Monday, January 21, 2019

રજની પટેલ - Rajni Patel

જ્ઞાન સારથિ, [18.03.17 16:52]
સાહિત્ય સુગમ: રજની પટેલ

દલપતરામ

ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.



💎 અભ્યાસ

ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.

💎 વ્યવસાય

✔️કવિ દલપતરામનું બાવલું, તેમનાં સ્મારક નજીક, અમદાવાદ.
✔️ ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ
✔️ ગજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
✔️ ૧૮૫૫- બુદ્ધિપ્રકાશ નું સંપાદન
✔️ ૧૮૫૮- ‘હોપ’ વાંચનમાળાની કામગીરીમાં મદદ

💎 પ્રદાન
✔️ કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

💎 મુખ્ય કૃતિઓ

✔️ કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬).
✔️ નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ.
✔️ નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત
✔️ વ્રજભાષામાં - વ્રજ ચાતુરી.
✔️ વ્યાકરણ – દલપત પિંગળ.
✔️ કાવ્ય દોહન
✔️ બાપાની પિંપર, તાર્કિક બોધ
✔️ ગજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

સન્માન

બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ

Reference By: Arjunsinh Zala
.
For more materials join us
@ https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment