Friday, May 24, 2019

વિશ્વ સ્કિઝોફેનિયા દિવસ ---- World schizophrenia day

🕸🕸🕸🕸🕸🕸🕸🕸
વિશ્ર્વ સ્કિઝોફેનિયા દિવસ
😇😇😇😇😇😇😇😇
🎋ર૪મે વિશ્ર્વ સ્કિઝોફેનિયા દિવસ તરીકે મનાવવામાં અાવે છે. અા બિમારી અંગે જાગૃતિ લાવવાનાં હેતુથી અા દિવસ વિશ્ર્વમાં મનાવવામાં અાવે છે. 

☄સ્કિઝોફેનિયાના ચિન્હો જોઈઅે તો અાવા દદીૅને વિના કારણે વહેમ કે શંકા અાવે, કારણ વગર હસવું કે રડવું અાવે, હોઠ ફફડાવવા કેઅેકલા અેકલા બોલવાનું થાય, રચનાત્મક કાયૅ કરવાનો અભાવ હોય, કયારેક સાવ સમાજ અને ઘરથી અલિપ્ત રહેવા લાગે, જયારે અમુક દદીૅમાં તીવ્ર ઉશ્કેરાટ, ઉંઘની અનિયમીતતા, વિચાર અને વતૅનની વિસંવાદીતા પણ જોવા મળે.

☄✨ અા બિમારીનું નિદાન અને સારવાર જેટલી ઝડપી થાય તેટલુ પરિણામ સારૂ મળે છે. દવાઅો અા બિમારીની સારવાર માટેની અાધારશિલા છે.
✨☄ કેર ટેકરે અથવા દદીૅના સગાઅે અાવા દદીૅ સાથે ખૂબ જ લાગણી પૂવૅક વતૅન કરવુ પડે છે. 
☄દદીૅને કયારેક અવાસ્તવિક અવાજ સંભળાતા હોય છે, અાવા સમયે તેમને ઉતારી ન પાડો, દદીૅની ટીકા કરવી ન જોઈઅે. તેમજ બીજા જોડે તેની સરખામણી ન કરવી. 
અા અેક બિમારી છે. 
☄તેમા દદીૅને પોતાનો જરા પણ દોષ નથી. દવાના ખૂબ જ સારા પરિણામ મળે છે અને નિષ્ણાંતની સલાહ વગર, સારૂ થાય અેટલે જો દવા બંધ કરી દેવામાં અાવે તો પહેલાના સાઈકોટીક લક્ષણો પાછા દેખાય છે. અા દદીૅની સારવાર નિયમીત કરવાથી ઘણા બધા દદીૅઅો પાછા પોતાના રૂટીનકામ પર પાછા ફરી શકે છે.

બચેન્દ્રી પાલ --- Bachendri Pal

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌁🌁🌁🌁🌁🌁🌁🌁🌁

🌁પહાડની પુત્રી બચેન્દ્રી પાલ⛳️

🕵‍♀🕵‍♀🕵‍♀🕵‍♀🕵‍♀🕵‍♀🕵‍♀🕵‍♀🕵‍♀

🀄️આજે ૨૪ મે અને હું યુવરાજસિંહ જાડેજા આજના યુવાધનને આવા સાહસિક પર્વતારોહીઓમાંથી કાંઇક શિખ લઇ આપણી યુવા પેઢી કાંઇક સાહન કરે તેવુ અહી મુખ્ય ઉદ્દશ્ય છે. આજની મહિલાઓ પ્રકૃતિના ખોળે જઇ વિશેષ યોગદાન આપી સાહસિક પ્રવૃતિમાં આપે તેવી અભિલાષા સાથે...

⛳️*૧ર વર્ષની ઉંમરે ૧૩ હજાર ફુટનો પહાડ સર કરેલ * 
⛳️*કોલેજ શિક્ષણ દરમિયાન રાઇફલ શુટીંગમાં પણ પ્રથમ આવેલ *
⛳️ *૧૯૮૪માં એવરેસ્ટ સર કરી વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું * 
🏆🏆‘પદ્મશ્રી', ‘અર્જુન પુરસ્કાર', ‘નેશનલ એડવેન્ચર', ‘યશ ભારતી' સહિતના મળેલા સન્માન

🎯બચેન્દ્રી પાલે વિશ્વમાં ઇતિહાસ બનાવી દીધો. જયારે તેમણે ૧૯૮૪ માં માઉન્ટ એવરેસ્ટ ઉંચાઇ ર૮૦ર૯ ફુટ પર ભારતીય 🇮🇳🇮🇳ત્રિરંગો🇮🇳🇮🇳 લહેરાવ્યો અને તેઓ 🐾👍એવરેસ્ટની ચોટી ઉપર વિજય પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મહિલા બની ગયા.

24 May

🚩🚩ઈતિહાસમાં 24 મે નો દિવસ🚩🚩

📝📝વિશ્વનો પહેલો ટેલિગ્રાફ મેસેજ📋

1844 ની 24 મેએ વિશ્વનો પહેલો ટેલિગ્રાફ મેસેજ મોકલાયો હતો . ટેલિગ્રાફની ભાષા બનાવનારા અમેરિકન વિજ્ઞાની સેમ્યુઅલ મોર્સે વોશિંગ્ટનથી બાલ્ટીમોર સુધીની લાઇન બિછાવ્યા બાદ યહુદી બાઇબલમાંથી '' What hath God wrought !'' મેસેજ મોકલ્યો હતો .

૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સે અમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર 'આલ્ફ્રેડ વેઇલ'ને, બાલ્ટિમોરમાં, તાર (મોર્સકોડ) દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: "What hath God wrought"

✏️✏️✏️સેમ્યુઅલ મોર્સ એ એક જાણીતા અમેરીકન ચિત્રકાર હતા, જેમણે ટેલીગ્રાફને લગતું સંશોધન (એક તારી સંદેશો મોકલવા માટે) તેમ જ મોર્સ કોડની રચના કરી હતી. તેમણે મે ર૪, ૧૮૪૪ના દિવસે સૌ પ્રથમ વાર તારયંત્ર વડે સંદેશો પાઠવ્યો હતો.

તેમનો જન્મ એપ્રિલ ૨૭ , ૧૭૯૧ના દિવસે ચાર્લ્સ ટાઉન , મેસેચ્યુએટ્સ ખાતે થયો હતો. ૭૯ વર્ષની વયે તેમનું અવસાન એપ્રિલ ૨ , ૧૮૭૨ના રોજ ન્યુયોર્ક ખાતે થયું હતું.

👌☝️16 વર્ષે એવરેસ્ટ સર કર્યું👌☝️

નેપાળના તેમ્બા છિરી નામનો શેરપા 16 વર્ષની વયે વર્ષ 2001 ની 24 મેએ એવરેસ્ટ શિખર સર કરનાર સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો હતો . જોકે અમેરિકન પર્વતારોહક જોર્ડન રોમેરોએ 2010 ની 22 મેના રોજ તેમ્બા છિરીનો વિક્રમ 13 વર્ષની વયે તોડી એવરેસ્ટ સર કર્યું હતું .

ઈદ-ઉલ-ફિત્ર ખુદા બંદગી નો દિવસ --- Eid-ul-Fitr

🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
🇨🇨🇨🇨🇨🇨🇨🇨ઈદ મુબારક🇨🇨🇨🇨🇨🇨🇨🇨
ઈદ-ઉલ-ફિત્ર ખુદાની બંદગીનો દિવસ 
🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽🇨🇽
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇨🇽ઇદ શબ્દ મૂળ ‘અવદ’ પરથી આવ્યો છે. ‘અવદ’નો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું. 
🇸🇧દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઇદ. ઇદનું મહત્ત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. 
🇸🇦ઇદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેઅમતો (મહેરબાનીઓ)નો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલ છે.

🇸🇦ઈદ-ઉલ-ફિત્ર \ઈદ-અલ-ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો "ઈદ" ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને 🇹🇲ફિત્ર એટલે "ઉપવાસ તોડવો થાય" ઈદ-ઉલ-ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટેભાગે સમુહમાં મોટા હોલમાં થાય છે. 
🇹🇲રમાજાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઇપ્વાસ રાખીને ખુદાની બંદગી કરે છે , કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. 
🇹🇲ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અધા એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે.