Help others by suggesting these missing facts:
Died: 6 August 2019, All India Institute of Medical Sciences, New Delhi, Delhi
Spouse: Swaraj Kaushal (m. 1975)
Previous offices: Minister of External Affairs of India (2014–2019), MORE
🙏💐💐💐🙏🙏સષ્મા સ્વરાજનું નિધન થઈ ગયું છે. 6 ઓગસ્ટના રોજ તેમનું એમ્સમાં સારવાર દરમિયાન નિધન થયું. હાર્ટ એટેક બાદ 67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજે દુનિયાને અલવિદા કહ્યું છે. દિલ્હીની એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નિધનના ત્રણ કલાક પહેલા સુષ્મા સ્વરાજે આર્ટિકલ 370 હટાવવા પર ટ્વિટ કર્યું હતું. આ પછી તેમના નિધનના સમાચાર આવ્યા હતા.🙏🙏💐💐
💐💐લોકસભામાં મંગળવારે જમ્મુ કશ્મીર પુનર્ગઠન બિલ બહુમતીથી પાસ થતા સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રી જી-તમારું હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતિક્ષા કરતી હતી. આમ તેમનું આ અંતિમ ટ્વિટ બન્યું હતું.
💠👉67 વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા.
🙏💐પરધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતના રાજકારણમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણનો અંત અવ્યો છે. ભારત એક નોંધપાત્ર નેતાના નિધન પર દુઃખ વ્યક્ત કરે છે.
🙏💐🙏જઞાન સારથિ યુયુત્સુ💐🙏💐🙏
👳♀🧑👳♀🧑👳♀🧑👳♀🧑👳♀🧑👳♀
*દેશની બીજી મહિલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિશે આવનાર પરીક્ષા માટે ઉપયોગી સંપૂર્ણ માહિતી*
👳♀🧑👳♀🧑👳♀🧑👳♀🧑👳♀🧑👳♀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🎯👉સષ્મા સ્વરાજ ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેઓ ભારતના વિદેશ મંત્રી, દિલ્હીના મુખ્યમંત્રી તેમજ લોક સભામાં વિરોધ પક્ષના નેતા તરીકેના પદો સંભાળી ચુક્યાં છે.
*🎯👇વિદેશ મંત્રીપદ પર🎯👇*
26 મે ૨૦૧૪ – ૩૦ મે ૨૦૧૯
(પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સમયગળામાં)
પુરોગામી 👉સલ્માન ખુરશીદ
અનુગામી👉સબ્રમણ્યમ જયશંકર
*❇️💠વિદેશમાં ભારતીય બાબતોના મંત્રીપદ પર👇❇️*
૨૬ મે ૨૦૧૪ – ૭ જાન્યુઆરી ૨૦૧૬
🎯પરોગામી👉વાયલાર રવિ
🎯અનુગામી👉ખાતું દૂર કરવામાં આવ્યું
*👇🎯લોક સભામાં વિરોધપક્ષના નેતા🎯👇 પદ પર*
૨૧ ડિસેમ્બર ૨૦૦૯ – ૨૬ મે ૨૦૧૪
પુરોગામી👉લાલકૃષ્ણ અડવાણી
અનુગામી👉ખાલી
*🎯👇સસદીય બાબતોના મંત્રી❇️👇*
પદ પર ૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૨ મે ૨૦૦૪
(પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી)
💠પરોગામી👉પરમોદ મહાજન
💠અનુગામી👉ગલામ નબી આઝાદ
*👇🎯ગહ કલ્યાણ મંત્રી પદ પર👇💥*
૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૨ મે ૨૦૦૪
❇️💠પરધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
🎯👉પરોગામીસી. પી. ઠાકુર
અનુગામી👉અનબુમાઇ રામોદાસ
*🎯👇માહિતી પ્રસારણ મંત્રી🎯👇*
પદ પર ૩૦ September ૨૦૦૦ – ૨૯ જાન્યુઆરી ૨૦૦૩
(❇️પરધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી)
