Sunday, March 24, 2019

વિશ્વ ક્ષય દિવસ --- World Tuberculosis Day (TB)

જ્ઞાન સારથિ, [24.03.17 22:23]
Yuvirajsinh Jadeja:
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
વિશ્વ ક્ષય દિન
💎💎💎💎💎💎💎💎

👉🏻આજે છે ૨૪મી માર્ચ .આજે છે વિશ્વ ક્ષય દિન એટલે કે અંગ્રેજીમાં કહું તો World TB{Tuberculosis} Day. અને આ વર્ષની થીમ છે
“”

👉🏻ટયુબરક્યુલોસિસ (ક્ષય રોગ) અથવા TB (ટ્યુબરકલ
બેસિલસનું ટૂંકું લખાણ) એ દંડ આકારના
માયકોબેક્ટેરિયા (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક
📍ચપી રોગ છે.

24 March --- વિશ્વ ક્ષય દિન

જ્ઞાન સારથિ, [24.03.17 08:46]
[Forwarded from Yuvirajsinh Jadeja]
😷😷😷😷😷😷😷😷
વિશ્વ ક્ષય નિવારણ દિન
✏️✏️✏️✏️✏️✏️✏️✏️


🚬પરતિ વર્ષ ૨૪મી માર્ચ ‘ વિશ્વ ક્ષય દિન’ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ૨૪ માર્ચ ૧૮૮૨માં જર્મની વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોકએ ટી.બી.ના જંતુ શોધ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે.

 અગાઉના સમયમાં આજના સમય જેટલું વિજ્ઞાન વિકસ્યું નહોતું અને તબીબી વિજ્ઞાના પણ આજની કક્ષાએ કાર્યરત નહોતું. ત્યારે કેટલાક જીવલેણ રોગોમાં મોટી સંખ્યામાં માનવમૃત્યું થતાં હતા. એ સમયમાં જેના નામ માત્રથી ભયભીત થવાતું તેવો ચિંતાજનક રોગ ક્ષયનો હતો જેને ટી.બીના નામે ઓળખવામાં આવતો હતો. આજે વિજ્ઞાના ટેકનોલોજીના અતિ આધુનિક વિકાસની સાથે તબીબી નિદાન સારવારના ક્ષેત્રે પણ ઘણી સારી શોધો થઇ છે. અને માનવજીવનને વધુ સ્વાસ્થ્યપૂર્ણ નીરોગી, સલામત, દીર્ઘાયુ બનાવવાની દિશામાં સિદ્ધિ મેળવી શકાઈ છે. લોકશિક્ષણની સાથે જનજાગૃતિ વધી છે. રોગ થતાં પહેલાની સાવચેતી અપનાવવામાં આવે છે. અને થયેલા ગંભીર રોગને શરૂઆતના તબક્કે જ યોગ્ય સારવાર આપી શકાય છે.