Tuesday, November 12, 2019

12 Nov 2019 -- NC
































































જાહેર પ્રસારણ સેવા (PSB ) -- Public broadcasting service (PSB)

🎯👉જાહેર પ્રસારણ સેવા (PSB ) ભારતીય પરિપ્રેક્ષ્ય


નવેમ્બર 12, ભારતમાં જાહેર પ્રસારણ સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, કેમકે મહાત્મા ગાંઘીએ ૧૯૪૭માં આજ દિવસે પાકિસ્તાનના નિર્વાસિતોને ઓલ ઇન્ડિયા રેડિયો ઘ્વારા ૫હેલું અને છેલ્લું પ્રવચન આપ્યું હતું. તેઓ એ હંમેશા માટે સેવા અને મીડિયાની જાહેર પ્રસારણ સેવા એમ એવા બે મહત્વપૂર્ણ આધારસ્તંભની હિમાયત પર ભાર મૂક્યો હતો. પ્રસ્તાવના ભારતીય બંધારણની કલમ 19 (1) (A), વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દ્વારા વ્યક્તિઓના મૂળભૂત અધિકારની ખાતરી આપે છે. પ્રસારણ સૌથી મહત્વપૂર્ણ સમૂહ પ્રત્યાયન છે. લોકો સુધી માહિતી અને વિચારોને મુક્ત રીતે પરંપરાગત ભૌગોલિક અને સંસ્થાકીય સીમાને ટકાવી શકે તે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા, અધિકાર, વિચારો અને પ્રસારણ મુક્ત પણે ટકી શકે અને સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે ‘’જાહેર પ્રસારણ સેવા’’ ને અસ્તિત્વમાં લાવવામાં આવી હતી.
આજે, ઓલ ઇન્ડીયા રેડિયો (AIR) અને દુરદર્શન (ડીડી) નેટવર્ક દ્વારા પ્રસાર ભારતી સેવા પૂરી પાડે છે. દેશની મહત્તમ વસ્તી અને સૌથી મોટી નેટવર્ક વ્યવસ્થા દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળા સૌથી કાર્યક્ષમ મીડિયા સામગ્રીને પ્રદાન કરવાનો છે. ખાનગી ચેનલ અને ડિજિટલ યુગમાં સમય સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સારી સેવા અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ અને મોખરાના સ્થાનને ટકાવી રાખવા માટે વધુ વૈવિધ્યસભર સામગ્રી જે સમુદાય કે દેશ બહારના ભારત નાગરિકોને ૫ણ જાહેર પ્રસારણ સેવાની જરૂરીયાતની ઉ૫યોગીતા ૫ણ મહત્વની બની રહેલ છે. પ્રસારભારતીએ લોકો માટે લોકો ઘ્વારા ચાલતુ સ્વાયત્ર માઘ્યમ છે, જેમાં ધંધાકીય, રાજય કે અન્ય રાજકીય હસ્તક્ષે૫ હોતો નથી. જાહેર પ્રસારણ સેવાના માઘ્યમ ઘ્વારા રહીશો માહિતી સભર, શિક્ષીત અને મનોરંજન પ્રાપ્ત કરી શકે છે. જાહેર પ્રસારણ સેવા લોકશાહીમાં તેના મૂલ્યો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાહેર પ્રસારણ સેવા જેમાં રેડીયો, ટેલીવીઝન કે અન્ય ઇલેકટ્રોનીક મીડીયાનો સમાવેશ થાય છે અને તે દેશ કે રાજયસ્તરે લોકલ ઓ૫રેટ કરવામાં આવે છે.