🎯👉પરોગામી👉અરુણ જેટલી
🎯👉અનુગામી રવિ શંકર પ્રસાદ
*🎯👇દિલ્હીના મુખ્યમંત્રીપદ પર👇❇️*
૧૩ ઓક્ટોબર ૧૯૯૮ – ૩ ડિસેમ્બર ૧૯૯૮
💠👉લફ્ટનન્ટ ગવર્નર👉વિજય કપૂર
👉પરોગામી સાહિબ સિંહ વર્મા
👉અનુગામી 👉શીલા દિક્ષીત
*👇🎯લોક સભાના સભ્ય👍👇*
પદ પર ૧૩ મે ૨૦૦૯ – ૨૪ મે ૨૦૧૯
💠👉પરોગામી રામપાલ સિંહ
🎯👉બઠક વિદિશા
👇👇👇પદ પર👇👇👇
૭ મે ૧૯૯૬ – ૩ ઓક્ટોબર ૧૯૯૯
🎯પરોગામી 👉મદન લાલ ખુરાના
🎯અનુગામી 👉વિજય કુમાર મલ્હોત્રા
❇️બઠકદ ક્ષિણ દિલ્હી
💐💐જન્મ સુષ્મા શર્મા💐💐
14 February 1953(age 66)
અંબાલા કેન્ટ, પંજાબ, ભારત
(હવે હરિયાણા)
💠રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી
👣જીવનસાથી સ્વરાજ કૌશલ
👧બાળકો૧ પુત્રી
🙋♂માતૃ શિક્ષણ સંસ્થા 👉સનાતમ ધર્મ કોલેજ (પંજાબ યુનિવર્સિટી)
*🧑🧑🧑મહિલા રાજકારણી અને દેશના વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલા કેન્ટના રહેવાસી હરદેવ શર્મા અને લક્ષ્મી દેવીના ઘરે થયો હતો. 👨👨તમના પિતા આરએસએસના એક ટોચના સભ્ય હતા. સુષમાના માતા-પિતા પાકિસ્તાનના લાહૌરના ધરમપુકા વિસ્તારના રહેવાસી હતા.*
*👲👲 દશના ભાગલા બાદ તેઓ અંબાલામાં આવીને સ્થાયી થયા.👳♀👳♀2009નમાં ભારતીય જનતા પાર્ટીએ સુષમા સ્વરાજને લોકસભામાં વિપક્ષ પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી.*
*👳♀👳♀અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યાં છે. 👳♀1998માં તેઓ થોડા દિવસો માટે દિલ્હીના મુખ્યમંત્રી પણ રહ્યાં હતા.🧑🧑 પર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ તેઓ 👨👨બીજી મહિલા છે જેમને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી. 👨👨તઓ સંસદ માટે સાત વખત અને ત્રણ વખત વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા.*
*👳♀🧑👳♀સષમા સ્વરાજે પોતાની રાજકીય કરિયર 70ના દાયકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે શરૂ કરી હતી. 👨તમના પતિ સ્વરાજ કૌશલ સમાજવાદી નેતા જોર્જ ફર્નાન્ડીઝની સાથે જોડાયેલા હતા જેના કારણે 1975માં સુષમા જ્યોર્જની લો ટીમની સાથે જોડાઇ ગયા. 🧑🗣ઇમર્જન્સી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ ગયા ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય કક્ષાના નેતા બની ગયા.*
*💂♂👲1977માં તેઓ 25 વર્ષની ઉંમરમાં અંબાલા છાવણીમાંથી હરિયાણા વિધાનસભા માટે પસંદ કરવામાં આવેલા. 👳♀🕵♀1987માં તેઓ ફરીથી આ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. 🕵♀👳♀જલાઇ 1977માં દેવી લાલના નેતૃત્વવાળી જનતા પાર્ટીમાં તેમને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા. 🕵♀👳♀27 વર્ષની ઉંમરમાં તેમને જનતા પાર્ટીના પ્રદેશ(હરિયાણા)ના પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. 🕵♀👳♀1987થી 1990 સુધી તેઓ બીજેપી-લોકદલની ગઠબંધન સરકારમાં તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો.*
