Wednesday, August 21, 2019

21 Aug 2019 --- NC

























































































ગૌરીશંકર ઉદયશંકર ઓઝા --- Gaurishankar Uday Shankar Oza

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
🎯ગૌરીશંકર ઉદયશંકર ઓઝા🔰
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિના નામે ભાવનગર શહેરની બહાર આશ્રમ બનાવીને રહેતા હતાં તથા સંન્યાસી જીવન ગાળતા હતાં.

જન્મની 👉 ઓગસ્ટ ૨૧, ૧૮૦૫
ભાવનગર રાજ્યમાં ઘોઘા પરગણું
મૃત્યુની વિગત ડિસેમ્બર ૧, ૧૮૯૧
ભાવનગર રાજ્યમાં ભાવનગર શહેર
મૃત્યુનું કારણ⭕️ કુદરતી
અભ્યાસ ગુજરાતી પ્રાથમિક્ શિક્ષણ
વ્યવસાય મુખ્ય કારભારી, ભાવનગર રાજ્ય

🔰🎯શરુઆતનું જીવન તથા અભ્યાસ 

એમનો જન્મ ૨૧ ઓગષ્ટ ૧૮૦૫ માં ઘોઘા ખાતે વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.એ અઢાર મહીના (દોઢ વરસ)ની ઉમરના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું હતું. એમણે પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં સામાન્ય અભ્યાસ કર્યો હતો.

21 Aug

💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
🎯ઈતિહાસમાં ૨૧ ઓગસ્ટનો દિવસ
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🔘📚કાકાસાહેબ કાલેલકર📚📖

ગુજરાતીમાં નિબંધ અને પ્રવાસ લેખનમાં અનેરું યોગદાન આપનારા કાકાસાહેબે વર્ષ ૧૯૮૧માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૯૬૪માં પદ્મવિભૂષણ એનાયત થયા હતા.

🔭🔬🕳એસ. ચંદ્રશેખર🔭🔬🕳

ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ સુબ્રમણિયમ ચંદ્રશેખરે વર્ષ ૧૯૯૫માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તારાની રચના વિશે ગણિતિક થિયરી બદલ વર્ષ ૧૯૮૩માં તેમને નોબેલ પારિતોષિક અપાયુ હતું.

Tuesday, August 20, 2019

Dengue Chikun Gunea Fever Causes Care & Prevention --- ડેન્ગ્યુ સમુદાયો તાવનું કારણ બને છે સંભાળ અને નિવારણ

રાજીવ ગાંધી --- Rajiv Gandhi

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👤🗣👤🗣👤🗣👤🗣
શ્રી રાજીવ ગાંધી
🗣🗣🗣🗣🗣🗣🗣🗣

♻️શ્રી રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ કદાચ વિશ્વમાં એક સરકારના સૌથી નાની વયના ચૂંટાયેલા વડા બની રહ્યા હતા. 

♻️તેમના માતા ઇન્દિરા ગાંધી 1966માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે 48 વર્ષના હતા. 

💠સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે રાજીવના નાના પંડિત જવાહરલાલ નહેરુએ પ્રધાનમંત્રી પદની 17 વર્ષની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે તેઓ 58 વર્ષના હતા.

♻️♻️દેશમાં પેઢીગત પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી પ્રાપ્ત થઇ હતી. 

♻️હત્યાના ભોગ બનેલા તેમના માતા ઇન્દિરા ગાંધીના રાષ્ટ્રીય શોકની અવધી પૂરી થતાં જ સંસદના સીધા ચૂંટાયેલા સભ્યોથી રચાતા લોકસભા ગૃહ માટે સામાન્ય ચૂંટણીના આદેશ આપ્યા હતા. તે ચૂંટણીમાં કોંગ્રેસને ભૂતકાળની ચૂંટણીઓની તુલનામાં ઉંચા પ્રમાણમાં મત મળતાં લોકસભાની કુલ 508 પૈકી 401 બેઠકો પર કબજો કર્યો હતો.

20 Aug

🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
🎯ઈતિહાસમાં ૨૦ ઓગસ્ટનો દિવસ
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📚📘📗ચંદ્રકાન્ત બક્ષી📚📖📔

સાહિત્ય પ્રેમીઓના 'બક્ષીબાબુ ' નો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૩૨માં પાલનપુર ખાતે થયો હતો . ઈતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, ટ્રાવેલોગ જેવા વિષયો પર ૧૭૮ પુસ્તકો ઉપરાંત તેમણે અનેક કોલમો લખી છે .

💻🖥એન . આર . નારાયણમૂર્તિ💻🖥

'ઇન્ફોસિસ 'ના જનક નારાયણમૂર્તિનો જન્મ વર્ષ ૧૯૪૬માં આજના દિવસે થયો હતો . IIM અમદાવાદમાં પહેલી નોકરી કર્યા બાદ છ સોફ્ટવેર ડેવલપર્સે મળીને દસ હજાર રૂપિયાથી ઇન્ફોસિસની સ્થાપના કરી હતી .

🐝🐝🐝વિશ્વ મચ્છર દિવસ🐝🐝🐝

ભારતમાં જન્મેલા બ્રિટિશ ડોક્ટર રોનાલ્ડ રોસના જન્મ દિવસને વર્લ્ડ મોસ્કિટો ડે તરીકે યાદ રખાય છે . મેલેરિયા માદા મચ્છરો દ્વારા ફેલાય છે તેવું શોધવા માટે ડો . રોસને વર્ષ ૧૯૦૨માં નોબેલ પારિતોષિક અપાયુ હતું .