Sunday, June 16, 2019

Father's Day - 16 June

જ્ઞાન સારથિ, [16.06.19 14:49]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

*🌈🌈 ✍🏻✍🏻થોડામાં ઘણું- દિલીપ શાહ🙏🏾🙏🏾🙏🏻*

🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

*પપ્પા, તમને નહીં સમજાય*

🧔🧔🧔🧔🧔🧔🧔🧔🧔

https://t.me/gujaratimaterial

નવી પેઢી એટલે ટાઈટ જીન્સ અને ફેન્સી ગોગલ્સ. ધ ડે સ્ટાટ્ર્સ વીથ વૉટ્સએપ એન્ડ નાઈટ એન્ડ્સ વીથ લોં...ગ ચીટ-ચેટ. આ નવી પેઢીના નમૂના જિંદગીના જુદાજુદા તબક્કે ઘરના વડીલ, સૂત્રધારને બાનમાં લઈ પોતાની માંગણીને એડજસ્ટ કરી લે છે.


*કે.જી.... બાલમંદિરવાળા : પપ્પુ.. આવી વૉટરબેગ નહિ ચાલે. મારે બેટમેનના ફોટાવાળી સ્ટીલની જોઈએ. મારે ડાયનોસરના ચિત્રવાળી મોટી બેગ જોઈએ. અને મમ્મીને કહી દો રોજ મારો લંચ બોક્ષ ના ભરે... મારા ઓલ ફ્રેન્ડસ રીસેસમાં કેન્ટિનમાં રોજ જલસા કરે છે ને મારે આ તીખી પૂરી... પપ્પા, આ તમને નહીં સમજાય કે મારું રિઝલ્ટ આ રોજની... પેલું શું કહેવાય... હા, યાદ આવ્યું બબાલથી જ બગડયું છે.*


હાઈસ્કૂલ... હાયર સેકન્ડરીવાળા : યાર પપ્પાં તમને કેટલી વાર કહેવાનું કે મને હવે સાયકલ ફાવતી નથી. બબ્બે દા'ડે પંચર... રોજ ચેઈન ઊતરી જાય... સ્વીટલીને રોજ ડબલ સવારી લઈ જવાની, કેટલી જાડી-પાડી થઈ ગઈ છે. મને મારી બર્થડે પહેલાં બાઈકનું કરી આપો...


*કોલેજ જતી ષોડશી : પપ્પા, રોજે રોજ મારો મોબાઈલ, કોમ્પ્યુટર ના પાડી તોય શું કરવા ફેંદો છો? છાપામાં સ્ત્રીદાક્ષિણ્યના લેખો લખો છો ને ઘરમાં એનાથી ઊંધું? આ તો બિલાડીને દૂધના સિક્યુરીટી ગાર્ડ તરીકે નીમવાની? તમારા 'ધરમની બેનના' વેવલાવેડાઓ બંધ કરો. તમને એ નથી સમજાતું કે ૧૪ ફેબુ્રઆરી વરસમાં કોક જ વાર આવે છે? સેંસીબલ થાવ.*


ઘરના વડીલ મા-બાપને : મમ્મી- પપ્પા, તમે 'એનો' સ્વાભાવ તો જાણો છો જ ને? ઈલેક્ટ્રીક ઈસ્ત્રીને ગરમ થતાં વાર લાગે એનું ભલું પૂછવું. પાછો બેડરૃમમાં ઝાંસીની રાણીનો ફોટો રાખ્યો છે ને રોજ બરાડો પાડી કહે છે ''મેરી ઝાંસી (એના બાપે આપેલી આ ફ્લેટની ચાવી) નહીં દૂઁગી.'' પપ્પા મમ્મી, તમને નહિ સમજાય અને મનેય નહિ સમજાય કે આ બુલડૉઝરનું પાર્કિંગ ક્યાં કરવું? તમારા બન્નેના ભલા માટે આ ઘરડાઘરનું ફોર્મ લાવ્યો છું. મેં ભર્યું છે તમે સહી કરી દો.


*મરી મસાલા :*


*નવ વાગે ન્હાય, દસ વાગે કોલેજ જાય, ત્યાં આચરકૂચર ખાય,*


*કેન્ટિનમાં હાય... હલ્લોથી હરખાય, રાતે બાય... બાય... પપ્પા. તમને નહીં સમજાય!*

*🌈🌈 ✍🏻✍🏻થોડામાં ઘણું- દિલીપ શાહ🙏🏾🙏🏾🙏🏻*

 https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja

:https://t.me/gujaratimaterial

👩👩👦👦👩👩👧👧👩👩👧👦👩👩👦👦👨👨👧👦👩👧👨👦👩👩👦👦 *👨👦👨👦માતાપિતા👨👩👧👧👩👩👦👦👨👨👧👦*

👨👨👦👦👩👩👦👩👩👦👨👨👦👦👨👨👧👦👨👩👦👦👨👩👧👧👨👨👧👦

(૦૧) એક સપનું મા-બાપનું


એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,

સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,

એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;

જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,

સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.


અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,

એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;

માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,

સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.


ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,

હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;

થયું'તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,

સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.


એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,

સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.


-ડૉ.નિલેશ રાણા


(૦૨) મા-બાપ


જિંદગીનો ભાર ઢસડી ઢસડીને

મનથી બેવડ વળી ચુકેલા,

તોય ખુશીથી અમને રાખતા.


કણીઓ પડેલી હથેળીએ

ને બરછટ બનેલા હાથ,

તોય કોળિયો અમને ભરાવતા.


ઘા ભલે હોય હજાર

તોય વ્હાલ અમને કરતા.


એક-એક ચિંતાની કરચલીઓ

ચહેરા પરથી છુપાવીને,

હાસ્ય અમને અર્પતા.


મજલોનુ અંતર કાપી કાપીને

અમને મંઝિલે પહોંચાડતા.


રાખીએ છીએ અમે એમને હ્ર્દયમાં

ને ઘરમાં રાખીશું ભવિષ્યમાં,

નહિ પડે જરુર લાકડીની

સહારો અમે ખુદ બનશું એમના!!!


-હિરલ મનોજ ઠાકર


(૦૩) પિતા હરપળ યાદ આવે છે


વાત્સલ્યના લીલા લીલા પાન ,

મેં તો પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.

કર્મના કીરતાલ તમો,

પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,

સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

એ ભલા-ભોળા શંકર જેવા,

ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,

મીઠા ફળ સૌને દેતા રહ્યાં.. પિતા હરપળ યાદ આવે છે.

આજ મ્હેકતો બાગ છે આપના થકી,

માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.

આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,

પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.


વિશ્વદીપ બારડ


(૦૪) પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું


પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું

અવિભાજ્ય તેના સ્મરણમાં સરું છું

જતનથી ઉછેર્યો ગટરમાં ન ફેંક્યો

પિતા-માતા-ધાતાને વંદન કરું છું

નિરાકાર ઘટને તેં આકાર દીધો

ગુણોના પ્રદાતાને પૂષ્પો ધરું છું

મળી ભેટ ઉત્તમ પ્રથમ ખુદને ચાહુ

જીવનદાતામાં ઈશદર્શન કરું છું

રુએ રુએ તવ રુણ ઉપકાર અગણિત

જો ચાહુ ચૂકવવા ક્યાં ચુકવી શકુ છું

ભણાવ્યો ,ગણાવ્યો ,રમાડ્યો, હસાવ્યો

કૃતઘ્ની બની ગાળ ક્યાં દઈ શકુ છું ?

અનાયાસ પૂછે કોઈ નામ તારું

વિગતવાર હું તારી ગાથા વદુ છું

હું તારો તું મારો બીજું કૈ ના જાણું

જગે તેથી નિર્ભય બનીને ફરું છું

ઓ બાપા, દિપા શું ? ગીતાગાન ગાઉં ?

હવે તારું મલકાતું મુખડું સ્મરું છું

અહોભાગ સંસ્કાર અંતિમ કર્યા'તા

હું યે અગ્નિપથ પર પલેપલ સરું છું

કરી હું શકુ છું, બની હું શકું છુ,

હું કંકરથી શંકર બની પણ શકું છું

નથી દીન 'દિલીપ' મળ્યો વારસો જે

અનુભવનો વૈભવ વહેંચતો રહું છું


-દિલીપ ગજજર, લેસ્ટર


(૦૫) માબાપની માયા


છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;

ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.

ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.

બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;

પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.

ઓ મા મારા હૈયે હેત ભરજે.

બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;

કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.

પપ્પા ભુલ સુધારવા કહેતા.

પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;

માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.

ને હેત હૈયે વરસાવી દેતા.

વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;

લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.

ને માબાપની લાગણી જોતા.

ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;

હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.

એવા છે માબાપ અમારાવ્હાલા.

પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;

ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.

એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.


-પ્રદીપ બ્રહ્મભટ્ટ


(૦૬) બા,બાપુજી કે બાપા


બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.

બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.

બા એટલે સંતાનના જીવનનો પાયો.

બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.

બાપુજી એટલે બાની પુંજી.

બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.

બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.

બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.

બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)

બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે.

બા


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

પાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે.

અને અંતે

બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.

