Wednesday, January 9, 2019

ડો. હરગોવિંદ ખુરાના --- Dr. Hargovind Khurana

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🔶🔶ડો. હરગોવિંદ ખુરાના🔷*
🔶🔷🔶🔷🔶🔷🔶🔶🔷🔷
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨

પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા શું છે તે કેવી રીતે આ ભૂમિકા ભજવે છે તે વિશે અત્યારસુધી ઘણી શોધ થઈ ચૂકી છે, પણ આ શોધના પ્રણેતા વિશે આજે આપણે વાત કરવાની છે, આ શોધના પ્રણેતા મૂળ ભારતના છે. તેમના વિશે વિગતે થોડી માહિતી મેળવીએ.

*ભારતના મેઘાવી જીવ રસાયણશાસ્ત્રી ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ તા. ૯/૧/૧૯૨૨ના રોજ ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પટવારી હતા. બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે ઈ.સ. ૧૯૪૮માં પી. એચ. ડી.ની પદવી પણ મેળવી.*

*ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું. તેમની મુખ્ય શોધ તે કૃત્રિમ જીન્સ હતી. તેમના માટે જિન્સ મનુષ્યના શારીરિક તેમ જ બોદ્ધિક ઘડતર માટેનું મુખ્ય પરિબળ છે. માણસનો સ્વભાવ, ગુણ.આકાર વગેરેનો મુખ્ય આધાર ‘ જિન્સ’ છે. માતાપિતા દ્વારા આપણને ગુણ,કર્મ અને સ્વભાવના જિન્સ પ્રાપ્ત થાય છે. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે. આ સંશોધન કાર્ય માટે ઇ. સ્. ૧૯૬૮ના વર્ષમાં શરીરવિજ્ઞાન અને તબીબ વિજ્ઞાનનું ભૌતિકશાસ્ત્રનું સંયુક્ત નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૫૬માં ‘માર્ક એવોર્ડ એનાયત થયો..ઈ.સ. ૧૯૬૦માં કેનેડીયન પબ્લિક સર્વિસીસ તરફથી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગને તેમને ઈ.સ. ૧૯૮૭માં રાષ્ટ્રીય વિજ્ઞાન ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.ઈ.સ.૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમનું અવસાન તા.૯/૧૧/૨૦૧૧ના દિવસે અમેરિકામાં થયું હતું.*

હરગોવિંદ ખુરાનાએ માનવના ડીએનએનો કોડ ઉકેલવાના મહત્વના સંશોધનો કર્યા. ઇ.સ. ૧૯૬૮ માં આ સંશોધનો બદલ તેમએ માર્શલ નીરેનબર્ગ અને રોબોર્ટ હોલી સાથે નોબેલ પ્રાઇઝ એનાયત થયું. હરગોવિંદ ખુરાનાએ સૌ પ્રથમવાર ન્યુક્લોટાઇડ્સની શૃંખલા શોધી કાઢી જે બાયોટેકનોલોજીમાં મહત્વની ઉપયોગિતા ધરાવે છે.

હરગોવિંદ ખુરાનાને તેમના આ યોગદાન બદલ અનેક માન-સન્માન અને એવૉર્ડ એનાયત થયેલાં છે. ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણનું સન્માન એનાયત કર્યું છે. હરગોવિંદ ખુરાનાએ આગવા સંશોધન કરી વિજ્ઞાન જગતમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment