Monday, February 4, 2019

શ્રીલંકા સમાજવાદી જન તાંત્રિક ગણરાજ્ય ---- Sri Lanka Socialist Jan Tantric Republic

Yuvirajsinh Jadeja:
🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰
🇱🇰🇱🇰🇱🇰શ્રીલંકા🇱🇰🇱🇰🇱🇰
🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰
ગણરાજ્ય ૨૨ મે, ૧૯૭૨

શ્રીલંકા સમાજવાદી જનતાંત્રિક ગણરાજ્ય

♦️રાજધાની♦️
શ્રી જયવર્ધનાપુરા-કોટ્ટે
Sri Jayawardenepura Ko
(Administrative)
👉Colombo (Commercial)

💢વિશાળતમ શહેર કોલંબો

💢અધીકારીક ભાષાઓ સિંહાલા , તમિલ

💢રાજસત્તા લોકતાન્ત્રિક સમાજવાદી
ગણરાજ્ય

- રાષ્ટ્રપતિ=Maithripala Sirisena

=શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે

♦️સ્થાપના
- સ્વતંત્રતા
સંયુક્ત રાજશાહી થી
૪ ફેબ્રુઆરી, ૧૯૪૮

🗣🗣Religion🗣🗣 
70.2% Buddhism
12.6% Hinduism
9.7% Islam
7.4% Christianity
0.1% Other/None

♦️- ગણરાજ્ય ૨૨ મે, ૧૯૭૨

☢શ્રીલંકા એક ટાપુ દેશ છે કે જે દક્ષિણ એશિયામાં
ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે.

☣ તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા
પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે.

👉👉શ્રીલંકાનો ઉલ્લેખ તો પ્રાચીન સમય થી જાણવા મળે છે. રામાયણ જેવા પૌરાણીક ગ્રંથ માં તેને "લંકા" ના નામથી વીગતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર બાદ સમ્રાટ અશોક ના શીલાલેખો માં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે. 

👉આગાઉ સિલોનના નામે ઓળખાતા શ્રીલંકાને સૌ પ્રથમ કબજે લેનાર પોર્તુગિઝો હતા. ઇ.સ.૧૫૦૧ માં તેમણે શ્રીલંકાના અમુક પ્રદેશો હસ્તગત કર્યા.

👉ઇ.સ.૧૬૫૮માં ડચ સામ્રાજ્ય ત્યાં પહોંચ્યુ અને ત્યાર પછી ૧૭૯૬ માં અંગ્રેજોએ તો આખા ટાપુ પર શાસન સ્થાપ્યું.👉 ત્યાંની મુળ સિંહાલી પ્રજાએ ક્યારેય સ્વતંત્રતા માટે માંગણી કરી ન હતી, છતાં ભારત આઝાદ થયા બાદ ૧૯૪૮ માં શ્રીલંકા પણ આઝાદ થયું.

🗣સિન્હાલી લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે એને તામિળ મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ મલયનો સમાવેશ થાય છે.

🗣તેના ચા , કોફી , નારિયળ તથા રબરના ઉત્પાદન માટે પ્રચલિત, શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્રની ધરવે છે અને દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે.
🗣 ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.

🗣🗣બે હજાર વર્ષના સ્થાનિક રાજાઓના રાજ્ય પછી ૧૬મી સદીમાં તેના અમુક ભાગો ઉપર પોર્ટુગીઝ તેમજ ડચ સામ્રાજ્યના રાજ હેઠળ આવ્યા હતા કે જે બાકીના દેશ સાથે ૧૮૧૫માં
બ્રિટિશ મહાસામ્રાજ્યમાં વિલીન થઈ ગયા. 
🗣🗣બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સામ્રાજ્યની સામેની લડાઈમાં શ્રીલંકાએ એલાઈડ ફોર્સના એક મહત્ત્વના મથક તરીકેની ભૂમિકા ભજવી હતી. વીસમી સદીના પુર્વાધમાં ત્યાં એક રાષ્ટ્રીય રાજનૈતિક ચળવળ ઊભી થઈ હતી કે જેનું ધ્યેય રાજકીય સ્વતંત્રતા નો હતો કે જે તેને ૧૯૪૮માં બ્રિટિશરો સાથે શાંતીપુર્ણ વાટાધાટો બાદ મળી હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👆👉થોડા દિવસ પહેલાં 
PM મોદી પહોંચ્યા શ્રીલંકા, ગંગરમૈયા મંદિરમાં સામૂહિક પ્રાર્થનામાં લીધો હતો ભાગ