(દા.ત. તારા બાપાને કહેજે કે ઘરનું ભાડુ ઓફીસે મોકલી આપે)

જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે બાપા એ ચોથો ભાગ છે.


-પ્રદીપ બ્રહ્મભટ્ટ


(૦૭) માબાપની માયા


માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો

ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો

…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે

માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે

…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે

સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે

…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું

પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું

…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું

લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું

…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.


પ્રદીપબ્રહ્મભટ્ટ


(૦૮) મા-બાપ


નીતિ જેની નિસ્વાર્થ ભરી,આ એવી પરમ પાવન જોડી મા- બાપની.

ચુકવી ના શકાય ૠણ જેનું આ એવી દિવ્ય જોડી મા- બાપની.


પી શકે પ્રેમ થી દુખ દર્દનાં ઘુંટડા, આ એવી અડીખમ જોડી મા-બાપની.

ના શરત હોય કોઇ એનાઉછેરમાં,આ એવી પ્રેમાળ જોડી મા-બાપની.


ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.

જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની


નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપની

મંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની.


વિશ્વદીપ બારડ

https://t.me/gujaratimaterial

(૦૯) ડેડી તમે


ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો

ખોળામાં લો, બેસો મને સપના ગણાવો


બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો

મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો


આ બે તમારા હાથ છે, દુનિયા અમારી

મારા તમે બે હાથમાં દુનિયા સમાવો


જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના

કાંટા અને આજે મને પુષ્પો બતાવો


માણી શકું હું જિંદગીને મારી રીતે

ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો


લોકો કહે છે ગાય જેવી દિકરી હો

ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો


ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા

વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો


મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી

કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …


હિમાંશુ ભટ્ટ


(૧૦) પ્રિય પપ્પા હવે તો


પ્રિય પપ્પા હવે તો તમારા વગર

મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર


આ નદી જેમ હું પણ બહુ એકલી

શી ખબર કે હું તમને ગમું કેટલી


આપ આવો તો પળ બે રહે છે અસર

જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર


મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …


યાદ તમને હું કરતી રહું જેટલી

સાંજ લંબાતી રહે છે અહીં એટલી


વ્હાલ તમને ય જો હો અમારા ઉપર

અમને પણ લઇને ચાલો તમારે નગર


મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …


-મુકુલ ચોક્સી


(૧૧) માબાપ ના મળશે કદી


બહુ વાત કરતા લોક સૌ, અહીંયા જુઓને પ્રેમની,

કહો કોણ જાણતું એ બધી, વાતો ખરે છે વ્હેમની.


આંખોથી આંખો જો લડે, સમજે નીશાની પ્રેમની

એ નીશાનીઓ મહીં, સઘળું લુટાવ્યું સ્હેલથી.


જાન લેવા પ્રેમમાં, દેવા ય પણ તૈયાર છે .

જીંદગી મળતી નથી, કંઇ કોઇના યે ર્ હેમથી..


છોડીને વીસરી જતા માબાપને જે પ્રેમમાં

નાસમજ ! સમજી લીયો માબાપ ના મળશે કદી


નીરજ વ્યાસ


(૧૨) પિતૃ વંદના


ઘડવૈયાએ હેતે ઘડ્યા એવા ઘટ

પિતાએ પરખાવી પ્રભુતા પૃથ્વી પટ

દિધા જગે તમે વટવૃક્ષ સમ ધામા

સંસારને સંવારી આપ્યા મહા વિસામા

દિધી હૂંફ સંતાનને કવચ થઈ સંગે

સંસારી ઉપવન મહેંકાવ્યા રે ઉમંગે

મોભ ઘરના તમે ઝીલતા સર્વ ભાર

ગિરિ સમ પિતાએ દીધા સુખ અપાર

દર્શન શ્રીફળ સમ લાગ્યા મન ભાવન

નથી રુક્ષ, ભીંજવતા દઈ સ્નેહ પાવન

પરમ ઉપકારી છે તમ ગરજતી વર્ષા

દેવ અધિષ્ઠાતા પૂરતા સઘળી આશા

પ્રભુ ઉપહારની મળી પિતૃ પ્રસાદી

ઝાઝા ઝુહાર,સદા વરસાવી આબાદી

સંતાનના સંબંધો અજવાળશું એવા

નમશું પિતાને થઈ રામસીતા જેવા


રમેશ પટેલ(આકાશદીપ)


(૧૩) પ્રગટ દેવ-માતપિતા


આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી

ને સુગંધી તે માતારે


આ ઊંચા પહાડ તે પિતાજી

ને સરવાણી તે માતારે


આ અષાઢ ગાજ્યા તે પિતાજી

ને ધરતી મ્હેંકે તે માતા રે


આ સાગર ઉછળે તે પિતાજી

ને ભીંની રેત તે માતા રે


આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી

ને ચંદન લેપ તે માતા રે


આ કવચ કૌવત તે પિતાજી

ને મમતા ઢળી તે માતા રે


આ ઢોલ વાગ્યું તે પિતાજી

ને શરણાયું તે માતા રે


આ ધ્રુવ તારો તે પિતાજી

ને અચળ પદ તે માતા રે


આ પ્રગટ દેવ તે પિતાજી

ને પ્રભુ પ્યાર તે માતા રે


રમેશ પટેલ 'આકાશદીપ

https://t.me/gujaratimaterial

(૧૪) પિતા દિન-પિતૃ સર્જન


પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા

ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર

હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર

બનાવું પિતા ને અર્પું દશ નૂર

પ્રથમ નજરે સમાણું શ્રીફળ

ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ

રૂક્ષ લાગે ભલે બહારથી

ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ

બીજી નજર મંડાણી સાવજે

નર કેસરી થઈ ઘૂમજે વીર

પૌરુષથી ડગ દેજે ધરણીએ

ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર

ત્રીજી નજરમાં દીઠો મેઘલ


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]


ગરજતો અષાઢે દેતો રે ડંક

વાત વ્યવહારે તું ગાજ જે

જગ જાણે હાલ્યા રે બંક

ચોથી નજરે સમાણો વડલો

દેતો વિસામો ને શીળી છાંય

કુટુમ્બ કબીલો તારે આશરે

સંતાપો સહી છત્ર ધરજે રે રાય

પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ

ને થયા રાજીનારેડ શ્રીનાથ

દીધા તને ગિરિના ગુણ સઘળા

શિખરથી સાગર તક ગાજે આલાપ

છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર

દિલદાર થઈ કરતો રે શોર

ભૂલ


જે ખારાશ તુંયે સંસારની

દે જે મીઠડા મેઘ અનરાધાર

સાતમે સમર્યા દાદા સૂરજ

પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ

દેજો પિતાને એવા રે તેજ

ચંદ્રની શીતળતા પામે સંતાન

હાથ જોડી બોલ્યા નર દેવ

આઠમે દેજો મૂછ મોભાને સાથ

કન્યા વિદાયે છલકે અક્ષ

એવું નવમે દેજો હૈયું વિશાળ

દશમું નૂર પ્રભુ એવું આપજો

'દીપ' ને દ્વારે વધાવે સંતાન

દોડી ચાંપું ભૂલકાંને છાતીએ

ને રમું થઈ નાનો બાળ


-રમેશ પટેલ 'આકાશદીપ'


(૧૫) માતા-પિતા,


હયાત માતા-પિતાની છત્રછાયામાં,

વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,

હોઠ અડધા બિડાય ગયા પછી,

ગંગાજળ મૂકીને શું કરશો…


અંતરના આશીર્વાદ આપનારને,

સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,

હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,

છબીને નમન કરીને શું કરશો…


કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,

પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,

લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,

પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…


માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,

અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,

સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,

પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…


હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,

પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,

પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,

અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…


શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,

હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,

પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…


પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,

ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,

પ્રેમથી હાથ ફેરવીને 'બકા' કહેનાર નહીં મળે,

પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…


unknow


(૧૬) મારા પિતાજી


માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!

માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!


મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!

મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!


કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!

સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી!


ઉપકારો ક્રોડો ના ઉતરે મારા પિતાજી!

સ્વિકારું તે સૌ રોજ હું મારા પિતાજી!


પ્રાર્થુ પ્રભુને દે સૌ સુખો મારા પિતાજી!

પ્રણમું રોજ સવારે તમને મારા પિતાજી!


આ જીવન દાન મને તમારું મારા પિતાજી!

ભવો ભવ મુજ મસ્તકે હાથ તમારો પિતાજી!


"પિતૃ"દિને એ વાત સ્મરું મારા પિતાજી!

તુજાશિષોથી ઉજળો હું ઓ મારા પિતાજી!


-વિજય શાહ


(૧૭) ક્દી ના ભુલશો એવા પિતાજીને


યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે


યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે


કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)


યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી


યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી


કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)


યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો


માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો


કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)


ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો


મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો


ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)


ડો. ચંદ્રવદન મિસ્ત્રી -ચંદ્ર પૂકાર


(૧૮) પિતા, તું છે મહાન


પિતા ઘરનો મીનાર ગણાય

મોભી સ્વીકારી માન અપાય


ગુણગાન માના સર્વત્ર ગવાય

મહાનતા પિતાની રહે છૂપાય


કુટુંબના વિપરીત સમયે

ક્રૂર વિધીના ઘાએ સૌ ઘવાય


માના દુઃખ હળવા અશ્રુ ધારે

પિતા તુજ દર્દ વહે છૂપાય


ધૈર્ય હિમત સાથે પડકાર જીલે

સાંત્વના અર્પે ,સૌના મુખ મલકાય


પિતૃ દેવો ભવ જ્યારે સંભળાય

પિતા તુજ છબી હ્રદયે સ્થપાય


કોટિ પ્રણામ મહાન પિતા મારા

આજ જીવન મારું સાર્થક જણાય


(૧૯) મા બાપને ભૂલશો નહિ


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ


પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ


કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ


લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ


લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ


સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ


ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ


પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ


ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.


સંત પુનિત


https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

https://t.me/gujaratimaterial

પિતા એ છે

જેને તમે પડી જાઓ , ત્યારે આધાર આપવો હોય છે

પણ તેમ કરવાને બદલે તે તમને જાતે જ ઉભા થવા ને ચાલવા દે છે

પિતા એ છે

જે તમારી ભૂલો સુધારવા ઈચ્છે છે, પણ તેમ કરવાને બદલે

તે તમને જાતે રસ્તો કાઢવા દે છે

પછી ભલે તે રસ્તે તમને અથડાતા કુટાતા જોઈ

તેનું હૃદય એકાંતમાં પીડા અનુભવે

પિતા એ છે

જે તમે રડો ત્યારે તમને હુંફ આપે છે

ને શિસ્ત તોડો ત્યારે ઠપકો આપે છે

પિતા એ છે

જે તમારી સફળતાથી ગર્વ અનુભવે છે

અને તમારી નિષ્ફળતાની પળે તમારામાં શ્રદ્ધા રાખે છે.


ઈશ્વરે

પહાડ પાસેથી દ્રઢતા , વૃક્ષ પાસેથી મહાનતા

સૂર્ય પાસેથી ઉષ્મા, સમુદ્ર પાસેથી ઊંડાણ

પ્રકુરતી પાસેથી ઉદારતા, રાત્રી પાસેથી હુંફ

સંતો પાસેથી ડહાપણ, ગરુડ પાસેથી શક્તિ

ઝરણા પાસેથી આનંદ અને બીજ પાસેથી ધૈર્ય લઇ

પરિવારનું સંગોપન કરવા, એક જીવંત કૃતિ સરજી

અને તેને નામ આપ્યું – " પિતા "

https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

https://t.me/gujaratimaterial

['અંતરનો ઉજાસ' પુસ્તકમાંથી સાભાર.]

🧔🧔🧔🧔🧔🧔🧔🧔🧔👴👴

*ભગવાને જ્યારે પિતાની રચના કરી…. –ડૉ. આઈ. કે. વીજળીવાળા*

👴👴👴👴👴🧔🧔🧔🧔👴


['અંતરનો ઉજાસ' પુસ્તકમાંથી સાભાર.]


ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : 'ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?'


ભગવાન હસી પડ્યા અને બોલ્યા : 'હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.' આ 'ઊંચાઈ' શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.


એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, 'ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?'


આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, 'તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !' નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, 'ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?'


ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : 'અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.' ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, 'સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !'


મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, 'અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક 'પાગલો પા…. મામાને ઘેર રમવા જા !' તેમજ 'ઢીચકા ઢમણ…' જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલ


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

શે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.' દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.


રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, 'ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!' આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, 'હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!'


દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.


https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

🧔👱♂👴👳♂👱🧔👴👳♂👱♂👴🧔

*👴🧔પપ્પા એટલે પપ્પા જ🧔👴*

🧔👴👱🧔👴🧔👴👱🧔👴🧔

*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

https://t.me/gujaratimaterial


*એક જાપાનીઝ વાર્તા છે. વાર્તામાં એક સાત વર્ષની દીકરી ચર્ચમાં ગોડને પ્રેયર કરી રહી છે, 'હે ગોડ, મને એક નાનકડો ભાઇ, નવા લીધેલા ડ્રેસ સાથે મેચ થાય એવી બ્લુ-પિંક અને પર્પલ હેરક્લીપ્સ, એક નાની ઢીંગલી-જે બોબ્ડ કટ હોય અને ઓરેંજ ફ્લેવરના વેફર બિસ્કીટ્સ જોઇએ છે.*


આવતા ફ્રાઇડે પ્રેયર માટે ફરી ચર્ચમાં આવું ત્યારે આ બધું જ મને આપી દે જે..! નહિંતર મારા પપ્પાને બોલાવી લાવીશ..!'


*👧👧👧આ સાત વર્ષની દીકરી ભગવાન પાસે એક વિશ લીસ્ટ મૂકે છે. એણે આપેલી સમય મર્યાદામાં જો ભગવાન એનું વિશ લીસ્ટ પૂરું ન કરી શકે તો એ 😇😇પપ્પાને બોલાવી લાવીશ એવી ધમકી પણ આપે છે.💥💥 મજાની વાત તો એ છે કે, પપ્પા ભગવાન પાસે ધાર્યું કરાવી શકે છે એવો વિશ્વાસ હોવા છતા એ પપ્પાને વિશ લીસ્ટ નથી આપતી. કારણ કે એને પપ્પાનો ડર છે. 🌈❇️🙏🙏પણ ભગવાન જો દીકરીની ઇચ્છા પૂરી ન કરી શકે તો એનાં પપ્પા ભગવાનની ખબર લઇ નાંખશે એવો એને વિશ્વાસ પણ છે.*


🎯🎯🎯પપ્પા સલામતીની દિવાલ હોય છે. એમની છાતી પ૬ની હોય. રાક્ષસો એમનાથી બીતા હોય. બોટલમાંનો જીન એમના કહ્યામાં હોય. એમને બધ્ધું જ આવડતું હોય. ગજવામાં હોય એના કરતા વધારે પૈસા એ ખર્ચી શકતા હોય. 😂😂😂મમ્મી એમનાથી બીતી હોય. જો કે, પપ્પા પણ મમ્મીથી બીતા જ હોય, પણ એમની બીક એ પોતાની પ૬ની છાતી પરના કાળા-ધોળાં વાળ વચ્ચે છૂપાવી શકતા હોય. 💪💪💪પપ્પા એટલે એક એવા મર્દ, જેમની આંખે પાણી ભરાય પણ આંસુની મજાલ નથી કે એમની આંખ સુધી પહોંચી શકે.


*👌👉👌પપ્પા..પપ્પા જ હોય. રોજ સવારે વહેલા ઉઠી છાપાના પાના વચ્ચે દેશ-વિદેશના સમાચારો શોધી લેતા પપ્પાને ન્હાવા જતી વખતે ટુવાલના રેકમાં મૂકેલો ટુવાલ જડતો નથી હોતો અને પપ્પાની આ અણઆવડત છતી ન થઇ જાય એટલે મમ્મી એમને ટુવાલ હાથમાં આપી દેતી હોય છે. મમ્મી-પપ્પાને છાવરી લે છે.*

🗣🗣🗣'પપ્પાને કહી દઇશ..!' આ વાક્ય એનું તકિયાકલામ બની જતું હોય છે.

રિમો‌ર્ટ કંટ્રોલ કારને તોડીફોડીને એનું મિકેનિઝમ ચેક કરતા નાના અમથા દીકરાને એ 'પપ્પાને કહી દઇશ..!' *😂😇😌😇એવું કહીને એ ગણિતના દાખલા ગણવા બેસાડી શકે છે. પપ્પાનું નામ જ દીકરાને કૂતુહલના વિશ્વમાંથી દુનિયાદારીની દુનિયામાં લઇ આવતું હોય છે. દીકરી માટે આવું નથી હોતું. 🙀👧👧👧ઢીંગલીના વાળ ઓળવામાં બિઝી દીકરી પાસે પપ્પાનું નામ કિચનમાં રોટલીઓ નથી વણાવી શકતું. દીકરાએ ગણવું જ પડે અને દીકરીએ રમવું તો પડે જ ને..એવું માનતા પપ્પા દીકરા માટે જુદા અને દીકરી માટે જુદા હોય છે.*


*👌✌👌દીકરી માટે પપ્પા સલામતી હોય. દીકરી પપ્પાએ દોરી આપેલી સલામતીની લાઇન ન ઓળંગવામાં ગૌરવ અનુભવતી હોય જ્યારે દીકરો પપ્પાને ઓળંગી જવામાં ગૌરવ અનુભવતો હોય. દીકરી માટે પપ્પા 'આઇડિઅલ મેન' હોય-બહારની દુનિયામાંના બધા જ પુરૂષોને એ પપ્પાના માપદંડે માપી લેતી હોય.👧👧👧 દીકરીને પપ્પાને સાચા પાડવામાં અને દીકરાને પપ્પાને ખોટા પાડવામાં મજા પડતી હોય. પોતાનો દીકરો પોતાને ખોટા સાબિત કરે છે એ વાતે પપ્પાની નસોમાં વહેતું લાલ રંગનું લોહી થોડું વધારે ગાઢું બની જતું હોય છે. દીકરી માટે જીતી જવાની અને દીકરા સામે હારી જવાની પપ્પાને મજા પડતી હોય છે.*


*👧👧👧👤👥👥🌟🌟⭐દીકરીના ભાવ વિશ્વમાં પપ્પાનો ભાવ આસમાને હોય છે, દીકરાના ભાવ વિશ્વમાં પપ્પાનો ભાવ શેરબજારના માર્કેટની જેમ ચડઉતર થતો રહે છે.👦👦👦 દીકરા માટે પપ્પા જરૂરિયાત છે. લેટેસ્ટ આઇપેડથી લઇને પોલિસે જપ્ત કરી લીધેલા બાઇકને છોડાવવા સુધીનાં દરેક કામમાં દીકરાને પપ્પાની જરૂર પડે છે. એ પપ્પા પાસે બહુ જ સરળતાથી બધું જ માંગી શકે છે.👕👚 પપ્પાનું શર્ટ પહેરીને આખાં ઘરમાં રોફ મારી શકતો દીકરો પપ્પા જેવા ન બનવાની કોશિશ વચ્ચે મોટો થતો રહે છે. દીકરી આવું નથી કરી શકતી. એને તો એનો વર પણ પપ્પા જેવો જ જોઇતો હોય છે. 😎🤓🤓ચશ્મા પાછળથી પપ્પાની ઉંચી થતી આંખો દીકરીને જલદી સમજાય જાય છે. દીકરી કશું પણ કરતાં પહેલાં પપ્પાની પરમિશન લે છે, દીકરાને પપ્પાનાં બધાં જ નિર્ણયો ખોટાં લાગે છે.*

🙃🙃🙃 'તમને કશી જ સમજણ નથી પડતી' આવું એ ખૂબ સરળતાથી પપ્પાને કહી શકે છે. જો કે, પપ્પાને ખોટાં સાબિત કરવા મથતાં દીકરાને પપ્પા સાચાં હતાં એવું સમજાવા માંડે ત્યારે એનો દીકરો એને ખોટો સાિબત કરવા તૈયાર ઊભો હોય છે.


*દીકરા માટે પપ્પા તાકાત હોય છે.🎯🎯🎯💠💠 પિતાને અગ્નિ‌દાહ આપ્યા પછી વિરાટ કોહલી મેદાનમાં સદી ફટકારી શકે છે. એક સદી ફટકાર્યા પછી આકાશમાં જોઇને પિતાને યાદ કરતો સચીન તેંડુલકર તરત જ બીજી સદી ફટકારી શકે છે. પણ દીકરી માટે પપ્પા નબળાઇ છે.*


*🌈🎲❇💠ઇન્દિરા ગાંધી એક પત્રમાં પિતા જવાહરલાલ નહેરુને લખે છે, 'શરીરમાં કરોડરજ્જુ જરૂરી છે, એમ દીકરીના જીવનમાં પિતાનું હોવું જરૂરી છે.*🎲💥કરોડરજ્જુ વિનાનું શરીર અક્કડ રહી શકતું નથી, એમ પિતા વિનાની દીકરી


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

પણ અક્કડ રહી શકતી નથી. મારી નબળાઇ તમે છો..!' *પિતાના મૃત્યુ પછી સાવ ઢીલી પડી ગયેલી પ્રિયંકા ચોપરા કેટલાય દિવસો સુધી લોકોની સામે આવતી નથી. પિતાનું મૃત્યુ દીકરાને મર્દ બનવાની પ્રક્રિયા સુધી લઇ જાય છે, જ્યારે દીકરીને એ તોડી નાંખે છે, સલામતીના વિશ્વમાંથી અસલામતીની દુનિયામાં ફેંકી દે છે.* દીકરો પિતાને અગ્નિદાહ આપે છે ત્યારે પિતાની ચિતામાં એનાં આંસુઓ સૂકવીને એ મર્દ બની જાય છે. પિતાની ચિતા દીકરીને આગ જેવી લાગે છે, જેમાં એ એનું બધું જ સળગાવી દેતી હોય છે. *🌈💥પપ્પાનું મૃત્યુ અકળાવી મૂકે એવું ભયાનક હોય છે.*

*🎯❇💠પપ્પા ક્યારેય કશું બોલતાં નથી હોતાં. ઓફિસેથી ઘરે પાછાં ફરે ત્યારે ટીવીનું રિમોટ એમનાં જ હાથમાં રહેવું જોઇએ-એનો આગ્રહ રાખતાં પપ્પા બહુ જ સરળતાથી દીકરા અને દીકરીનું જીંદગીનું રિમોટ બીજાં કોઇનાં હાથમાં સોંપી શકતાં હોય છે. મમ્મી આવું નથી કરી શકતી. દરેક મમ્મી સારી સાસુ પુરવાર થાય એ જરૂરી નથી, પણ દરેક પપ્પા સારા સસરાં તો બની જ શકે છે.*


*🙏🌈💠🎲જમનું નામ આપણાં નામની પાછળ લખાતું હોય, જેમનું લોહી આપણી નસોમાં વહેતું હોય, જેમનો ગુસ્સો આપણને વારસામાં મળ્યો હોય..જેમને ખોટાં સાબિત કરવામાં આપણો અહમ સચવાતો હોય-જેમનાં શુઝ આપણાં પગમાં મોટાં પડતાં હોય-જે ખૂબ ગુસ્સો કર્યાં પછી ધ્રુજવા માંડે-જેમને આપણે ક્યારેય આઇ લવ યુ ન કહ્યું હોય-એ આપણાં માટે કેટલાં અગત્યનાં છે એવું જેમને જતાવવાનું આપણે કાયમ ચૂકી જતાં હોઇએ અને જેમનાં પ્રાયોરિટી લીસ્ટમાં કાયમ આપણે જ ટોપ પર રહ્યાં હોઇએ-એ આપણાં પપ્પા એટલે પપ્પા જ…!!*


*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [16.06.19 14:50]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

🧔👱♂👴👳♂👱🧔👴👳♂👱♂👴🧔

*👴🧔પપ્પા એટલે પપ્પા જ🧔👴*

🧔👴👱🧔👴🧔👴👱🧔👴🧔

*✍🏻યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

https://t.me/gujaratimaterial


આ પપ્પા એટલે?


પપ્પા એટલે ખાલી એક નામ ?


પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?


પપ્પા એટલે ખાલી એક પદ ?


પપ્પા એટલે ખાલી બાયોડેટામાં


નામની પાછળ લાગતુ અસ્તિત્વ ?


🌀🌀🌀ના ….


*પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક…*


આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા…


*આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..*


*કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માટે નોમીનેટ કર્યો જ નથી.*

😉😌😉😌😌

"ખબરદાર જો આમ કર્યુ છે તો…


આવવા દે તારા પપ્પાને..


બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો

😉😌😉😌😌

*દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*


ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.


*😊😇😇😊બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા… આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.*


*😊ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ રે" જ સરી પડે છે.. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે … પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.*


*🙃🙃😉પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.*


કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.


*😘😘😘😘😘આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ..*


*😀☺બદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે.. આ કારણોસર એ મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું*


લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.


😃😄😁😁આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક

🧔👱♂👴🧔👴👱♂👴🧔👴👱♂👴

*આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ..*


આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ


આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ


*આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય*


*આ પપ્પા એટલે આપણને કદિ યે પડી ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ…*


આખરે પપ્પા ઍટલે પપ્પા… બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધું જ…


*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો….*


*એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..*


*Dedicated to papa…..*


F.A.T.H.E.R.S.


"F" aithful.


"A" lways there.


"T" rustworthy.


"H" onoring.


"E" ver-loving.


"R" ighteous.


"S" upportive.


*🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

https://t.me/gujaratimaterial

16 June

👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅
🔰🔰ઈતિહાસમાં ૧૬ જૂનનો દિવસ🔰
👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚫આખા દેશમાં તમાકુ પર પ્રતિબંધ🚫

ખેતરમાં તમાકુ ઉગાડવાથી લઈને બજારમાં મળતા તમાકુના તમામ ઉત્પાદનો પર પાડોશી ભુતાને 2010 ની 16 જૂને પ્રતિબંધ મૂક્યો હતો . આમ કરનારો ભુતાન પહેલો દેશ બન્યો હતો .

🎍🎍અંતરિક્ષમાં વિશ્વની પહેલી મહિલા🎍🎍

સ્કાય ડાઇવિંગની શોખીન અને ટેક્સટાઇલ ફેક્ટરીમાં કામ કરતી રશિયન વેલેન્ટિના તેરેસ્કોવા વર્ષ 1963 ની 16 જૂને અંતરિક્ષમાં પહોંચનારી વિશ્વની પહેલી મહિલા બની હતી .

🎋રશિયાની મહિલા એસ્ટ્રોનોટ વેલેન્ટિના તેરેસ્કોવા વર્ષ 1963 માં આજના દિવસે અંતરિક્ષમાં જનારી પહેલી મહિલા બની હતી . 400 મહિલામાંથી પસંદ કરાયેલી વેલેન્ટિના વોસ્તોક -6 યાન દ્વારા બે દિવસ અને 22 કલાક દરમિયાન પૃથ્વીના 48 ચક્કર કાપીને પરત ફરી હતી .

🎋🎋 ક્રાંતિકારી અને સ્વતંત્ર સેનાની ચિતરંજન દાસનું અવસાન થયું.🎋🎋