Friday, October 4, 2019

4 Oct

💠✅💠✅💠✅💠✅💠✅💠
*ઈતિહાસમાં 4 ઓક્ટોબરનો દિવસ*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🎍🎍વિશ્વનો પહેલો સેટેલાઇટ🌒🌎*

1957ની ચોથી ઓક્ટોબરે રશિયાએ વિશ્વનો પહેલો સેટેલાઇટ સ્પુતનિક-1 અંતરિક્ષમાં તરતો મુક્યો હતો. બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે છેડાયેલા શીતયુદ્ધમાં આ તબક્કે રશિયાએ પહેલો સેટેલાઇટ તરતો મૂકીને મેદાન મારી લીધું હતું.
🎯પૃથ્વીનું વાતાવરણ છોડી અંતરિક્ષમાં પહોંચનાર પહેલો ઓબ્જેક્ટ એટલે કે સેટેલાઇટ વર્ષ ૧૯૫૭માં આજના દિવસે રશિયાએ છોડ્યો હતો. પૃથ્વીથી ૯૦૦ કિલોમીટર દૂર આ સેટેલાઇટ દોઢ કલાકમાં એક ચક્કર પૂરું કરતો હતો. 

*👏🗣UNમાં વાજપેયીની હિન્દી સ્પીચ👏🗣*

વર્ષ 1977ની ચોથી ઓક્ટોબરે ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયી યુનાઇટેડ નેશન્સમાં હિન્દીમાં સ્પીચ આપી હતી. મોરારજી દેસાઈ સરકાર તરફથી યુએનમાં હાજર રહેલા વાજપેયી હિન્દીમાં સ્પીચ આપનારા પહેલા ભારતીય રાજકારણી બન્યા હતા.

4 Oct 2019 --- NC