👉 એરપોર્ટ પર તેમનું સ્વાગત શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ કર્યું. બૌદ્ધ કેલેન્ડરના સૌથી મહત્વના દિવસ વેસક દિનની ઉજવણી માટે તેઓ શ્રીલંકા ગયા હતા. તેઓ જાફનાની મુલાકાત લીધી હતી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👉ટ્રિંકોમલી અથવા ત્રિંકોમલી 👇

શ્રીલંકા દેશના પૂર્વીય પ્રાંતમાં આવેલ ટ્રિંકોમલી જિલ્લાનું વહીવટી વડું મથક તેમ જ મુખ્ય બંદર છે. તે શ્રીલંકાના પૂર્વીય તટ પર આવેલ જાફનાથી ૧૧૩ માઇલ દક્ષિણમાં તથા બટ્ટિકલોવાથી ૬૯ માઇલ ઉત્તરમાં આવેલ છે. લગભગ બે હજાર વર્ષથી તે શ્રીલંકામાં તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે.

તે શ્રીલંકાના ઉત્તર-પૂર્વીય કિનારા પર સ્થિત શહેર અને બંદર છે. આ વિશ્વનાં કુદરતી બંદરો પૈકીનું એક છે. આ બંદરનું મહત્વ નૌસેના મથકને કારણે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૬૫.૮ ઈંચ અને સરેરાશ વાર્ષિક તાપમાન ૨૭° સે. રહે છે. અહીંથી પશ્ચિમમાં ટૈબાલાગામના
છીછરા જળાશય (lagoons)માં મોતી મળે છે. બંદર પરથી ચોખા અને ઘરવખરીની વસ્તુઓની આયાત અને ડાંગર, તમાકુ, ઇમારતી લાકડું, સૂકી માછલી અને હરણના શીંગડાં અને ચામડાની નિકાસ કરવામાં આવે છે. ટ્રિંકોમલી તમિલ લોકો દ્વારા સ્થાપિત શ્રીલંકાનું પ્રથમ શહેર છે.

👉👉એંશીના દાયકાના પૂર્વાર્ધમાં શ્રીલંકામાં તમિલોના હિંસક આંદોલનોએ જોર પકડયું અને તે પછીના લગભગ ત્રણ દાયકા સુધી શ્રીલંકા લોહીલુહાણ રહ્યો તેનાથી સિંહાલીઓ ભારતને ડર અને ઘૃણાથી જોઈ રહ્યાં છે. તામિલનાડુનું સ્થાનિક રાજકારણ ભારતને શ્રીલંકા માટે સારા નિર્ણયો લેવા દેતું નહોતું. હજીપણ એ સ્થિતિ મહદંશે યથાવત્ છે. શ્રીલંકામાં તેનું પરિણામ એ આવ્યું કે તેઓ ભારત કરતાં ચીન તરફ વધુ ઢળી ગયા. ચીનને આ જોઈતું જ હતું. શ્રીલંકામાં ખૂંખાર તામિલ ઉગ્રવાદીઓનો સફાયો કરવામાં મદદ કરીને ચીન સિંહાલીઓનો ફેવરિટ બની ગયો.

👆👉ભારત દ્વીપકલ્પના હારમાં પેન્ડન્ટ જેવો દેખાતો શ્રીલંકા સાંસ્કૃતિક ઇતિહાસથી ભારત સાથે જોડાયેલો હોવા છતાં ચીનને રાહબર માને એ સ્થિતિ પેદા થઈ તે માટે ભારતની કેટલીક મજબૂરીઓ અને કેટલાક ખોટા નિર્ણયો જવાબદાર છે. હવે એ સ્થિતિ બદલાવવી જરૂરી છે. શ્રીલંકાની સિંહાલી પ્રજા કોઈ ઝઘડાખોર કે અસહિષ્ણુ પ્રજા નથી. એમનો બૌદ્ધ ધર્મ તેઓને સહિષ્ણુતા, સહનશીલતા અને મધ્યમ માર્ગ શીખવે છે. જ્યારે ઉત્તરમાં પાકિસ્તાન અને ચીન ભારત પાછળ આદું ખાઈને પડયા હોય ત્યારે દક્ષિણમાં શ્રીલંકાની ઉદાસી અને નારાજી ભારત માટે શોભા ઘટાડનારી અને અનિચ્છનીય છે.