*👩⚕👩⚕👩⚕રાષ્ટ્રીય રાજનીતિમાં હાથ અજમાવ્યા બાદ તેમને ઓક્ટોબર 1998માં અટલ બિહારી વાજપેયી સરકારમાંથી રાજીનામુ આપ્યા બાદ દિલ્હીની પહેલી મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.🧑 પરંતુ વધી મોંઘવારીના કારણે તે જ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ભારે હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ સુષમાએ વિધાનસભામાંથી રાજીનામુ આપ્યા બાદ રાષ્ટ્રીય રાજનીતિમાં પરત ફર્યા.*
*🧑👳♀એપ્રિલ 1990માં તેઓ રાજ્યસભા માટે ચુંટાયા અને ત્યાંથી 1996 સુધી રહ્યાં. 👳♀🧑તયાર બાદ 1996માં 11મી લોકસભા માટે યોજાયેલી સામન્ય ચૂંચણીમાં તેઓ દક્ષિણ દિલ્હીમાંથી લોકસભા માટે ચૂંટાઈ આવ્યા. સુષમાએ👳♀👳♀ 1996માં અટલ બિહારી વાજપેયીની 13 દિવસીય સરકારમાં સ
Raj Rathod, [07.08.19 15:42]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ૂચના એવં પ્રસારણ મંત્રાલયની જવાબદારી સંભાળી. આ દરમિયાન તેમને આમ જનતા માટે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ (લાઇવ ટેલિકાસ્ટ) શરૂ કરાવ્યું.👳♀🧑👳♀ 1998માં 12મી લોકસબા દરમિયાન યોજાયેલી સામન્ય ચૂંટણીમાં તેઓ ફરીથી દક્ષિણ દિલ્હીથી ચૂંટાઈ આવ્યા.*
*🎯💠👉23 વર્ષની ઉંમરમાં લગ્ન, વકીલ પતિ રહી ચૂક્યાં છે રાજ્યપાલ*
*💠👉27 વર્ષની ઉંમરે જનતા પાર્ટીની હરિયાણા રાજ્યની અધ્યક્ષ બની ગયેલા સુષમા સ્વરાજના લગ્ન 1975માં 23 વર્ષની ઉંમરમાં જાણીતા વકીલ સ્વરાજ કૌશલ સાથે થયા. સ્વરાજ કૌશલ પણ કોલેજના દિવસોથી રાજનીતિ સાથે જોડાયેલા હતા અને જોર્જ ફર્નાન્ડીઝની વિચારધારાથી પ્રભાવિત હતા. 🔰💠👉1975માં સુષમા અને સ્વારજ કૌશલ જોર્જ ફર્નાન્ડીઝની લીગલ ટીમના સભ્ય હતા. કૌશલ પાછળથી સાંસદ પણ રહ્યાં અને મિઝોરમના રાજ્યપાલ પણ રહ્યાં. તેઓ સૌથી નાની ઉંમરના રાજ્યપાલોમાં સામેલ છે.*
*💠🔰👉સષમા બીજેપીની શરૂઆતી મહિલાઓ માંથી એક છે. તેના પરિણામે તેઓ બીજેપીની પહેલી મુખ્યમંત્રી, પહેલી મહિલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી, જનરલ સેક્રેટરી, વિરોધ પક્ષની પહેલી મહિલા નેતા અને વિદેશ મંત્રી બની (બીજેપીની, આ પહેલા પૂર્વ વડાપ્રધાન આ પદે હતા). તેઓ ભારતીય રાજનીતિમાં કોઇ પણ પાર્ટીના પ્રવક્ત્તા બનનારી પહેલી મહિલા નેતા હતી. 1998માં તેઓ દિલ્હીના પહેલી મહિલા મુખ્યમંત્રી પણ રહી. આ ઉપરાંત અટલ બિહારી વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ રહ્યાં.*
*🔰💠👉ચાર રાજ્યોમાંથી 11 ચૂંટણી લડ્યા*
💠👉સષમા સ્વરાજે ચાર રાજ્યો દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્નાટક અને મધ્ય પ્રદેશમાંથી 11 સંસદીય ચૂંટણી લડ્યા અને છેલ્લા 30 વર્ષથી વિધાનસભામાં છે. આ દરમિયાન તેઓ સતત ત્રણ વખત લોકસભા ચૂંટણી હાર્યા. 💠👉વર્ષ 1999માં કર્નાટકની બેલ્લારી બેઠકમાંથી સોનિયા ગાંધીની સામે ચૂંટણી લડ્યા હતા જોકે તેમને 55 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
👶👶જયારે સોનિયા ગાંધીને માથું મૂંડાવવાની આપી ધમકી
👶2004માં કોંગ્રેસના કેન્દ્રની સત્તામાં આવવા પર તેમને સોનિયા ગાંધીને વડાપ્રધાન
👱♀👥બનવાના વિરોધસ્વરૂપ માથું મૂંડ ાવવાની અને સફેદ સાડી પહેરવાની ધમકી આપી હતી.
