Sunday, September 3, 2017

બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા-BRICS --- Brazil, Russia, India, China, South Africa- BRICS

💠🎯💠🎯💠💠🎯💠🎯💠🎯
*🎯💠🎯નવમી બ્રિક્સ સમીટ🎯💠*
*બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના, સાઉથ આફ્રિકા-BRICS*
🎯💠💠🎯💠🎯💠🎯💠🎯💠
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🎯બધા ની નજર આ મુદ્દાઓ પર રહશે...👇*

👉ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપીંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ શક્યતા છે. ડોકલામ વિવાદ બાદ પીએમ મોદીની ચીન યાત્રા અત્યંત મહત્વની માનવામાં આવે છે.

*🎯👉ચીનમાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનની સલાહને અવગણીને ભારત આતંકવાદ આતંકવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવી શકે છે. બ્રિક્સ શિખર સંમેલન મુદ્દે ચીને ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદ સામેના મુકાબલામાં પાકિસ્તાનનો રેકોર્ડ કોઈ એવો વિષય નથી. જેના પર બ્રિક્સ સંમેલનમાં ચર્ચા કરવામાં આવે. આતંકવાદ મુદ્દે ચીન પહેલાથી જ પોતાના નજીકના મિત્ર પાકિસ્તાનનો બચાવ કરતું રહ્યું છે.*

*🎯👉પીએમ મોદી ચીનના શિયામેનમાં આયોજીત બ્રિક્સ સંમેલનમાં ભાગ લે છે.*

પીએમ મોદી ચીનમાં 5 સપ્ટેમ્બર સુધી રોકાઈને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

*🙏🙏હવે તમને થશે આ ભાઈ એ વર્તમાન પરિસ્થિતિ ની ચર્ચા કરી પણ આ "બ્રિક્સ" છે શું ? કરે છે શું ?❓❓*
*તો પહેલા તો અની ટૂંકમાં માહિતી આપી દઉ છું..👇🏻.*

*👉મિત્રો 2011માં બ્રિક્સ દેશોનો સમૂહ રચવામાં આવ્યો હતો. જેમાં બ્રાઝિલ, રશિયા,ભારત, ચીન અને દ.આફ્રિકાનો સમાવેશ થાય છે. આ સમૂહ રચવા પાછળ આ દેશોનો આશય પોતાના આર્થિક અને રાજનૈતિક પ્રભાવથી પશ્ચિમના આધિપત્યને પડકારવાનો હતો.*

*👆👉વિશ્વમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે જનસંખ્યા ધરાવતા આ દેશોનો જીડીપી આશરે 160 ખર્વ છે.*
*🎯👉આ સમૂહ દ્વારા વૉશિંગ્ટન સ્થિત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંકને ટક્કર મારવા માટે પોતાની બ્રિક્સ બેંકની પણ સ્થાપના કરી છે. આ સાથે જ જી-7 દેશોની જેમ એક શિખર સમ્મેલન પણ આયોજિત કરે છે.*

*🔰👉પરંતુ દુનિયાની 53 ટકા વસ્તી ધરાવતા આ સમૂહના દેશ ઘટતી વૈશ્વિક માગ અને કોમોડિટીના ઘટતા ભાવને કારણે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તો કેટલાક દેશોમાં અર્થવ્યવસ્થાને હચમચાવી નાખનારા કૌભાંડો પણ સામે આવ્યા છે. બ્રિક્સના રશિયા અને બ્રાઝિલ મંદીના શિકાર થયેલા છે. દ.આફ્રિકા પણ ગત વર્ષે મંદીની ઝપટમાં આવતા માંડ કરીને બચ્યું છે. તો વિશ્વની અર્થ વ્યવસ્થાનું એન્જીન ગણાતી ચાઇનીઝ અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી ગઈ છે. ત્યારે આ સાર્વત્રિક મંદીના માહોલમાં 🇮🇳ભારત દુનિયાની સૌથી વધુ ઝડપે વધતી અર્થવ્યવસ્થા છે. જેની જીડીપી 2016-17 દરમિયાન 7.6 ટકા સાથે વિકાસ સાધશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.*

*👉બ્રિક્સની સરખામણીએ બીજા એવાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જેમણે આંતરરાષ્ટ્રીય પ્રવાહો પર પોતાની અસર છોડી છે. બ્રિક્સની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો એ બ્રિક્સ બેન્કની રચના છે. પરંતુ, ખુદ ચીને જ એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર બેન્ક ઊભી કરીને બ્રિક્સ બેન્કને પાંગળી બનાવી દીધી છે.* *🎯👉અત્યારે હાલત એવી છે કે અમેરિકા અને જાપાનને બાદ કરતાં વિશ્વનું લગભગ દરેક રાષ્ટ્ર એશિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં જોડાયું છે અથવા તો જોડાવા માંગે છે. બીજાં તમામ બહુરાષ્ટ્રીય સંગઠનો કે જૂથોમાં આંતરિક વિરોધો છો પરંતુ આ ‘બ્રિક્સ’ જેવી તિરાડો ભાગ્યે જ કોઇ દેશમાં છે. અત્યારે સમગ્ર ભારતમાં ચીની ચીજોના બહિષ્કારની અપીલો ગાજી રહી છે. બીજી બાજુ રશિયાએ હવે માત્ર ભારતની તરફેણનો પોતાનો અગાઉનો અભિગમ ત્યાગીને ‘વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો’ જેવો અભિગમ ભારત તથા પાકિસ્તાનની બાબતમાં અપનાવ્યો છે.*

*👉આવું થાય ?😱😱* ભારતના દ્રષ્‍ટિકોણથી બ્રિક્‌સને ચકાસીએ તો ચીનને બાદ કરતા બાકીના દેશો ભરોસા પાત્ર છે, પણ ચીન ડાહી-ડાહી વાતો કરે છે અને દોઢ ડાહયા જેવા કામ કરે છે. ભારતમાં નેતૃત્‍વમાં ધરખમ પરિવર્તન થયું છે નરેન્‍દ્ર મોદી જેવા વ્‍યુબાજ વ્‍યકતિત્‍વો તાકાતવાર ઉદય થયો છે આ સ્‍થિતિમાં બ્રિકસ જેવા સંમેલનોમાં ભારત મુખ્‍ય ભુમીકામાં આવે તેવી આશા રાખવી અસ્‍થાન નથી.

*થોડા દિવસ પહેલાં ડોકલામને લઈને ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો ભલે અંત આવ્યો હોય અને બન્ને દેશોએ પોતાની સેનાને ખસેડી લીધી હોય પરંતુ ચીન તેની અવચંડાઈ બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે, ડોકલામમાં ભારત અ્ને ચીન વચ્ચે ૭૩ દિવસથી અથડામણ ચાલી રહી હતી. ભારતે સૈન્ય પાછું ખેંચ્યા બાદ તેનો અંત આવ્યો હતો. દિલ્હીએ આનાથી બોધપાઠ લેવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવી જોઈએ.*

*વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં યોજાનાર બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) સંમેલનમાં હાજર રહેવાના હોવાથી બન્ને દેશોએ સમાધાનનો વિકલ્પ અપનાવ્યો હતો. વાંગે મીડિયાને જણાવ્યું હતું કે, ‘ભારતીય સૈનિકોએ ગેરકાદયે ઘૂષણખોરીનો મુદ્દો ઉકેલી લીધો છે.’* 

બ્રિક્સની વાત કરતા પહેલાં ડોકલામ મુદ્દો વિસ્તાર વાર સમજીએ
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*આ બ્રિક્સનું 9મું સંમેલન છે. બ્રિક્સમાં બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશ સામેલ છે...(શ્યામેન, ચીન)*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ સંમેલન માટે ચીનના પ્રવાસે છે. પીએમ મોદીએ બ્રિક્સ બેઠકમાં કહ્યું કે,
*🗣દરેક દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોને એકજુટ થવું જરૂરી છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું* 

🗣🗣બ્રિક્સ સંમેલનમાં શું બોલ્યા મોદી

*🗣🗣બ્રિક્સ સંમેલન 2017; દરેક દેશો પોતાનો આંતરિક સહયોગ વધારવાની જરૂરીયાત છે: મોદી*

*🗣🗣- બ્રિક્સ સંમેલનમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશોએ આંતરિક સહયોગ વધારવાની જરૂરિયાત છે. પીએમ મોદીએ કહ્યું કે, બ્રિક્સના પાંચ દેશો હવે સમાન સ્તરે છે. વિશ્વમાં શાંતિ માટે સહયોગની જરૂર છે, એકજુટ રહીને જ શાંતિ અને વિકાસ થશે.*

*🗣🗣- પીએમ મોદીએ કહ્યું કે, અમે પોતાના દેશમાં કાળાનાણાં વિરૂદ્ધ લડાઇ લડી છે. અમારૂ લક્ષ્ય છે સ્માર્ટ સિટી, સ્વાસ્થ્ય, વિકાસ, શિક્ષામાં સુધારો લાવવાનો છે. બ્રિક્સ બેન્કનું કર્જ આપવાનું શરૂ કરી દીધું છે. જેનું સદ્ઉપયોગ થવો જોઇએ. મોદીએ કહ્યું કે, અમારો દેશ યુવા છે, અમારી તાકાત છે. અમે ગરીબી સામે લડવા માટે સફાઇ અભિયાન શરૂ કર્યું છે. પીએમએ કહ્યું કે, બ્રિક્સની મજબૂત પાર્ટનરશિપથી જ વિકાસ થશે.*

*🗣🗣વડાપ્રધાન આ મુદ્દે બ્રિક્સ બેંકે વિકાસના કાર્યો માટે લોન આપવાની વાત કરી હતી. તેમજ યોગ્ય વિકાસ માટે પરસ્પર સહાયની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગરીબી, બ્લેક મની સામે ભારત લડી રહ્યું હોવાનું જણાવ્યું હતું. સાથે જ દેશના જવાનો ભારતની તાકાત છે તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું. જો કે પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કયાંય પણ ડોકલામનો ઉલ્લેખ કે આતંકવાદનો શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ પહેલાં બેઈજિંગને ડર છે કે ભારત આતંકવાદનો મુદ્દો ઉચ્ચારી પાકિસ્તાન પર નિશાન સાધી શકે છે. અને તેથી ચીને, ભારતને આવું ન કરવાની સલાહ આપી છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*તમામ બ્રિક્સના નેતાઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે, જે પછી બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ આયોજીત થશે. એ પછી ચાર મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર થાય એવી સંભાવના છે, જેમાં વિકાસ માટે બ્રિક્સ એક્શન એજન્ડા મહત્વપૂર્ણ છે. સાથે કૂટનૈતિક રૂપરેખા, પરસ્પર સહયોગ અંગે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર થશે. સમિટના છેલ્લા અને ચોથા દિવસે બધા નેતાઓ એક સમારંભમાં ભાગ લેશે, જેમાં તમામ મહેમાન દેશ થાઇલેન્ડ, મેક્સિકો, ગિનિયા, મિશ્ર અને તાજિકિસ્તાન ભાગ લેશે.*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*આ બ્રિક્સનું 9મું સંમેલન છે. બ્રિક્સમાં બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશ સામેલ છે.*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

શ્યામેન, ચીનઃ 🤜🏻પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ સંમેલન માટે ચીનના પ્રવાસે છે. પીએમ મોદીએ બ્રિક્સ બેઠકમાં કહ્યું કે, 🗣દરેક દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોને એકજુટ થવું જરૂરી છે. આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 

🗣🗣બ્રિક્સ સંમેલનમાં શું બોલ્યા મોદી

🗣🗣બ્રિક્સ સંમેલન 2017; દરેક દેશો પોતાનો આંતરિક સહયોગ વધારવાની જરૂરીયાત છે: મોદી

🗣🗣- બ્રિક્સ સંમેલનમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશોએ આંતરિક સહયોગ વધારવાની જરૂરિયાત છે. પીએમ મોદીએ કહ્યું કે, બ્રિક્સના પાંચ દેશો હવે સમાન સ્તરે છે. વિશ્વમાં શાંતિ માટે સહયોગની જરૂર છે, એકજુટ રહીને જ શાંતિ અને વિકાસ થશે.

🗣🗣- પીએમ મોદીએ કહ્યું કે, અમે પોતાના દેશમાં કાળાનાણાં વિરૂદ્ધ લડાઇ લડી છે. અમારૂ લક્ષ્ય છે સ્માર્ટ સિટી, સ્વાસ્થ્ય, વિકાસ, શિક્ષામાં સુધારો લાવવાનો છે. બ્રિક્સ બેન્કનું કર્જ આપવાનું શરૂ કરી દીધું છે. જેનું સદ્ઉપયોગ થવો જોઇએ. મોદીએ કહ્યું કે, અમારો દેશ યુવા છે, અમારી તાકાત છે. અમે ગરીબી સામે લડવા માટે સફાઇ અભિયાન શરૂ કર્યું છે. પીએમએ કહ્યું કે, બ્રિક્સની મજબૂત પાર્ટનરશિપથી જ વિકાસ થશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💠ચીને સંમેલન માટે ઇજિપ્ત, કેન્યા, તાજિકિસ્તાન, મેક્સિકો અને થાઇલેન્ડને અતિથિ દેશો તરીકે આમંત્રિત કર્યા છે, પરંતુ એ સ્પષ્ટ કરી દીધું છે કે આ આમંત્રણ *‘બ્રિક્સ પ્લસ’* હેઠળ આ સમૂહને વિસ્તારવાનો પ્રયાસ નથી. આ સંમેલનમાં પાંચ દેશોના નેતા ભાગ લેશે, જેમાં નરેન્દ્ર મોદી પણ સામેલ 

*બ્રાઝિલ, રૂસ (રશિયા), ભારત, દક્ષિણ આફ્રિકા દેશોનો આ સમૂહ ૨૦૧૧માં બન્યો હતો. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૦ના આમાં સાઉથ આફ્રિકા સામેલ થયું હતું અને એપ્રિલ ૨૦૧૧માં એણે પ્રથમ વાર બેઠક અટેન્ડ કરી હતી. આફ્રિકાની એન્ટ્રી અગાઉ આ જૂથ બ્રિક કહેવાતું હતું.*

*આ દેશોએ મળીને પોતાના અલગ બ્રિક્સ ડેવલપમેન્ટ બેન્કની સ્થાપના કરી છે. આ સમૂહનો ઉદ્દેશ આર્થિક અને રાજકીય એકતાના બળ પર પશ્ચિમી દેશોની તાકાતને પડકારવાનો હતો.*

*આ પાંચ દેશોનો જીડીપી ૧૬.૬ ટ્રિલિયન અમેરિકન ડોલર છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે ૨૦૧૭માં બ્રિક્સ દેશોનો વિકાસ ૫.૩ ટકાના દરે વધશે. ૨૦૧૫ એ ૩.૯ હતો.*

*૨૦૧૬માં બ્રિક્સ દેશોનું સંમેલન ગોવા (ભારત)માં આયોજિત કરવામાં આવ્યું હતું. બ્રિક્સ દેશોની નવમી બેઠક ચીનના શિયામેન શહેરમાં ૩, ૪ અને પ સપ્ટેમ્બરે યોજાશે. ભારત, રૂસ બ્રાઝિલ અને ચીન ૨-૨ વાર જ્યારે સાઉથ આફ્રિકા એક વાર બેઠક આયોજિત કરી ચૂક્યું છે.*

*બ્રિક્સ દેશ : ૧૬.૬ ટ્રિલિયન અમેરિકી ડોલર (લગભગ ૩૦ ટકા)નો જીડીપી, દુનિયાના ૪૪ ટકાથી વધારે વસતીવાળા દેશોનો સમૂહ*

*1⃣2⃣3⃣આંકડાઓમાં બ્રિક્સ4⃣5⃣6⃣*
*૪૪% દુનિયાની વસતી આ પાંચ દેશોમાં રહે છે*

*૨૫% દુનિયાની જમીન બ્રિક્સ દેશો પાસે છે*
*૧૭% સુધી ભાગીદારી આ દેશોની વિશ્વ વ્યાપારમાં છે*
*૩૦% સકળ ઘરેલુ ઉત્પાદન એટલે કે જીડીપી બ્રિક્સ દેશોમાં છે*
*જીડીપી : અમેરિકી ડોલર*
*ભારત ૨,૪૫૪.૪ બિલિયન*
*ચીન ૧૧,૭૯૫.૨ બિલિયન*
*રૂસ ૧,૫૬૦.૭ બિલિયન*
*બ્રાઝિલ ૨,૧૪૦.૯ બિલિયન*
*દક્ષિણ આફ્રિકા ૩૧૭.૫ બિલિયન*

*⏬⏬⏬⏬વિકાસદર⏬⏬⏬⏬⏬*
*ભારત ૭.૧ ટકા*
ચીન ૬.૭ ટકા
રૂસ ૧.૫ ટકા
બ્રાઝિલ ૦.૫
દક્ષિણ આફ્રિકા ૦.૬

*⏩⏩⏩અંદરોઅંદર વેપાર⏪⏪⏪*

૨૦૦૬માં ૨.૮ ટ્રિલિયન અમેરિકી ડોલર
૨૦૧૫માં ૫.૭ ટ્રિલિયન અમેરિકી ડોલર

*⏪⏪⏪વિદેશી મુદ્રા ભંડાર⏩⏩⏩*

*ભારત ૩૯૩.૬૧૩ બિલિયન યુએસ ડોલર (ઓગસ્ટ ૨૦૧૭)*
ચીન ૩૦૫૬.૭૮૯ બિલિયન અમેરિકી ડોલર (જૂન ૨૦૧૭)
રૂસ ૪૨૦.૧૦૦ બિલિયન અમેરિકી ડોલર (જુલાઈ ૨૦૧૭)
બ્રાઝિલ ૩૭૭.૪૭૨ બિલિયન અમેરિકી ડોલર (જૂન ૨૦૧૭)
દક્ષિણ આફ્રિકા ૪૬.૭૭૦ બિલિયન અમેરિકી ડોલર (માર્ચ ૨૦૧૬)

⏺⏺⏹⏺આવક પ્રતિ વ્યક્તિ (૨૦૧૬ના આંકડા યુએસ ડોલરમાં)⏹⏺⏹
*🇮🇳🇮🇳🇮🇳ભારત ૬,૧૮૭*
ચીન ૧૪,૩૪૦
રૂસ ૨૬,૨૧૧
બ્રાઝિલ ૧૫,૬૪૬
દક્ષિણ આફ્રિકા ૧૩,૨૦૯

⭕️⭕️⭕️બેરોજગારી⭕️⭕️⭕️
*ભારત ૫.૦ ટકા*
*ચીન ૪.૦ ટકા*
*રૂસ ૫.૧ ટકા*
*બ્રાઝિલ ૧૨.૮ ટકા*
*દક્ષિણ આફ્રિકા ૨૭.૭ ટકા*

*📝📝📝સાક્ષરતા દર📝📝📝📝*

*ભારત ૭૪.૪ ટકા*
ચીન ૯૬.૪ ટકા
*રૂસ ૯૯.૭ ટકા*
બ્રાઝિલ ૯૨.૬ ટકા
દક્ષિણ આફ્રિકા ૯૪.૩ ટકા

🏴🏁🏴ગુડ કન્ટ્રી ઇન્ડેક્સ રેન્કિંગ (કુલ ૧૬૩ દેશ)🏳‍🌈🏁🏁🏁
*🇮🇳ભારત ૬૧🇮🇳*
ચીન ૬૪
રૂસ ૭૮
*બ્રાઝિલ ૪૭*
દક્ષિણ આફ્રિકા ૫૧

*💠🎯4 સપ્ટેમ્બરના રોજ તમામ બ્રિક્સના નેતાઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે, જે પછી બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ આયોજીત થશે. એ પછી ચાર મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર થાય એવી સંભાવના છે, જેમાં વિકાસ માટે બ્રિક્સ એક્શન એજન્ડા મહત્વપૂર્ણ છે. સાથે કૂટનૈતિક રૂપરેખા, પરસ્પર સહયોગ અંગે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર થશે. સમિટના છેલ્લા અને ચોથા દિવસે બધા નેતાઓ એક સમારંભમાં ભાગ લેશે, જેમાં તમામ મહેમાન દેશ થાઇલેન્ડ, મેક્સિકો, ગિનિયા, મિશ્ર અને તાજિકિસ્તાન ભાગ લેશે.*

*🗣🗣વડાપ્રધાન આ મુદ્દે બ્રિક્સ બેંકે વિકાસના કાર્યો માટે લોન આપવાની વાત કરી હતી. તેમજ યોગ્ય વિકાસ માટે પરસ્પર સહાયની જરૂર છે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગરીબી, બ્લેક મની સામે ભારત લડી રહ્યું હોવાનું જણાવ્યું હતું. સાથે જ દેશના જવાનો ભારતની તાકાત છે તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું. જો કે પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કયાંય પણ ડોકલામનો ઉલ્લેખ કે આતંકવાદનો શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ પહેલાં બેઈજિંગને ડર છે કે ભારત આતંકવાદનો મુદ્દો ઉચ્ચારી પાકિસ્તાન પર નિશાન સાધી શકે છે. અને તેથી ચીને, ભારતને આવું ન કરવાની સલાહ આપી છે.*

*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🔰🔰બ્રિક્સનો અને બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકનો સંપૂર્ણ પરીક્ષા લક્ષી ઈતિહાસ🔰🔰*

🎯👉બ્રિક્સ દુનિયાની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાનો સમૂહ છે. 
🎯👉સંગઠનના રૂપે વર્ષ ર૦૦૯માં(રશિયા) તેની સ્થાપના થઇ હતી. ત્યારે તેમાં ચાર જ દેશ બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનનો સમાવેશ થતો હતો. ત્યારે તેને બ્રિક નામ અપાયુ હતુ.

