રાણા પરિવાર માને છે કે અમારા લગ્ન કે અન્ય પ્રસંગે અમારી સાથે મુસ્લિમ મિત્રો-સાથીઓ અને એમને ત્યાં શાદી-નિકાહ સહિતના પ્રસંગે અમારી હાજરી જાણે કે અનિવાર્ય છે.