👆👉એવું કહી ન શકાય કે મનમોહનસિંહ સરકારે શ્રીલંકાને ધરપત આપવામાં કચાશ રાખી હતી. યુપીએ સરકારે પણ ભારતીય તામિલોની લાગણીઓ સાથે સમતુલા જાળવીને શ્રીલંકાને સારો પ્રતિભાવ જ આપ્યો હતો, પરંતુ તાલિમનાડુ અને શ્રીલંકા વચ્ચે સામુદ્રિક સરહદો અને તેને લગતા અધિકારો વિષે અવારનવાર ગજગ્રાહ જાગ્યા કરે છે અને તેથી સિંહાલીઓની જૂની ચિંતા અને જૂનો ડર યથાવત્ રહે છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી આમેય પડોશી સાથેના સંબંધો સુધારવા માટે હંમેશાં પહેલ કરતા રહ્યા છે. છેલ્લાં બે વરસમાં શ્રી મોદીની આ બીજી શ્રીલંકાની મુલાકાત છે. આ લખાઈ રહ્યું છે ત્યારે શ્રી મોદી શ્રીલંકામાં વૈશાખ દિવસની મહત્ત્વની ઉજવણીમાં સામેલ થઇ રહ્યા છે.

👆👉શ્રી મોદીએ કેન્દ્રમાં સત્તા ગ્રહણ કરી પછી શ્રીલંકા સાથે ઘનિષ્ટ રાજકીય સંપર્કો સ્થાપીને તેની માવજત કરી છે, એટલું જ નહીં, શ્રીલંકાના આર્િથક વિકાસની ખેવના પણ કરી છે. ગયા મહિને શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમસિંહ(સિંઘે) ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ઘણા મહત્ત્વના કરારો થયા. શ્રીલંકાના માળખાકીય વિકાસ માટેના ભારત સાથેના સંયુક્ત પ્રોજેક્ટ પર પણ સંધિઓ થઈ. શ્રીલંકામાં બંદરો, વાહનવ્યવહાર અને માર્ગવિકાસમાં સંયુક્ત પ્રોજેક્ટમાં આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું, છતાં ભારતના આ મૈત્રીભાવ પ્રત્યે શ્રીલંકાના કેટલાક નેતાઓને સંદેહ છે. ભારત વધુ ઉમળકો બતાવે તેમ તેઓ વધુ ડરી જાય છે. આ પ્રત્યાઘાત ત્યારે સ્વાભાવિક પણ લાગે જ્યારે શ્રીલંકાનાં ઘરઆંગણે ત્રીસ ત્રીસ વરસ સુધી લોહીની નદીઓ વહી હોય અને ભારત તે ઘટાડવા કશી મદદ કરી શક્યો ન હોય. આ સ્થિતિમાં ભારત પાસે એ જ વિકલ્પ બચે છે કે ધૈર્ય ધરીને શાણપણ સાથે સતત અને કાયમને માટે એ પ્રયત્નો ચાલુ રાખવા. હોઝથી બગડી હોય તેને સુધારવા માટે આખી નદીની જરૂર પડે તેમ છ

👆👉સમાન સાંસ્કૃતિક ધરોહરને બંને દેશો એક સેતુ તરીકે સ્થાપવા માગે છે. શ્રીલંકાના રાષ્ટ્રીય બૌદ્ધ ધર્મનાં મૂળ તો ભારતમાં જ છે. ભારતની તમામ હિંદુ પ્રજા બૌદ્ધ ધર્મને આદરથી જુએ છે. ગૌતમ બુદ્ધનાં જીવન અને સંદેશની હિંદુ પ્રજા પર ઘણી મોટી અસર છે, જે એમનાં રોજબરોજનાં ચિંતન અને વિચારોમાં જોવા મળે છે.

👆👉ભારત રાજદ્વારી સ્તરે પણ ભારત અને શ્રીલંકા વચ્ચેના બૌદ્ધ સેતુ અથવા જોડાણને ખૂબ મહત્ત્વ આપે છે. છેલ્લાં ત્રણ વરસથી મોદી સરકાર આ સેતુને વધુ મજબૂત બનાવવામાં લાગી પડી છે. આ કારણથી જ શ્રી મોદીને શ્રીલંકામાં વૈશાખ દિવસની આંતરરાષ્ટ્રીય ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે તેડાવવામાં આવ્યા છે. દુનિયાભરમાં વસતી બૌદ્ધ પ્રજા માટે વૈશાખીનો દિવસ ખૂબ મહત્ત્વ રાખે છે. આ દિવસ ગૌતમ બુદ્ધના જન્મ, દિવ્ય જ્ઞાન અને નિર્વાણ સાથે જોડાયેલો છે. યુનો દ્વારા તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થાય છે અને આ વરસે તેની શ્રીલંકાના યજમાનપદે ઉજવણી થઇ રહી છે. શ્રીલંકા આ પ્રથમ વખત યજમાન બન્યો છે.

👉👆શ્રીલંકાના પ્રમુખ શ્રીસેના ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં પ્રમુખ બન્યા પછીના બીજા મહિને જ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ત્યારબાદ ત્રણ વખત ભારત આવી ગયા છે. વડા પ્રધાન વિક્રમસિંઘે પણ ત્રણ વખત ભારત આવી ગયા છે. ચીન શ્રીલંકાને પોતાની છાવણીમાં બેસાડવા માટે સતત પ્રયત્નશીલ છે. શ્રીલંકામાં ચીને નવાં બંદરો બાંધી આપ્યાં છે, જોકે આર્િથક રીતે તે સફળ પુરવાર થયાં નથી તે અલગ બાબત છે. ૨૦૧૪માં કોલંબોનાં બંદર પર એક ચીની સબમરીન પણ લાંગરવામાં આવી હતી પણ એ બધું જૂના પ્રમુખ રાજપક્ષેના સમયમાં બન્યું હતું, હવે સંબંધોની નવેસરથી ગોઠવણી થઈ રહી છે. બંને દેશના નેતાઓ વચ્ચે આજે અગાઉ કરતાં સૌથી વધુ સુમેળ જોવા મળે છે, તો પણ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનના શબ્દોમાં કહીએ તો શ્રીલંકા એ ભારતના દરિયાકિનારાથી માત્ર ૧૪ કિલોમીટર દૂર લાંગરેલું એક વિશાળ વિમાનવાહક જહાજ પણ ગણાવી શકાય. ભારતના વિરોધીઓ તેનો એ રીતે ઉપયોગ કરી શકે. ભારત શ્રીલંકાનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. છેલ્લાં થોડાં વરસમાં ભારતે શ્રીલંકામાં કેટલાક મહત્ત્વના માર્ગો અને રેલવ્યવહારનું બાંધકામ પણ કરી આપ્યું છે. ભારતે અઢી અબજ ડોલરથી વધુ રકમ શ્રીલંકાના માળખાકીય વિકાસ માટે અલગ રાખી છે. શ્રીલંકાને વીજળીની ખૂબ જરૂર છે અને તે પૂરી પાડવામાં ચીન કરતાં ભારત વધુ સાનુકૂળ અને સક્ષમ છે. કોલંબો બંદર ભારત માટે ઉપયોગી પુરવાર થઈ શકે છે. ચીને ત્યાં ઇન્ટરનેશનલ કન્ટેનર ર્ટિમનલ બાંધ્યું છે પણ ત્યાં શ્રીલંકાની આયાતનો સિત્તેર ટકા સામાન ભારતથી જ આવે છે. શ્રીલંકાનાં એરપોર્ટસનો પણ ભારત વધુ ફાયદો ઉઠાવી શકે અને એ રીતે બંને પ્રદેશોનો વિકાસ થાય.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment