🎥📽🎥📽🎥📽🎥📽🎥📽🎥
પદ્મભૂષણ-શ્રી પ્રાણ ક્રિશન સિકંદ
🕵♀🕵🕵♀🕵🕵♀🕵🕵♀🕵🕵♀🕵🕵♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨બોલીવુડના વિલન અને દમદાર ચરિત્ર ભૂમિકાઓ નિભાવનારા અભિનેતા પ્રાણે વર્ષ ૨૦૧૩માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેઓ શરૂઆતમાં ફોટોગ્રાફર બનવા માગતા હતા .
♻️પ્રાણ એટલે જીવન.
અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.
છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.
👁🗨♦️"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની વિલન તરીકેની અદાકારીનો એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.
🏆પ્રાણ સાહેબના કામને બોલીવુડે માન આપીને સર્વોચ્ચ સન્માન ‘દાદા સાહેબ ફાળકે - 2012 ’ એવોર્ડ મળ્યો હતો.
આખરે મોડું તો મોડું પણ પ્રાણ સાહેબના કામને સન્માન્યું ખરું
🏆બોલીવુડમાં યોગદાન બદલ કેન્દ્ર સરકારે તેમને ૨૦૦૧માં પદ્મભૂષણ સન્માન આપ્યું હતું.
🏆👁🗨પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.
🐾પ્રાણ (૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – ૧૨ જુલાઇ ૨૦૧૩)
હિન્દી ફિલ્મોના ખુબજ જાણીતા અને પ્રખ્યાત અભિનેતા હતા. તેમનું મૂળ નામ પ્રાણ ક્રિશન સિકંદ હતું પણ તેમના ફિલ્મોના નામ
પ્રાણથી જ તેઓ વધુ જાણીતા હતા. તેમનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ જૂની દિલ્હીના કોટગઢમાં આવેલા બાલીમારનમાં સુખી-સંપન્ન પંજાબી કુટુંબમાં થયો હતો. તેઓ એમની ભૂમિકામાં દરેક પાત્રની જરૂરિયાત પ્રમાણે જાન રેડી દેતા હતા અને એને જીવંત બનાવી દેતા હતા. ૧૯૪૨માં રજૂ થયેલા ચલચિત્ર ખાનદાનથી તેમણે હિંદી ચલચિત્ર ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. એમણે મુખ્ય નાયકથી માંડીને સહાયક અભિનેતા તરીકેના પાત્રો ભજવ્યા હતા, પણ મુખ્યત્વે ખલનાયક (વિલન)ના પાત્રમાં તેમણે ખૂબ જ સફળતા મેળવી હતી. મનોજ કુમાર જેવા અભિનેતા નિર્દેશકે એમને 'ઉપકાર' ચલચિત્રમાં મલંગચાચા નામના લંગડા પણ ભલા માણસની ભૂમિકા આપી હતી તે ખૂબ યાદગાર નિવડી હતી. એ ફિલ્મનું એમના પર અંકિત થયેલું 'કસમે વાદે પ્યાર વફા' ગીત આજે પણ લોકોની સ્મૃતિમાં વસે છે.'જંજીર' ફિલ્મ માં પણ એમની પઠાણ ની ભૂમિકા ખુબ વખણાઈ હતી અને એમના પર અંકિત થયેલું 'યારી હૈ મેરા યાર જીન્દગી' અત્યંત લોકપ્રિય થયું હતું. લાંબી બીમારીને કારણે તા. ૧૨ જુલાઈ ૨૦૧૩ના દિવસે ૯૩ વર્ષની ઉમરે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું.
👁🗨પ્રાણ એ તેમની કારકિર્દી ની શરૂઆત દિલ્હીમાં એક ફોટોગ્રાફર તરીકે એ. દાસ એન્ડ કંપની માં કરી હતી. આ કામ માટે તેઓએ એક વાર સિમલા જવાનું થયું. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભવિષ્યના આ ખૂંખાર વિલને સિમલામાં ‘રામલીલા’ નાં સ્ટેજ શો માં સીતાનું પાત્ર ભજવ્યું હતું જેમાં રામનો રોલ મદનપુરી એ અદા કર્યો હતો.
પ્રાણ એ ૧૯૪૫ માં શુક્લા અહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતા. તેમને બે દીકરા નામે, અરવિંદ અને સુનીલ તથા એક દીકરી નામે પીન્કી છે. અરવિંદ Chemical Engineering માં PhD. છે અને લંડનમાં સ્થાયી છે. સુનીલને ફિલ્મ ક્ષેત્રે ઝાઝી સફળતા મળી નથી. પીન્કી નામ મુજબ ગુલાબી જીવન જ જીવતી હશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨પ્રાણને પ્રથમ રોલ એ ય વિલન તરીકેનો, વાલી મોહમમેદ વાલી ની સીફારીશથી દલસુખ પંચોલીની ફિલ્મ ‘યમલા જાટ’માં ૧૯૪૦ માં મળ્યો. આ ફિલ્મ સુપર હીટ પૂરવાર થઇ.અને પ્રાણ વિલન તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. જો કે ૧૯૪૨ માં તેમણે હીરોની ભૂમિકા ફિલ્મ ‘ ખાનદાન ‘ માં નિભાવી. તેમની હિરોઈન હતી નૂરજહાં. અગાઉ નૂરજહાં એ પ્રાણ સાથે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. લાહોરમાં તેમના નિવાસ દરમ્યાન તેમણે ૨૨ ફિલ્મોમાં અભિનય આપ્યો.
👁🗨દેશના ભાગલા પડવાને કારણે , પ્રાણ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ નાં દિવસે મુંબઈ આવ્યા. કેટલાક માસની સ્ટ્રગલ પછી તેમને બોમ્બે ટોકીઝ ની ફિલ્મ ‘ઝીદ્દી’ થી બ્રેક મળ્યો. દેવાનંદને પણ આ જ ફિલ્મથી મોટોમસ બ્રેક મળ્યો. કામિની કૌશલ આ ફિલ્મના નાયિકા હતા. ત્યારબાદ પ્રાણ સાહબે ક્યારેય પાછું વળીને જોયું નથી.. આઝાદી બાદ ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘બડી બહન’ એ તેમની ખૂબ જ સફળ ફિલ્મ રહી. ૧૯૫૦ થી ૧૯૬૦ નાં દશક દરમ્યાન પ્રાણ એ રાજકપૂર, દેવાનંદ અને દિલીપકુમાર સામે અસંખ્ય ફિલ્મોમાં સફળ વિલન નાં રોલ અદા કર્યાં. પ્રાણ ઉંમરમાં રાજકપૂર અને દિલીપકુમાર કરતા મોટા હતા છતાં તેમની ફિટનેસખૂબ જ સારી રહી અને રાજ અને દિલીપ અદોદળા થઇ ગયા. એટલે ત્યારબાદ પ્રાણ સાહેબે દેવાનંદ, શમ્મીકપૂર, જોય મુખરજી ,ધર્મેન્દ્ર, અને રાજેશ ખન્ના જેવા ટોચના નાયકો સામે ખલનાયક નાં રોલ અદા કર્યાં. પ્રાણ સાહેબનું મહેનતાણું ક્યારેક નાયક કરતા પણ વધુ રહેતું. પ્રાણ સાહેબની મહત્તા પણ નાયક કરતા ઓછી ન અંકાતી અને એટલેજ દરેક ફિલ્મના ટાયટલ માં પ્રાણ સાહેબના નામનો ઉલ્લેખ and Pran અથવાતો above all Pran એ પ્રમાણે થતો. પ્રાણ સાહેબે ૩૫૦ હિન્દી ફિલ્મોમાં અદાકારીના ઓજસ પાથર્યા છે જેમાંની મોટા ભાગની ફિલ્મો સુપર- ડુપર હીટ રહી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ નાં દાયકામાં તેમણે બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
👁🗨જગવિખ્યાત પ્રતિભાઓ જેવો ગેટ અપ પ્રાણ સાહેબે કેટલીક ફિલ્મોમાં અપનાવ્યો હતો. ફિલ્મ 'નિગાહે' માં રાજીવ ગાંધીના સલાહકાર સામ પિત્રોડા જેવો, ફિલ્મ 'જુગનું'માં બાંગલા દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રેહમાન જેવો અને ત્રણેક ફિલ્મોમાં અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન જેવો ગેટ અપ ધારણ કર્યો હતો.
〰〰〰〰
પિતાનું નામ - કેવલ ક્રિશન સિકંદ.(ગવર્નમેન્ટ સિવિલ એન્જીનીયર-કોન્ટ્રાક્ટર.)
માતાનું નામ - રામેશ્વરીજી સિકંદ.
જન્મ - ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦.(ઉંમર -૮૯)
જન્મસ્થળ - દિલ્હી.ભારત.
અભ્યાસ - ઓલ્ડ મેટ્રીક્યુલેશન (રઝા હાઈસ્કૂલ-રામપુર - U.P.)
પત્નીનુંનામ - શ્રીમતી શુક્લા સિકંદ (આહલુવાલિયા-લગ્ન તા.૧૮ એપ્રિલ ૧૯૪૫.)
સંતાન - ૧.અરવિંદ ૨. સુનિલ.૩. દીકરી પિંન્કી.
વ્યવસાય - અભિનય
કાર્યકાળ - ૧૯૪૨ થી ૨૦૦૩.(લગભગ ૩૫૦ ફિલ્મોમાં અભિનય.)
શોખ - અભિનય ઉપરાંત ફૂટબોલ (તેઓની પોતાની 'Bombay Dynamos Football Club' નામની ફૂટબોલ ટીમ હતી.)
⭕️ગુજરાત મુલાકાતને પણ ગુજરાતીઓ હંમેશા સંભારણાની જેમ કાયમી સાચવી રાખશે.
‘શેરખાન આજ કા કામ કલ પર નહીં છોડતા’
‘ઈસ ઈલાકેમેં નયે આયે હો સાહબ ....વરના શેરખાન કો કોન નહીં જાનતા’
‘શેરખાનને શાદી નહીં કી તો ક્યા હુઆ...લેકિન બારાતે બહોત દેખી હૈ.’
ઝંઝીર ફિલ્મથી ‘શેરખાન’ તરીકે પ્રખ્યાત થયેલા પ્રાણ સાહેબે બાદમાં તેમની ડોન, અને શરાબી ફિલ્મોના પણ ડાયલોગ્સ કહ્યા હતા.
ઈસ 1987માં ગુજરાત-પંજાબ કલ્ચરલ એસોસિયેશન દ્વારા વડોદરામાં આણંદજી-કલ્યાણજી નાઈટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં પ્રાણ સાહેબે ‘ઝંઝીર’ ફિલ્મના સુપરહિટ ડાયલોગ્સ પીરસ્યા હતા...

No comments:
Post a Comment