🎯👉આ એ સમયગાળો તો જ્યારે આખુ વિશ્વ આર્થિક મંદીમાં સપડાયેલુ હતુ. જ્યાં વિશ્વની મોટી અર્થ વ્યવસ્થા મંદીમાં ફસાયેલી હતી. 👉ત્યાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન જેવા દેશો પર મંદીની ઓછી અસર જોવા મળી. સાથે જ નવા આર્થિક સંગઠનની સ્થાપના પણ કરી દીધી.

💠👉દરમિયાન એપ્રિલ ર૦૧૧માં આ સંગઠનનુ ત્રીજુ સંમેલન ચીનમાં મળ્યુ. જ્યાં સાઉથ આફ્રિકાનો આ સંગઠનમાં સમાવેશ કરાયો. (સામેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૦)
*👆👉હવે બ્રિકમાંથી આ સંગઠન બ્રિકસ બની ચૂક્યુ છે.*
👉બ્રિકસ દેશોમાં વિશ્વની ૪૩ ટકા વસતી વસે છે. જ્યારે વિશ્વની કુલ જીડીપીમાં રર ટકા હિસ્સો બ્રિકસ દેશોનો છે. આવામાં ર૦પ૦માં બ્રિકસના સભ્ય દેશો વિશ્વની પ્રભાવશાળી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત થઇ શકે છે.

*💢💢 બ્રિક્સ દેશોની મુલાકાતની સૌથી મોટી ફલશ્રુતિ છે ‘ન્યુ ડેવલપમેન્ટ બેંક’(NDB)ની ઘોષણા. ૧૦૦ અબજ યુએસ ડોલર્સના ભંડોળ સાથે શરૂ થઈ તે બેંકનું વડું મથક ચીનના શાંઘાઈમાં હશે જ્યારે બેંકના પ્રથમ પ્રમુખ ભારતીય હશે. દર પાંચ વર્ષે પ્રમુખ પદે નવા દેશના પ્રતિનિધિ આવતા રહેશે.*

*❓❓❓❓❓પ્રશ્ન એ થાય કે બ્રિક્સની જરૂર કેમ ઊભી થઈ?❔❔❔❓❓*

અત્યાર સુધી થતું એવું હતું કે વિશ્વના તમામ દેશોએ મોટા પ્રોજેક્ટ માટે ભંડોળ મેળવવા કે પ્રાકૃતિક આપદાઓ વખતે અસરગ્રસ્તોની મદદ માટે વર્લ્ડ બેંક અથવા તો ઇન્ટરનેશલ મોનેટરી ફંડ(IMF) નામની સંસ્થા પાસે હાથ ફેલાવવો પડતો. આ બંને સંસ્થાઓ મુખ્યત્ત્વે યુરોપ અને અમેરિકાના પૈસે ફાલીફૂલી હોવાથી વિકાસશીલ દેશો પ્રત્યે તેઓ હંમેશાં ઓરમાયું વર્તન રાખતી આવી છે. (બંને સંસ્થાના વડામથક પણ અમેરિકામાં છે.) આંતરરાષ્ટ્રીય મંચ પર વિકાસશીલ દેશોના મંતવ્યનું પણ વજન પડે એ માટે આર્થિક વિકાસ જરૂરી છે અને આર્થિક વિકાસ માટે એક એવી સંસ્થાની જરૂર હતી જે વિકાસશીલ દેશોને જરૂર પડ્યે આર્થિક મદદ આપી શકે. અગાઉ નોંધી એ બે સંસ્થાના ઓશિયાળાપણામાંથી મુક્તિ મેળવવા માટે ભારત સહિતના પાંચ વિકાસશીલ રાષ્ટ્રોએ જે સંસ્થા સ્થાપી તે બ્રિક્સ.

⭕️💢જ્યાં ને ત્યાં સત્તા જમાવવાની વેતરણમાં પડ્યું રહેતું ચીન બ્રિક્સ દેશોમાં પણ શિરમોર રહેવા ઈચ્છુક હતું. વિશ્વમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ(foreign exchange reserve) ધરાવતું ચીન ૪૦ મિલિયનનો ફાળો આપીને NDBનું સત્તાધીશ બનવા માગતું હતું પણ તેની મુરાદ બર નથી આવી. ભારત અને બ્રાઝિલના વિરોધને લીધે ચીને સમાધાનનો માર્ગ અખત્યાર કરવો પડ્યો છે. ચીનની દલીલ હતી કે સભ્ય દેશની આર્થિક તાકાત જેટલી વધારે એટલી વધુ સત્તા તેને NDBના વહીવટમાં હોવી જોઈએ. ભારત અને બ્રાઝિલ બંને આ મુદ્દે ચીન સાથે અસંમત હતા, પરિણામે બેંકના ‘શ્રીગણેશ’ બે વર્ષ લંબાઈ ગયા. વારંવારની મીટિંગો બાદ છેવટે તમામ પાંચ દેશોના એકસમાન હિસ્સા બાબતે ચીને હામી ભરવી પડી અને મડાગાંઠ ઉકલી.

💢⭕️NDBનું મોટું જમાપાસું એ છે કે એમાં *‘એક રાષ્ટ્ર, એક વોટ’* ની નીતિ છે. વર્લ્ડ બેંક અને IMFના ધોરણોથી આ તદ્દન અલગ વાત છે. એ સંસ્થાઓમાં અમેરિકા, ઈંગ્લેન્ડ જેવી મહાસત્તાઓને કોઈપણ મુદ્દે વધુ વોટ આપવાની છૂટ છે. સંસ્થાઓના નિર્ણયો હંમેશાં મહાસત્તાઓની અનુકૂળતા મુજબના જ હોય છે. NDBની નીતિ અન્ય રાષ્ટ્રોને બ્રિક્સના સભ્ય બનવા માટે આકર્ષિત કરી શકે છે. બ્રાઝિલમાં યોજાયેલી પરિષદમાં આર્જેન્ટિનાએ પણ ભાગ લીધો હતો અને બ્રિક્સ દેશોમાં તેનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આર્થિક લોન આપતી વેળાએ IMF જે આકરી શરતો લાદે છે એવી શરતો NDBમાં નહીં હોય, એ પણ એનું જમાપાસું છે. 
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

(ભાગ 7)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે. આ મુદ્દા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર પરીક્ષા માટે તો મહત્વના છે જ પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમજાવા જોઈએ..*
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡

*🔰🔰બ્રિક્સનો અને બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકનો સંપૂર્ણ પરીક્ષા લક્ષી ઈતિહાસ🔰🔰*

*💠💠 બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક💠💠*

🎯👉સાઉથ આફ્રિકાના ડર્બનમાં જુલાઇ 2009માં મળેલી 5મી બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાનો વિચાર વહેતો કરવામાં આવ્યો હતો. 
🎯👉ત્યાર બાદ છઠ્ઠા બ્રિક્સ સંમેલનમાં આ બેંકની રચના કરવા અંગેનો કરાર બ્રિક્સ દેશોએ સાઇન કર્યો હતો.

🎯👉પ્રથમ પાંચ વર્ષ ભારત ન્યૂ ડેવલપમેન્ટ બૅંકના અધ્યક્ષપદે

💐🔰👁‍🗨ન્યુ ડેવલપમેન્ટ બેંકનું નામકરણ પણ નરેન્દ્ર મોદીએ જ કર્યું.

🎯👉બેંકની હેડક્વાર્ટર શાંધાઇ(ચીન)

બ્રિક્સ બેંકના હેડક્વાર્ટર માટે જોહાનિસબર્ગ અને શાંધાઇ સાથે ભારતની રાજધાની નવી દિલ્હી પણ રેસમાં સામેલ હતું .

👉વિકાસશીલ રાષ્ટ્રોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર યોજનાઓને નાણાં ધીરવાની નેમ સાથે આ બૅંકનું વડું મથક શાંઘાઈમાં હશે અને તેના પ્રથમ પાંચ વર્ષ ભારત આ બૅંકના અધ્યક્ષસ્થાને રહેશે. પછીના વર્ષોમાં અધ્યક્ષસ્થાને બ્રાઝિલ અને રશિયા રહેશે, એમ પાંચ સભ્ય રાષ્ટ્રોના નેતાઓએ શિખર પરિષદમાં ઘોષિત કર્યું હતું.
*[[[🔰વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સૌ પ્રથમ બહુરાષ્ટ્રીય કાર્યક્રમ ]]]*

*🎯બ્રિક્સ બેંકનો હેતુ
બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક સ્થાપવાનો મુખ્ય હેતુ અમેરિકન ડોલરની સતત વટઘટની સ્થિતિમાં વિકસતા અર્થતંત્રોની આર્થિક સ્થિતને સ્થિર રાખવાનો છે.*

*🎯👉બ્રિક્સની ઊભરી રહેલી બજારોવાળા રાષ્ટ્રોએ ૧૦૦ અબજ અમેરિકી ડોલરની સ્થાપિત મૂડીવાળી ન્યૂ ડેવલપમેન્ટ બૅંક સ્થાપી અને ૧૦૦ અબજ અમેરિકી ડોલરનું એક કરન્સી રિઝર્વ ભંડોળ શરૂ કર્યું હતું. પશ્ર્ચિમી રાષ્ટ્રોના પ્રભુત્વ હેઠળની આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને નવસ્વરૂપ આપવાનું આ સૌ પ્રથમ નક્કર પગલું છે.*

*🎯👉2016મા બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત ન્યૂ ડેવલોપમેન્ટ બેન્કે ભારતને પ્રથમ લોન બેન્કે નવીકરણીય ઊર્જા પ્રોજેક્ટ માટે 811 મિલિયન ડોલર એટલે કે અંદાજે 5,352 કરોડ રૂપિયાની લોન આપી છે. આ લોન ભારત, ચીન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં પ્રોજેક્ટને આગળ વધારવા માટે આપવામાં આવી છે.*

🎯👉બેન્ક દ્વારા પ્રથમ લોનમાં બ્રાઝિલ માટે 300 મિલિયન ડોલર, ચીન માટે 81 મિલિયન ડોલર અને ભારત માટે 250 મિલિયન ડોલર તેમજ દક્ષિણ આફ્રિકા માટે 180 મિલિયન ડોલરની લોન મંજૂર કરી છે. 

*🤔🤔🤔🤔વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ ચીન NDBનો પૈસો પોતાના ‘મેન્યુફેક્ચરિંગ ડ્રેગન’ને પોષવા માટે કરે એવું પણ બને. શક્યતા એવી પણ છે કે આર્થિક દોડમાં અમેરિકાથી આગળ નીકળવા ચીન બ્રિક્સ અને NDBનો હથિયાર તરીકે ઉપયોગ કરે.

*❓❓?????પ્રશ્ન એ થાય કે, લુચ્ચા શિયાળ સમું ચીન તો ખાટી જશે, પણ ભારતનું શું????*

🔶ભારતમાં ઉદ્યોગોના વિકાસ માટે ચીનની બેંકોએ ધિરાણ આપવાની તૈયારી બતાવી છે. નોંધપાત્ર બાબત એ છે કે આ વ્યવહાર ચીની ચલણ 🔶‘યુઆન’🔶માં . અર્થશાસ્ત્રીઓ આ વાતથી ચકિત છે કેમ કે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય લેવડદેવડો અમેરિકન ડોલરમાં થતી આવી છે. આ પગલું ડોલરની મોનોપોલી તોડી શકશે કે કેમ એ તો સમય જ કહેશે. NDBની શરૂઆતી સહાય ભારતમાં પરિવહન(રસ્તા, રેલવે, એરપોર્ટ) સેવાઓ મજબૂત કરવામાં ખર્ચવામાં આવશે. NDBનું શરૂઆતી ભંડોળ ૫૦ અબજ યુ.એસ. ડોલર્સ(૩૦૦૦૦ કરોડ રૂપિયા) છે જ્યારે એકલા ભારતને આવતા પાંચ વર્ષોમાં ૬૦૦૦૦ કરોડ રૂપિયાની ખપ પડશે. મતલબ સાફ છે કે વિકાસ માટે ભારત સંપૂર્ણપણે NDB પર આધાર નહીં રાખી શકે.

*🏛🔶ચીન અને ભારત વચ્ચેના સહયોગથી, પછી એ કોઈપણ ક્ષેત્રે હોય, પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે. છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમી રાષ્ટ્રો સાથે ભારતના સંબંધો સુમેળભર્યા રહ્યા છે ત્યારે બ્રિક્સ પરનો મદાર(અને ચીન તરફનો ઝુકાવ) ભારત અને વેસ્ટર્ન વર્લ્ડ વચ્ચે ખટાશ ઉત્પન્ન ન કરે એનું પણ મોદી સરકારે ધ્યાન રાખવું પડશે. ક્યાંક એવું ન થાય કે પશ્ચિમી દેશોના આધિપત્યમાંથી મુક્ત થઈ ભારત અજાણપણે ચીનનું આધિપત્ય સ્વીકારી લે.*

🔶👏આર્થિક દૃષ્ટિએ પાંચ અલગ અલગ કદની આંગળીઓ ભેગી મળીને બ્રિક્સ નામની જે મજબૂત મુઠ્ઠી બની છે તેની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. બ્રિક્સ નામનો સંઘ કદી કાશીએ નહીં પહોંચશે એવું ભાવિ ભાખનાર પશ્ચિમી પંડિતોની નજર બ્રિક્સ ઉપર ચોક્કસ રહેશે કેમ કે અહીં ભવિષ્યની મહાસત્તાઓની રસપ્રદ ધૂરી રચાઈ છે. ‘અમારી પાસે પણ અમારી પોતીકી બેંક છે’ એવું કંઈક કહીને બ્રિક્સ રાષ્ટ્રો અંગત લાભ માટે વર્લ્ડ બેંક અને IMFનું નાક પણ દબાવી શકે છે. NDBને મજબૂત બનાવવા બ્રિક્સ દેશો જો વર્લ્ડ બેંક અને IMFને ફંડ આપવાનું બંધ કરશે તો પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આર્થિક ધ્રુવીકરણ સર્જાઈ શકે છે. 

*🇮🇳🔶👏NDBમાં ભારત સરકાર જે રકમ જમા કરાવશે એ મારા-તમારા ગજવામાંથી જ જવાની છે. કરદાતાઓની પરસેવાની કમાણી ચીન મોકલી પછી દેશના ઉત્થાન માટે મંગાવવામાં કેટલું ડહાપણ એ પ્રશ્ન નિષ્ણાંતો કરી રહ્યા છે. દેશનો પૈસો સીધો જ દેશમાં વાપરી ના શકાય?- એવો પ્રશ્ન કરનારા જાણી લે કે બધું સમુંસૂતરું પાર પડ્યું તો NDB ભારતમાં ખરેખર ‘અચ્છે દિન’ લાવવામાં કી-ફેક્ટર સાબિત થશે. ચીન સાથેની જુગલબંદી પણ ભારત માટે(ખાસ કરીને પાકિસ્તાન અને અમેરિકાના પરિપેક્ષ્યમાં) ફાયદાકારક સાબિત થઈ શકશે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચીન અને ભારતનું એકલપંડે જે વજન પડે છે એના કરતાં બ્રિક્સના માધ્યમ થકી તેઓનું ચોક્કસપણે વધુ ઉપજશે. અત્યાર સુધી પશ્ચિમી દેશો તરફ ઝુકેલા ‘વૈશ્વિક સત્તા’ના ગણિતને બ્રિક્સ સમતોલ કરી શકશે એવી આશા રાખી શકાય.*

બ્રિક્સ દેશોનું આ ‘હનિમૂન’ આર્થિક અને રાજકીય દૃષ્ટિએ હાલ પૂરતું તો પશ્ચિમી દેશો માટે ખતરો જણાતું નથી. આવતા દસેક વર્ષો બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે NDB, વર્લ્ડ બેંક અને IMFનું પ્રતિસ્પર્ધી બની શકે છે કે નહીં. બ્રિક્સ નામના ગિયરનો ઉપયોગ કરી ભારત કેવીક આર્થિક છલાંગ લગાવે છે એ તો સમય જ કહેશે.

(ભાગ 8)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે. આ મુદ્દા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર પરીક્ષા માટે તો મહત્વના છે જ પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમજાવા જોઈએ..*
💎💎💎💎💎💎💎💎💎💎
*🎯💠🎯NDBના આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો👇👇*

*🔰ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) :🔰*

આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ હેતુસર ૧૯૪૪માં દુનિયાના ૪૫ દેશોએ મળીને IMFની સ્થાપના કરી હતી. સભ્ય દેશોને જરૂર મુજબ આર્થિક સહાય કરી તેમને સધ્ધર બનાવવાનું કામ IMF કરતી આવી છે. હાલમાં ૩૧૬ અબજ અમેરિકન ડોલર્સનું ભંડોળ ધરાવતી આ સંસ્થામાં ૧૮૨ સભ્ય દેશો છે. સભ્ય દેશોના દાન વડે જ તેનું કામ ચાલે છે. 

*🎯વિશ્વ બેંક :* 🎯👉 વિશ્વ બેંકની સ્થાપના પણ ૧૯૪૪માં જ થઈ હતી. શરૂઆતમાં તેનું ફોકસ સભ્ય દેશોમાં વીજળી અને વાહન-વ્યવહારના વિકાસ પર જ હતું પરંતુ પાછળથી તેણે વિકાસને લગતાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન આપવા માંડ્યું હતું. આંતરરાષ્ટ્રીય શેરબજારમાંથી ઉધાર લઈને મોટાભાગનું ફંડ મેળવતી આ બેંકનું ભંડોળ છે ૧૮૪ અબજ યુ.એસ. ડોલર્સ અને સભ્ય દેશો છે ૧૮૦ દેશ.(નવા બદલવા તપાસી લેશો)

*🎯🔰એશિયન ડેવલપમેન્ટ બેંક(ADB) :🔰* 
૧૯૬૬માં એશિયાના ૩૧ સભ્ય દેશોએ ભેગા મળીને ADBની રચના કરી હતી. એશિયાના દેશો વચ્ચે વ્યાપાર વધે એ હેતુસર અસ્તિત્વમાં આવેલી આ બેંકમાં હાલમાં ૬૭ સભ્ય દેશો છે અને તે ૧૬૫ અબજ યુ.એસ. ડોલર્સનું ફંડ ધરાવે છે. માળખાકીય વિકાસ, ગ્રામિણ વિકાસ(regional cooperation and integration), ઔદ્યોગીકરણ(finance sector development), શિક્ષણ, પર્યાવરણ એમ કુલ પાંચ ક્ષેત્રો માટે આર્થિક સહાય કરતી આ બેંક ફંડ માટે સભ્ય દેશો દ્વારા મળતા દાન અને શેરમાર્કેટ પર આધાર રાખે છે. 

*👀👁👀ચલો હવે વાત વાત માં વૈશ્વિક સંગઠનો પર એક નજર ફેરવી લઈએ 👇👇👇*

👉બ્રિક્સ જેવા અન્ય ઘણા સંગઠનો છે જે દાયકાઓથી કાર્યરત છે. આવા કેટલાક સંગઠનો પર એક નજર નાખીએ.

*🎯🎯🎯🎯સાર્કઃ🔰🔰🔰🔰*

દક્ષિણ એશિયાઈ દેશોના અર્થતંત્રને વેગવાન બનાવવા તથા સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા એક વિશિષ્ઠ સંગઠન સ્થાપવાનો સર્વપ્રથમ વિચાર ૭૦ના દાયકામાં બાંગ્લાદેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાને રજૂ કર્યો હતો. જોકે સારા લાગતા આ વિચારનો અમલ કરતાં વર્ષો વીતી ગયા. ૧૯૮૧માં સાત દેશોના પ્રતિનિધિઓ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં મળ્યા અને વિચારોની આપ-લે થઈ. ૧૯૮૬માં સાર્ક-SAARC(સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન) નામની સંસ્થાની રચના થઈ હતી. સાર્કનો મુખ્ય હેતુ છેઃ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વૈચારિક, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સુધારાઓ લાવી દક્ષિણ એશિયાઈ દેશોના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવું. ઉપરાંત સભ્ય દેશો વચ્ચે ટેકનોલોજિકલ, વૈજ્ઞાનિક, પરિવહન, ખેલ, ઉદ્યોગ અને કૃષિ સંબંધીત આદાનપ્રદાન વધારવાની પણ નેમ છે. સાર્કમાં આઠ સભ્ય દેશો છેઃ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, માલદિવ અને અફઘાનિસ્તાન. સાર્કનું વડું મથક કાઠમંડુ, નેપાળમાં છે. 

*👉ભૌગોલિક દૃષ્ટિએ અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં ન ગણાતો હોવા છતાં સાર્કમાં ૨૦૦૭માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં અમેરિકા, યુરોપિયન યુનિયન અને દક્ષિણ કોરિયાએ આ સંગઠનના ‘ઓબ્ઝર્વર’ (માનદ સભ્ય) બનવાની અરજી કરી હતી. ૨૦૦૭માં ઈરાને રસ દાખવ્યો. આ દેશોને ઓબ્ઝર્વર તરીકે માન્યતા મળતાં વધુ કેટલાંક દેશો આગળ આવ્યા. આજે કુલ ૯ ઓબ્ઝર્વર દેશોમાં ઉપરોક્ત દેશો ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન, બર્મા અને મોરેશિયસનો સમાવેશ થાય છે. બર્માએ તો સાર્કના સભ્ય બનવાની અરજી પણ કરી છે. સાર્ક સાથે જોડાવાની આ તમામ દેશોની પહેલને આ સંગઠનની સફળતા ગણી શકાય.*

👉સાર્કે ફક્ત એશિયાના જ નહીં બલકે સમગ્ર વિશ્વના દેશો સાથે સ્થાયી રાજદ્વારી સંબંધો બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. વર્ષમાં એક વાર સભ્ય રાષ્ટ્રોના વડાઓની બેઠક મળે છે અને દરેક દેશના વિદેશમંત્રીઓની બેઠક વર્ષમાં બે વાર યોજાય છે. 

*🎯💠🎯સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)🎯💠*

👉વિશ્વના દેશોને એક છત્ર હેઠળ લાવનારી પ્રથમ સંસ્થા હતી લીગ ઓફ નેશન્સ. પહેલા વિશ્વયુદ્ધને લીધે પાયમાલ થઈ ગયેલા યુરોપના દેશો દ્વારા ૧૯૨૦માં સ્થપાયેલી આ સંસ્થા વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એ માટે કાર્યરત હતી. જોકે સંસ્થા તેના હેતુમાં નિષ્ફળ નીવડી અને જગત વધુ ભીષણ એવા બીજા વિશ્વયુદ્ધમાં સપડાયું. બીજા વિશ્વયુદ્ધના અંતે લીગ ઓફ નેશન્સ કરતાં વધુ શક્તિશાળી સંગઠન સ્થાપવાની જરૂરત જણાતા સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુએન) અસ્તિત્વમાં આવી.

👉યુએનના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકારની દૃષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. હેતુઓ પાર પાડવા માટેઆ સંસ્થાને અસંખ્ય વહીવટીય સંસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે, જનરલ એસેમ્બલી(મુખ્ય સહેતુક એસેમ્બલી); સલામતી કાઉન્સિલ(શાંતિ અને સલામતી માટેના ઠરાવો નક્કી કરવા); આર્થિક અને સામાજિક કાઉન્સિલ(આર્થિક અને સામાજિક વિકાસને ઉત્તેજન આપવા); સચિવાલય(યુએન દ્વારા જરૂરી અભ્યાસો, માહિતી અને સવલતો પૂરી પાડવી); આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત(પ્રાથમિક ન્યાયિક ભાગ). ઉપરાંત યુએનની વધારાની સંસ્થાઓ પણ છે, જેમાં વિશ્વ

આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ), વિશ્વ ખાધાન્ન કાર્યક્રમ(ડબ્લ્યુએફપી) અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ(યુનિસેફ) મુખ્ય છે.

👁‍🗨🔰વર્તમાનમાં આ સંસ્થામાં સ્વતંત્ર હોય એવા ૧૯૩ સભ્ય રાષ્ટ્રો છે.(193 member states
2 observer states) સંસ્થાનું વડું મથક ન્યુ યોર્કમાં આવેલું છે. વિશ્વભરમાં આવેલી તેની ઓફિસોમાં આખા વર્ષ દરમિયાન યોજાતી બેઠકોમાં સંસ્થાના હેતુઓ અને વહીવટીય મુદ્દાઓ નક્કી થાય છે. હાલમાં યુએનના જનરલ સેક્રેટરી છે, દક્ષિણ કોરીયાના બાન કી મૂન, જેમણે ૨૦૦૭માં પદભાર ગ્રહણ કર્યો હતો. ઇંગ્લિશ, ફ્રેંચ, રશિયન, સ્પેનિશ, અરેબિક અને ચાઇનીઝ એમ છ સત્તાવાર ભાષાઓ ધરાવતી આ સંસ્થાને તેના સભ્ય દેશો સ્વૈચ્છિક ભંડોળ પૂરું પાડે છે.

*👁‍🗨👉યુએન માનવતાવાદી કાર્યો હાથ ધરવા માટે જાણીતી છે. સામૂહિક રસીકરણ કાર્યક્રમ(ડબ્લ્યુએચઓ મારફતે) યોજે છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં મદદ મોકલે છે અને વિસ્થાપિતોના રક્ષણાર્થે એક્ટિવ રહે છે. જોકે આ સંસ્થા પણ વિવાદોથી પર નથી રહી શકી. સખાવત માટે મળતા ભંડોળના ગેરવહીવટ અને કૌભાંડો છાસવારે બહાર પડતા જ રહે છે. યુએનમાં કામ કરી ચૂકેલા અનેક કર્મચારીઓએ સંસ્થાના ઉચ્ચાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.*

👁‍🗨👉યુએનની સૌથી મહત્ત્વપૂર્ણ એવી સિક્યુરિટી કાઉન્સિલમાં પાંચ કાયમી સભ્યો છેઃ ફ્રાંસ, ચીન, રશિયા, યુકે અને યુએસ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે જોખમ ઊભું કરે એવી બાબત સેક્રેટરી જનરલ સલામતી કાઉન્સિલના ધ્યાનમાં લાવે છે.

*👁‍🗨🔰👁‍🗨NAM- Non-Aligned Movement (બિન-અલિપ્ત ચળવળ)🔰🔰*

🎯સાંઠના દાયકામાં અમેરિકા અને રશિયા વચ્ચે જામેલું *‘કોલ્ડ વોર’* ત્રીજા વિશ્વયુદ્ધમાં ન પરિણમે એ હેતુ સર ૧૯૬૧માં NAMની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા વિકાસશીલ અને ગરીબ દેશોનો સમૂહ છે અને અમેરિકા કે યુરોપના દેશો(બેલારૂસ સિવાય) એમાં સભ્યપદ ધરાવતાં નથી. આ સંગઠનની બિનાસરકારકતાના દર્શન ત્યારે થયા હતા જ્યારે ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. હવે કોલ્ડ વોરની ભીતિ નથી રહી ત્યારે NAMનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, છતાં સંસ્થા ટકી રહી છે ખરી. હાલમાં આ સંસ્થામાં ૧૨૦ સભ્ય દેશો છે.

*🎯🔰નાટો- NATO (The North Atlantic Treaty Organization)🔰*

👉બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૪૯માં ઉત્તર અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે *‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી’* નામે સ્વરક્ષણ માટેની સંધિ થઈ હતી. સંધિ મુજબ નાટોના સભ્ય દેશો પૈકી કોઈ દેશ પર સૈન્ય આક્રમણ થશે તો બાકીના નાટો દેશો તે દેશને પક્ષે રહી લડશે. ૨૮ સભ્ય દેશો ધરાવતા આ સંગઠને પણ કોલ્ડ વોરને કાબૂ બહાર જતું અટકાવ્યું હતું એમ કહી શકાય. નાટોનું પોતાનું અલગ સૈન્યદળ છે. બોસ્નિયા(૧૯૯૨) અને યુગોસ્લાવિયા(૧૯૯૯)માં સર્જાયેલી રાજકીય અંધાધૂંધી હોય કે પછી ૯-૧૧-૨૦૦૧ પછી અફઘાનિસ્તાનનો ઘડોલાડવો કરવાનો હોય, નાટો દળોએ હંમેશાં પશ્ચિમી દેશોની ફેવરમાં સક્રીય ભાગ લીધો છે. 

👏👁‍🗨🔰👉ઉપરોક્ત સંસ્થાઓ જેવી અન્ય સંસ્થાઓ છેઃ👇👇 🎯
*ASEAN(ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, બ્રુનેઈ, કમ્બોડિયા, લાઓસ, બર્મા, વિએટનામ);*
*🎯👉G-20(ભારત સહિત દુનિયાના ૨૦ સભ્ય દેશો);*
*🎯👉BIMSTEC(બે ઓફ બેન્ગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનઃ ભારત સહિત એશિયાના ૭ સભ્ય દેશો);*
*🎯👉ACD(એશિયા કોઓપરેશન ડાયલોગઃ ભારત સહિત એશિયાના ૩૩ સભ્ય દેશો).*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏909940723*

(ભાગ 9)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે. આ મુદ્દા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર પરીક્ષા માટે તો મહત્વના છે જ પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમજાવા જોઈએ..*
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*💠💠ઉતર કોરીયા વિવાદ💠*
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠🔘
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*👉આજકાલ ઉત્તર કોરીયા દેશનું નામ ખૂબ સાંભળવા મળે છે. તમે પણ છાપાં કે ટીવીમાં તેના વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે. આ નાનકડા દેશે ઘણાં 💣પરમાણુંશસ્ત્રો 💣💣(Nuclear weapons) એકઠાં કર્યાં છે, અને પોતાની તાકાત દુનિયાને દેખાડી રહ્યું છે.*

*➖🔰અમેરીકા અને બીજા દેશો એની સામે સાવધાનીપૂર્વક વર્તી રહ્યા છે. ઘણાને તો એવું પણ લાગી રહ્યું છે કે આમાંથી કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઇ જાય.*

🎯👉ચલો હવે વાત કરીએ ઉતર કોરીયા ની..

👉પહેલાં તો છેલ્લા થોડા દિવસના સમાચાર પર નઝર કરી લઇએ...

*👉અમેરિકા સામે શિંગડા ભરાવી રહેલા ઉતર કોરીયાએ 29 ઓગષ્ટના વહેલી સવારે એક મિસાઈલ પરિક્ષણ કરી આ મિસાઈલને જાપાન ઉપરથી ઉડાડયું હતું અને બાદમાં અહીના ઉતરીય ક્ષેત્રના હોકકાઈડો નજીકના દરિયામાં જઈપડયું હતું. જેનાથી ફરી એક વખત આ ક્ષેત્રમાં તનાવ સર્જાઈ ગયો છે.*
*🎍આ મિસાઈલ હાલમાં જ ઉતર કોરીયાએ જે વાસોગ-૧૨ પ્રકારના જે નવા મિસાઈલ વિકસાવ્યા છે તે પ્રકારનું છે. અહીના દ્વીપકલ્પમાં અમેરિકા અને સાઉથ કોરીયા સંયુક્ત રીતે લશ્કરી કવાયત કરી રહ્યા છે અને બન્ને દેશોના યુદ્ધ જહાજો પણ અહી ગશ્ત લગાવે છે તે સમયે પ્રકારે ઉતર કોરીયાનું મિસાઈલ પરિક્ષણ પણ બન્ને દેશોને માટે ચેતવણી છે.*
*😱😱😱🔶➖હાલમાં જ ઉતર કોરીયાએ પેસીફીક સમુદ્રમાં અમેરિકાના લશ્કરી મથક ગુઆન પર મિસાઈલ દાગવા જાહેરાત કરતા જ જબરો તનાવ વ્યાપી ગયો હતો અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકી દળોને વળતા પ્રહારોની તૈયારીના આદેશ આપી દીધા હતા પણ એને ચીને મામલો થાળે પાડયો હતો.*

*😰😨👉કિમ-જોગ-ઉનના નેતૃત્વ હેઠળ ઉતર કોરીયા દર સપ્તાહે એક મિસાઈલ પરિક્ષણ કરે છે.*
👉 ઉતર કોરીયાએ સમુદ્રમાંથી સમુદ્રમાં છોડી શકાય તેવા મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતું. જાપાને સ્વીકાર્યુ કે તેની હવાઈ સરહદ પરથી ઉતર કોરીયાનું આ મિસાઈલ પસાર થઈને દરિયામાં ખાબકયુ હતું. ઉતર કોરીયાના આ પરિક્ષણની એશિયાના બજારો ખળભળી ઉઠયા હતા. 
*👉જાપાનનો નીકકી ૦.૭% ગગડયો હતો. સાઉથ કોરીયાનો સેન્સેકસ ૦.૫% નીચે ગયો હતો.*
🔰👉અગાઉ ઉતર કોરીયાએ ૨૦૦૯માં તેનો એક સંદેશા વ્યવહાર ઉપગ્રહ છોડવા માટે પણ જાપાન પરથી તેના રોકેટને ઉડાડયું હતું અને હવે આ રીતે જ પ્રહાર કરતા ધરાવતા મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. જાપાને તો પહેલા કોઈ અજાણ્યો પદાર્થ તેની હવાઈ સીમામાંથી પસાર થયો હોવાનું જારી કર્યુ હતું પણ બાદમાં સ્વીકાર્યુ કે તે સાઉથ કોરીયાનું મિસાઈલ હતું. જાપાનમાં આ પરિક્ષણ બાદ રેડીયો-ટીવી પ્રોગ્રામ પર સંભવિત મિસાઈલ હુમલાની ચેતવણી જાહેર કરી હતી અને લાઉડ સ્પીકર પર પણ લોકોને જાણ થઈ હતી.
*👉🎯જાપાને હવે આ મુદે સંયુક્ત સલામતી સમીતીની બેઠક બોલાવવા માંગ કરી છે.*
*🎯👉બીજી તરફ ઉતર કોરીયાના આ મિસાઈલ પરિક્ષણ બાદ દક્ષિણ કોરીયાએ ગાનવોંગ પ્રાંતમાં પાંચ કલાકની લાઈવ-ફાયર-ડ્રીપ ધરી હતી અને અમેરિકી બનાવાતા એફ-૧૫ કે ફાઈટર જેટ મારફત એમ.કે.૮૪ પ્રકારના આઠ બોમ્બ સમુદ્રમાં ટાર્ગપર વરસાવ્યા હતા. આ કવાયતને એકસ ઠંડર નામ અપાયું હતું. દક્ષિણ કોરીયાએ જાહેર કર્યુ છે કે જો ઉતર કોરીયા નાગરીક ક્ષેત્રમાં મિસાઈલ દાગશે તો તેનો તેવોજ વળતો જવાબ અપાશે.*
🎯👉આજથી આ કવાયત એ દક્ષિણ કોરીયાના હવાઈદળની ક્ષમતાનું પ્રદર્શન હતું અને તમામ બોમ્બ ટાર્ગેટ પર જ પડયા હતા...😱😱😨😰😱😱
➖➖➖આ સમાચાર હજુ થોડા દિવસો પહેલા ના છે... *😠😡😡😡😡ઉત્તર કોરીયાએ અમેરીકાની ચેતવણીને ઠેબે મારી તેના ગુઆન ટાપુ ઉપર મિસાઈલો છોડવા ધમકી આપતા વિશ્વ બજારો ધ્રુજી - તૂટી રહી છે : ગુઆમમાં માત્ર ૧૩-૧૪ મિનિટમાં મિસાઈલો ત્રાટકી શકે છે : બંને દેશો તરફથી ઉશ્કેરણીજનક નિવેદનોનો મારો ચાલુ છે : દરમિયાન ચીન પણ કૂદી પડ્યુ છે : કહ્યુ કે અમેરીકા જો ઉ. કોરીયા ઉપર હુમલો કરશે તો અમે ચૂપ નહિં રહીએ. ઉત્તર કોરીયા પાસે ૨૦ અણુ શાસ્ત્ર છે તો અમેરીકા પાસે ૬૮૦૦ અણુ મિસાઈલો - બોંબ છે : ૨૮૦૦ આઉટ ઓફ ડેટ થયા હોય ૪૦૦૦ કાર્યરત છે. જેમાંથી ૧૮૦૦ મિસાઈલો ગોઠવાયેલી છે : રશિયા સૌથી મોખરે છે : ૭૦૦૦ અણુ શસ્ત્રો છે ઉ. કોરીયા પાસે નાના અણુ હથિયારો લાંબા અંતરે ઝીકવાની ક્ષમતા છે. જયારે અમેરીકા પાસે ખતરનાક - ૧૦ હજાર કિ. મી. સુધી ત્રાટકી શકે તેવી અણુ મિસાઈલો છે : વિશ્વમાં અમેરીકા ઉપરાંત વિશ્વમાં રશિયા, બ્રિટન, ફ્રાંસ, ઈઝરાયલ, ચીન, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરીયા પાસે અણુ શસ્ત્રો છે.😳😳😳😳😳*

*??☹️😳😣નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમા પર પહોંચ્યું છે. નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ તો પહેલેથી જ અમેરિકાને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. જોકે હવે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નોર્થ કોરિયા પર પલટવાર કરતા કહ્યું છે કે, જો યુદ્ધ થશે તો અમેરિકા નોર્થ કોરિયા ઉપર એવો પ્રહાર કરશે જેને વિશ્વમાં હજી સુધી કોઈએ નહીં જોયો હોય.*

*🎯👉એક વાત તો સ્પષ્ટ છે કે, નોર્થ કોરિયાને ડરાવવાના અમેરિકાના દરેક પ્રયાસોની વચ્ચે ચીનની દીવાલ ઉભી છે. ચીને આડકતરી રીતે અમેરિકાને જણાવ્યું કે, જો અમેરિકા નોર્થ કોરિયા ઉપર કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરશે તો ચીન પણ ચીપ નહીં રહે.*

*🎯👉જ્યાં સુધી ચીન નોર્થ કોરિયાના બચાવમાં છે ત્યાં સુધી અમેરિકા નોર્થ કોરિયા ઉપર સૈન્ય કાર્યવાહી નહીં કરે એ વાત તો નક્કી છે. જાણકારો માને છે કે, આની પાછળ ચીન અને નોર્થ કોરિયાના વ્યાપારિક સંબંધો સિવાય પણ અનેક કારણો જવાબદાર છે.*

*🎯👉અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેના તણાવને યુદ્ધ વિના મધ્યસ્થી કરીને કોઈ સમાધાન કરાવી શકતું હોય તો એ પણ ચીન જ છે. આ જ કારણ છે કે, અમેરિકા ચીનને મધ્યસ્થી કરવા પર ભાર મૂકી રહ્યું છે. ચીનને મનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યાપાર ભાગીદારી વધારવા અંગે પણ ભાર મુક્યો છે. પરંતુ ચીને આ મામલે હાલમાં *“થોભો અને રાહ જુઓની નીતિ”* અપનાવી છે. જોકે ચીન પણ અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેના તણાવનું સુખદ સમાધાન ઈચ્છે છે.
😳🤔😣🤔😖😳😖😳😖
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

(ભાગ 10)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે.*
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🎯👉આ બધું સાંભળીને, ઉત્તર કોરીયા દેશ અને ત્યાંનો રાજા કેવો છે, એ જાણવાની જીજ્ઞાસા જરૂર થાય. અહીં તમને આ દેશ વિષે થોડી વાતો કહું.👇*

*👉અહીં અત્યારે કીમ જોંગ યુએન નામે સરમુખત્યાર રાજા રાજ કરે છે. તે ૨૦૧૧થી સત્તા પર છે.*

*🎯💠ઉત્તર કોરીયા બહુ નાનો દેશ છે. ઉત્તર કોરીયાની વસ્તી માત્ર અઢી કરોડ છે, જે આપણા ગુજરાતની વસ્તીના અડધા કરતાં ય ઓછી છે.*
*🎯💠આટલી ઓછી વસ્તીવાળા દેશના લશ્કરના જવાનોની સંખ્યા ૧૨ લાખની છે.*
*🎯💠દુનિયામાં ચીન, અમેરીકા અને ભારત પછી તેનો ચોથો નંબર આવે. કેટલું મોટું લશ્કર ! ઉત્તર કોરીયાએ ફક્ત લશ્કર વધારવામાં જ ધ્યાન આપ્યું છે.*

*🎯💠રાજા કીમ જોંગ યુએન હાલ ૩૪ વર્ષના છે. તેઓ લશ્કરના સૌથી વડા માર્શલ છે. 
*👉તેમના આ દેશના કાયદાઓ બહુ કડક અને ક્રૂર છે.*
*👉અહીં દર પાંચ વર્ષે ચુંટણી થાય છે, પણ મતપત્રકમાં એક જ નામ હોય છે, બધાએ તેને જ વોટ આપવાનો. અહીં છાપાં અને ટીવી સમાચારો પર સખત પાબંદી છે.*
*👉આ દેશમાં કોઈ ગુનો કરે તો તેની સજા, તે વ્યક્તિ તથા તેના પુત્ર બંનેએ ભોગવવાની. અહીં લશ્કર અને સરકારી ઓફિસરો સિવાય બીજા કોઈ ગાડી રાખી શકે નહિ.₹
👉જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. 
👉સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે નહિ. વાળ પણ સરકાર માન્ય અમુક દુકાનોએ જ કપાવવાના. દેશમાં ગરીબી ઘણી છે, પણ ગરીબાઈના ફોટા પાડી શકાય નહિ. બીજા દેશવાળા એ દેખે તો આ દેશની છાપ બગડે. 
*👉રાજા વિષે ક્યારે ય હલકું બોલાય નહિ.* 
*👉કવિતા, સંગીત, સ્થાપત્ય વગેરેમાં પણ રાજાનાં જ ગુણગાન ગાવાનાં.* 
👉માનવ અધિકારો ઓછામાં ઓછા.

*😰😳🤔🙄😖આવા આ ઉત્તર કોરીયા દેશનું ભાવિ કેવું હશે? તમે શું ધારો છો?*
*🔵🔵આ દેશની ઉત્તરે ચીન, દક્ષિણે દક્ષિણ કોરીયા અને પૂર્વ-પશ્ચિમમાં દરિયો છે. પૂર્વમાં દરિયા પછી જાપાન છે. ઉત્તર કોરીયાનું પાટનગર યોંગયાન્ગ, આપણા દિલ્હીથી ઇશાન દિશામાં, હવાઈ માર્ગે ૪૬૦૦ કી.મી. દૂર છે. યુદ્ધ થાય તો આપણને સીધી અસર ના થાય, પણ તેનાં પરિણામો તો ભોગવવાં પડે.*

*⚠️🔰♻️🔰પહેલાં કોરીયા એક આખો દેશ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, તેના બે ભાગ પડી ગયા, એક ઉત્તર કોરીયા અને બીજો દક્ષિણ કોરીયા. 😠ઉત્તર કોરીયા પર રશિયાનું પ્રભુત્વ રહ્યું, અને 😦દક્ષિણ કોરીયા પર અમેરીકાનું વર્ચસ્વ રહ્યું. ઉત્તર કોરીયા રશિયન સામ્યવાદ હેઠળ, બહુ વિકાસ પામ્યો નહિ.*

*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🎯👉એક વાત તો સ્પષ્ટ છે કે, નોર્થ કોરિયાને ડરાવવાના અમેરિકાના દરેક પ્રયાસોની વચ્ચે ચીનની દીવાલ ઉભી છે. ચીને આડકતરી રીતે અમેરિકાને જણાવ્યું કે, જો અમેરિકા નોર્થ કોરિયા ઉપર કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરશે તો ચીન પણ ચીપ નહીં રહે.*

*🎯👉જ્યાં સુધી ચીન નોર્થ કોરિયાના બચાવમાં છે ત્યાં સુધી અમેરિકા નોર્થ કોરિયા ઉપર સૈન્ય કાર્યવાહી નહીં કરે એ વાત તો નક્કી છે. જાણકારો માને છે કે, આની પાછળ ચીન અને નોર્થ કોરિયાના વ્યાપારિક સંબંધો સિવાય પણ અનેક કારણો જવાબદાર છે.*

*🎯👉અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેના તણાવને યુદ્ધ વિના મધ્યસ્થી કરીને કોઈ સમાધાન કરાવી શકતું હોય તો એ પણ ચીન જ છે. આ જ કારણ છે કે, અમેરિકા ચીનને મધ્યસ્થી કરવા પર ભાર મૂકી રહ્યું છે. ચીનને મનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યાપાર ભાગીદારી વધારવા અંગે પણ ભાર મુક્યો છે. પરંતુ ચીને આ મામલે હાલમાં “થોભો અને રાહ જુઓની નીતિ” અપનાવી છે. જોકે ચીન પણ અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેના તણાવનું સુખદ સમાધાન ઈચ્છે છે.*
*😣☹️😳😣નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમા પર પહોંચ્યું છે. નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ તો પહેલેથી જ અમેરિકાને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. જોકે હવે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નોર્થ કોરિયા પર પલટવાર કરતા કહ્યું છે કે, જો યુદ્ધ થશે તો અમેરિકા નોર્થ કોરિયા ઉપર એવો પ્રહાર કરશે જેને વિશ્વમાં હજી સુધી કોઈએ નહીં જોયો હોય.*

😳🤔😣🤔😖😳😖😳😖
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

(ભાગ 13)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે. આ મુદ્દા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર પરીક્ષા માટે તો મહત્વના છે જ પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમજાવા જોઈએ..*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવર*
🔘🔘💠🔘🔘💠🔘💠🔘💠🔘
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏*

*ઉત્તર કોરિયા (North Korea) એ 6 જાન્યુઆરી, 2016ના દિવસે હાઇડ્રોજન બોંબ (Hydrogen Bomb) નું પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી. ઉત્તર કોરિયાના આ ધડાકાએ અમેરિકા, રશિયા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાને તો ચોંકાવી દીધા, પરંતુ વિશ્વભરમાં સનસનાટી ફેલાવી દીધી. વિશ્વમાં અણુશક્તિની મહાસત્તાઓમાં અમેરિકા અને રશિયાનું મોખરાનું સ્થાન છે. ન્યુક્લિયર પાવરની રેસમાં ઉત્તર કોરિયા જેવો દેશ તેમને પડકાર આપે, તે ન તો અમેરિકાને ગમે, ન રશિયાને. ઉત્તર કોરિયાએ એટમ બોંબ બનાવ્યા સુધીની વાત જેમ તેમ ખમાતી હતી, પરંતુ હાઇડ્રોજન બોંબ બનાવવાની વાત દુનિયાના કોઈ દેશને હજમ થતી નથી. ઉત્તર કોરિયાની જાહેરાત સફેદ જૂઠાણું છે તેવી વાતો પણ ચર્ચામાં છે.*

*ન્યુક્લિયર પાવરની રેસમાં ગણતરીના દેશો છે. ન્યુક્લિયર વેપન્સ- નુક્લિયર વોરહેડ અથવા અણુશસ્ત્રો ધરાવતા મુખ્ય દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીન, યુકે, ભારત,પાકિસ્તાન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનાં નામ આવે. જ્યારે હાઇડ્રોજન બોંબ ધરાવતા દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, યુકે તથા ફ્રાંસ આવે. આમ, હાઇડ્રોજન બોંબ ટેસ્ટ કર્યાનો ઉત્તર કોરિયાનો દાવો સાચો હોય તો ન્યુક્લિયર પાવરની રેસમાં તેનો ઘોડો તેજીમાં આવે.*

*હજી આ વિવાદ શમે ત્યાં તો ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણના દાવાએ ખલબલી મચાવી છે. આજે 9 જાન્યુઆરીના રોજ ઉત્તર કોરિયાએ સબમરીન-લોંચ્ડ બેલિસ્ટિક મિસાઈલ (Submarine-Launched Ballistic Missile- SLBM) ના સફળ પરીક્ષણનો વિડીયો પ્રદર્શિત કર્યો છે.*

*નોર્થ કોરિયાના દાવાઓને કેટલી ગંભીરતાથી લેવા તે અંગે રાજકીય નિરીક્ષકોમાં મતભેદ છે. આમે ય, નોર્થ કોરિયાના દાવા ઘણી વાર સનસનીખેજ ગપગોળા જ હોવાનું બહાર આવતું રહ્યું છે. અમેરિકાના અને યુરોપના સમાચાર માધ્યમોમાં ખરેખર તો હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ થયું જ નથી તેવી ચર્ચા છે. સાઉથ કોરિયાએ એક કદમ આગળ વધી આજના SLBM મિસાઈલ પરીક્ષણના વિડીયોને બનાવટી કહ્યો છે.*

*સત્ય સમય જતાં બહાર આવશે, પણ હાલ એવું ચિત્ર ઉપસે છે કે ઉત્તર કોરિયાના મનસૂબા આકાશને આંબી રહ્યા છે. ઉત્તર કોરિયાના 33 વર્ષના તાનાશાહી શાસક કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન) પોતાના પાડોશી-સમા દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનને જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પશ્ચિમી તાકાતો સહિત વિશ્વને સંદેશ આપી રહ્યા છે.*

*કોરિયાનો પાછલી સદીનો ઇતિહાસ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) ના આરંભ પહેલાં 1910માં કોરિયા સામ્રાજ્યવાદી જાપાનના તાબામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) સુધી તેના પર જાપાનની આણ રહી. અમેરિકાએ જાપાનના ઔદ્યોગિક શહેરો હીરોશીમા અને નાગાસાકી પર એટમ બોંબ ફેંક્યા; 15 ઑગસ્ટ 1945ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારી.*

*2 સપ્ટેમ્બર 1945ના રોજ જાપાને શરણાગતિના દસ્તાવેજ પર સહી કરતાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાનની હાર થતાં અમેરિકા (યુએસએ) અને સોવિયેટ યુનિયન (USSR) કોરિયા (કોરિયન પેનિન્સ્યુલા) ના ભાગ પાડવા બેસી ગયા. આખરે બંને દેશો જગતકાજી ખરા ને! ઉત્તર કોરિયાનો ભાગ સોવિયેટ યુનિયન (રશિયા) ને તથા દક્ષિણ કોરિયાનો ભાગ અમેરિકાને મળ્યો. તે જમાનો અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ- કોલ્ડ વોર (Cold War) – નો હતો. ઉત્તર કોરિયાને સોવિયેટ યુનિયનનો સામ્યવાદનો રંગ લાગ્યો; દક્ષિણ કોરિયાને અમેરિકાએ લોકશાહીના રંગે રંગ્યું. બે મહાસત્તાઓની કોલ્ડ વોરની અસરનો ભોગ આ બંને નવાં રાષ્ટ્રો બન્યાં. ઉત્તર કોરિયાએ 1950માં દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું અને કોરિયન વોર (Korean war 1950-53) નો સંહાર ઝેલી, થાકી બંને રાષ્ટ્રો શાંત બેઠાં. પણ આજ સુધી સામસામે ઘુરકિયાં તો કરતાં જ રહ્યાં છે.*

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી નેશનલ ટીવી પર હાઇડ્રોજન બોંબના પરીક્ષણની થયેલી જાહેરાતનાં તથા તેની રાજકીય અસરોનાં ભેદી પાસાં હજી ખુલવાનાં બાકી છે.

*💠🎯👉ઉત્તર કોરિયાએ “શાઇનિંગ સ્ટાર” નામનો સેટેલાઇટ (માનવસર્જીત ઉપગ્રહ) 7 ફેબ્રુઆરી 2016ના રોજ અવકાશમાં મૂકીને ફરી એક વખત દુનિયાને હલાવી દીધી છે.*

જાન્યુઆરી 2016માં *“મિનિએચરાઇઝ્ડ” હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કરી ઉત્તર કોરિયાએ યુએન (યુનાઇટેડ નેશન્સ) તેમજ અમેરિકા સહિત અન્ય દેશોને ધ્રુજાવી દીધાં હતાં. ઉત્તર કોરિયાએ “શાઇનિંગ સ્ટાર” સેટેલાઇટ લોંચના બહાના નીચે અણુશસ્ત્રો (ન્યુક્લિયર વેપન્સ)થી હુમલો કરી શકાય તેવી આધુનિક બેલિસ્ટિક મિસાઇલ ટેકનોલોજી વિકસાવી હોવાનું મનાયછે.*

*👉 ન્યુક્લિયર પાવરની રેસમાં નોર્થ કોરિયા (Democratic People’s Republic of Korea – DPRK)ની હરણફાળથી તેના પાડોશી દેશ સાઉથ કોરિયાની ઊંઘ ઊડી ગઈ છે. જાપાન, અમેરિકા અને ચીન જેવા દેશો પણ ચોંકી ગયા છે.*

*ઉત્તર કોરિયાના “શાઇનિંગ સ્ટાર-4” સેટેલાઇટનું કોરિયન નામ Kwangmyongsong-4 છે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પોતાના “શાઇનિંગ સ્ટાર” સેટેલાઇટને શાંતિપૂર્ણ હેતુઓ માટેના “અર્થ ઓબ્સર્વેશન” સેટેલાઇટ તરીકે ઓળખાવે છે. કુદરતી સંસાધનો, હવામાન, ખેતી આદિના અભ્યાસ અર્થે સેટેલાઇટનો ઉપયોગ કરાશે તે વાત અમેરિકા તથા વેસ્ટર્ન વર્લ્ડ માનવા તૈયાર નથી. વિશ્વના અગ્રણી નિરીક્ષકો એમ જ માને છે કે રોકેટ દ્વારા સેટેલાઇટ લોંચ કરવાની ટેકનોલોજી દ્વારા ઉત્તર કોરિયા લાંબા અંતરના બેલિસ્ટિક મિસાઇલ કે ઇંટર કોન્ટિનેટલ બેલિસ્ટિક મિસાઇલ (Inter Continental Ballistic Missile – ICBM)ની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. આ ખતરનાક મિસાઇલ્સ તેમની સાથે મહાવિનાશક અણુશસ્ત્રો-ન્યુલિયર વોર હેડ્સ (Nuclear warheads) – વહન કરીને 5000 કિલોમીટરથી પણ વધુ દૂરના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. એવું મનાય છે કે ઉત્તર કોરિયાના મિસાઇલ્સ દક્ષિણ કોરિયા અને જાપાન તો શું, હવે શક્તિશાળી ઇંટર કોન્ટિનેટલ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા અમેરિકાને પણ ટાર્ગેટ બનાવી શકે છે.*

*ઉત્તર કોરિયાની આ હરકતો વિશ્વશાંતિ તથા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ કરી રહી છે. હાલ વિશ્વના મોટા ભાગના દેશોના પરસ્પરના સંબંધો સ્વાર્થસભર, સગવડિયા (need-based) અથવા ‘લવ – હેટ’ (Love-hate) બની રહ્યા છે તે વાત ‘મધુસંચય’ના વાચકો સમજે છે. આવા દેશોને મોસમ પ્રમાણે રૂખ બદલવો પડે; કાચંડાની માફક રંગ પણ બદલવા પડે. ઉત્તર કોરિયાનો એક માત્ર કહેવાતો મિત્ર ચીન છે. ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા અને જાપાન સાથે દુશ્મની છે. તેમાં વળી જગત-કાજી અમેરિકા તેનું દુશ્મન. પૂર્વ-એશિયામાં ચીનનો વધતો પ્રભાવ રોકવા અમેરિકાએ આ વિસ્તારમાં પગદંડો જમાવી રાખવો પડે; દક્ષિણ કોરિયાને પોતાના પંજામાં રાખવું પડે. દક્ષિણ કોરિયાએ અમેરિકાની ખુશામત કરતાં રહેવું પડે અને સાથે ચીનને પણ પંપાળવું પડે. બીજી બાજુ, ચીનના વ્યાપાર સંબંધો ઉત્તર કોરિયા સાથે ગાઢા છે. ચીન પોતાના આર્થિક હિતમાં તેને ટેકો આપતું રહે. વળી જો અમેરિકાની સહાયથી દક્ષિણ કોરિયા જો ઉત્તર કોરિયાને પછાડે(?) તો શરણાર્થીઓનાં ધાડાં ચીનમાં ઊતરી પડે જે ચીનને ના પોસાય. જાપાનને ઉત્તર કોરિયાથી બચવા અમેરિકાનો સાથ જરૂરી છે. ઉપરાંત, અમેરિકા અને ચીન અત્યારે એવા આર્થિક સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે કે બંનેએ એકબીજાને સાચવવા પડે. ઉત્તર કોરિયાના હુંકારે ખૂબ ગૂંચવાયેલી પરિસ્થિતિ ઊભી કરી છે. આમ, અમેરિકા-યુરોપને પજવતા સીરિયાના પ્રશ્ન સાથે ઉત્તર કોરિયા વિશ્વશાંતિ માટે નવો મોટો પ્રશ્ન બની શકે છે.*

🙏હરીશ દવે નો સહયોગ માટે આભાર
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

(ભાગ 14)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે. આ મુદ્દા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર પરીક્ષા માટે તો મહત્વના છે જ પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમજાવા જોઈએ..*

💣💎💣💎💣💎💣💎💣💎💣
એટમ બોમ્બની સરખામણીમાં વધુ ખતરનાક છે હાઈડ્રોજન બોમ્બ
💣🛡💣🛡💣🛡💣🛡💣🛡💣
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*હાઈડ્રોજન બોમ્બ પહેલા સફળ પરિક્ષણની ઉત્તરી કોરિયાની જાહેરાતની દુનિયાભરમાં આલોચના થઈ રહી છે. ત્યાના નેતા કિમ જોંગ-ઉને ગયા મહિને સંકેત આપ્યા હતા કે તેમના પરમાણુ સંપન્ન દેશે હાઈડ્રોજન બોમ્બ પણ વિકસિત કરી લીધો છે. ઉત્તર કોરિયા આ પહેલા એટમ બોમબના પણ ત્રણ પરિક્ષણ કરી ચુક્યુ છે. આવો જાણીએ એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ કેમ વધુ ખતરનાક છે....*

*1. એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ વધુ શક્તિશાળી અણુસંબંધી હથિયાર છે.*

*2. હાઈડ્રોજન બોમ્બથી કાઢનારી ઉર્જા એટમ બોમ્બની તુલનામાં વધુ હોય છે.. હાઈડ્રોજન બોમ્બ આખા શહેરનું એક જ વિસ્ફોટમાં નામોનિશાન મિટાવી શકે છે.*

*3. હાઈડ્રોજન બોમ્બ પોતાની ઉર્જા અણુઓના વિલય (atomic fusion - એટોમિક ફ્યૂજન)થી મેળવે છે. જ્યારે કે એટમ બોમ્બ પોતાની ઉર્જા અનુઓના વિખંડન (atomic fission - એટોમિક ફેશન) થી મેળવે છે.*

*4. અણુસંબંધી વિલય અને અણુસંબંધી વિખંડન બે જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ છે. જેમાંથી ઉર્જા નીકળે છે... વિખંડનની પ્રક્રિયામાં દરેક અણુ બે કે તેનાથી વધુ નાના અને હલ્કા અણુઓમાં વહેંચાય જાય છે.*

*5. તેનાથી વિપરિત, વિલયન દરમિયાન બે કે તેનાથી વધુ નાના અને હલકા અણુ મળીને મોટુ અને વધુ ભારે અણુ બની જાય છે..*

*6. હાઈડ્રોજન બોમ્બમાં હાઈડ્રોજનના અણુઓના વિલયનનો ઉપયોગ થાય છે. તેથી તેને હાઈડ્રોજન બોમ્બ કહે છે.*

*7. કોઈ ફ્યૂજન બોમ્બને બનાવવુ અનેક ઘણુ વધુ મુશ્કેલ હોય છે. કારણ કે તે માટે અનેક ગણુ વધુ તાપમાન, કરોડો ડ્રિગ્રી સેંટ્રીગ્રેડ - ની જરૂર પડે છે.. આ તાપમાનને મેળવવા માટે અણુસંબંધી વિખંડનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. જેથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય અને ફરી એ ઉર્જા દ્વારા વિલયન શરૂ કરાવવામાં આવે છે. કોઈપણ ફ્યૂજન બોમ્બ માટે પહેલા એક વિખંડન ઉપકરણને ચલાવવુ અનિવાર્ય હોય છે.*. 

*8. હાઈડ્રોજન બોમ્બને નાના આકારમાં બનાવવા સરળ હોય છે. જેથી તેને મિસાઈલમાં સહેલાઈથી ફિટ કરી શકાય.*

*9. જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટમ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને આજ સુધી ક્યારેય કોઈ પણ યુદ્ધમાં હાઈડ્રોજન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.*

*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

🙏🙏આશા રાખું છું કે તમે લોકો આ ત્રણેય મુદ્દા સારી રીતે સમજી શકાય હશો..
મે મારા પૂરતા પ્રયત્નો કર્યા છે..🙏🙏🙏


(ભાગ 14)
*🙏જય માતાજી સર્વે મિત્રોને...🙏*
*આજે મારા વાત 9મા બ્રિક્‌સ સંમેલનની જ વાત કરવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં બ્રિક્‌સ, ડોકલામ, અને ઉતર કોરીયા, આ ત્રણેય મુદ્દા બહુ ચર્ચામાં છે.અને કયાંક ને કયાંક ત્રણેય એકબીજાથી સંકળાયેલા પણ છે. આ મુદ્દા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને પોલિસ ઈન્સ્પેક્ટર પરીક્ષા માટે તો મહત્વના છે જ પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમજાવા જોઈએ..*

💣💎💣💎💣💎💣💎💣💎💣
એટમ બોમ્બની સરખામણીમાં વધુ ખતરનાક છે હાઈડ્રોજન બોમ્બ
💣🛡💣🛡💣🛡💣🛡💣🛡💣
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*હાઈડ્રોજન બોમ્બ પહેલા સફળ પરિક્ષણની ઉત્તરી કોરિયાની જાહેરાતની દુનિયાભરમાં આલોચના થઈ રહી છે. ત્યાના નેતા કિમ જોંગ-ઉને ગયા મહિને સંકેત આપ્યા હતા કે તેમના પરમાણુ સંપન્ન દેશે હાઈડ્રોજન બોમ્બ પણ વિકસિત કરી લીધો છે. ઉત્તર કોરિયા આ પહેલા એટમ બોમબના પણ ત્રણ પરિક્ષણ કરી ચુક્યુ છે. આવો જાણીએ એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ કેમ વધુ ખતરનાક છે....*

*1. એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ વધુ શક્તિશાળી અણુસંબંધી હથિયાર છે.*

*2. હાઈડ્રોજન બોમ્બથી કાઢનારી ઉર્જા એટમ બોમ્બની તુલનામાં વધુ હોય છે.. હાઈડ્રોજન બોમ્બ આખા શહેરનું એક જ વિસ્ફોટમાં નામોનિશાન મિટાવી શકે છે.*

*3. હાઈડ્રોજન બોમ્બ પોતાની ઉર્જા અણુઓના વિલય (atomic fusion - એટોમિક ફ્યૂજન)થી મેળવે છે. જ્યારે કે એટમ બોમ્બ પોતાની ઉર્જા અનુઓના વિખંડન (atomic fission - એટોમિક ફેશન) થી મેળવે છે.*

*4. અણુસંબંધી વિલય અને અણુસંબંધી વિખંડન બે જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ છે. જેમાંથી ઉર્જા નીકળે છે... વિખંડનની પ્રક્રિયામાં દરેક અણુ બે કે તેનાથી વધુ નાના અને હલ્કા અણુઓમાં વહેંચાય જાય છે.*

*5. તેનાથી વિપરિત, વિલયન દરમિયાન બે કે તેનાથી વધુ નાના અને હલકા અણુ મળીને મોટુ અને વધુ ભારે અણુ બની જાય છે..*

*6. હાઈડ્રોજન બોમ્બમાં હાઈડ્રોજનના અણુઓના વિલયનનો ઉપયોગ થાય છે. તેથી તેને હાઈડ્રોજન બોમ્બ કહે છે.*

*7. કોઈ ફ્યૂજન બોમ્બને બનાવવુ અનેક ઘણુ વધુ મુશ્કેલ હોય છે. કારણ કે તે માટે અનેક ગણુ વધુ તાપમાન, કરોડો ડ્રિગ્રી સેંટ્રીગ્રેડ - ની જરૂર પડે છે.. આ તાપમાનને મેળવવા માટે અણુસંબંધી વિખંડનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. જેથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય અને ફરી એ ઉર્જા દ્વારા વિલયન શરૂ કરાવવામાં આવે છે. કોઈપણ ફ્યૂજન બોમ્બ માટે પહેલા એક વિખંડન ઉપકરણને ચલાવવુ અનિવાર્ય હોય છે.*. 

*8. હાઈડ્રોજન બોમ્બને નાના આકારમાં બનાવવા સરળ હોય છે. જેથી તેને મિસાઈલમાં સહેલાઈથી ફિટ કરી શકાય.*

*9. જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટમ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને આજ સુધી ક્યારેય કોઈ પણ યુદ્ધમાં હાઈડ્રોજન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.*

*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

🙏🙏આશા રાખું છું કે તમે લોકો આ ત્રણેય મુદ્દા સારી રીતે સમજી શકાય હશો..
મે મારા પૂરતા પ્રયત્નો કર્યા છે..🙏🙏🙏

No comments:

Post a Comment