👥👤ફિલ્મોને અપાવી અંડરવર્લ્ડના ચંગુલમાંથી મુક્તિ
👥👤વાજપેયી સરકારમાં તેમને સૂચના મંત્રાલયની સાથે સાથે 19 માર્ચ 1998થી 12 ઓક્ટોબર સુધી દૂરસંચાર વિભાગની પણ જવાબદારી સોંપી હતી. જેમાં તેઓએ સૂચના એવં પ્રસારણ મંત્રી રહેતા સ્વરાજે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરાવ્યું. ત્યાર બાદ બીજા કાર્યકાળમાં તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગનો દરજ્જો અપાવ્યો જેના પરિણામે ફિલ્મનોને બેન્કોમાંથી લોન મળવા લાગી. આ પહેલા ફિલ્મોમાં અંડરવર્લ્ડના પૈસા લાગતા હતા અને ફિલ્મ નિર્માતાઓને ભારે વ્યાજ ચૂકવવું પડતું હતું.
*👥👤👥જાન્યુઆરી 2003થી મે 2004 સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહ્યાં. આ દરમિયાન તેમને દેશબરમાં છ એમ્સ હોસ્પિટલોની સ્થાપના કરી. 2004માં સામન્ય ચૂંટણીમા રાજગ સરકારને બેદખલ કરી યૂપીએ સરકાર સત્તા પર કબજો મેળવ્યો. 👥👤2009માં યોજાયેલી સામન્ય ચૂંટણીમાં તેઓ વિદિશા બેઠક પરથી લોકસભા માટે ચૂંટાઇ આવ્યા. 21 ડિસેમ્બર 2009થી લઇ મે 2014 સુધી તેઓ વિપક્ષની નેતા રહીં.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો
Raj Rathod, [07.08.19 15:42]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://telegram.me/gyansarthi
*💥💥💥સષમા સ્વરાજ : 'પ્રથમ મહિલા'થી કુશળ રાજનેતા સુધીની સફર🎯🎯🎯*
💐ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે.
👉40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર 'પ્રથમ' રહ્યાં હતાં.
👉25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં.
👉તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું.
👉ટવિટર પર સક્રીય રહી તેઓ વિદેશમાં ભારતીયોની મદદ કરવા ઉત્સુક રહેતાં હતાં.
👉સપ્રીમ કોર્ટનાં પૂર્વ વકીલ એવાં સુષમાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ હરીયાણના અંબાલા કૅન્ટમાં થયો હતો.
👉તમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને એટલે બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું.
👉રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાત થયા બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
👉1970માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયાં અને એ સાથે જ તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ.
👉1975માં તેમણે સુપ્રીમ કોર્ટના ક્રિમિનલ લૉયર સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યાં. સ્વરાજ કૌશલ 1990માં દેશના સૌથી નાની ઉંમરના રાજ્યપાલ બન્યા હતા.
👉કટોકટીકાળ વખતે સ્વરાજ કૌશલ 'બરોડા ડાયનામાઇટ કેસ'માં ફસાયેલા સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝના વકીલ હતા.
👉આ જ મામલે સુષમા જ્યોર્જ ફર્નાન્ડિઝની ડિફેન્સ ટીમમાં સામેલ થયાં હતાં.
👉જન 1976માં જ્યોર્જની ધરપકડ કરીને મુઝફ્ફરપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા એટલે તેમણે ત્યાંથી જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
👉1977ની લોકસભાની ચૂંટણીમાં તેમણે જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી.
👉એ વખતે સુષમા દિલ્હીથી મુઝફ્ફરપુર પહોંચ્યાં આખા વિસ્તારમાં હાથકડી સાથેની જ્યોર્જ ફર્નાન્ડિઝની તસવીર સાથે રાખીને પ્રચાર કર્યો.
👉એ વખતે તેમણે 'જેલ કા ફાટક ટૂટેગા, જ્યોર્જ હમારા છૂટેગા'નું સુત્ર આપ્યું હતું.
👉એ વખતે જ્યોર્જ ચૂંટણી જીતી ગયા હતા અને મુઝફ્ફરપુરના લોકોએ પરિવર્તનનો પવન અનુભવ્યો હતો.
👉1977માં સ્વરાજે જનતા પક્ષની ટિકિટ પરથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને 25 વર્ષની ઉંમરે હરિયાણાનાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બનવાનું બહુમાન મેળવ્યું.
👉એ વખતે તેમને શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. બીજી ટર્મમાં તેમણે શિક્ષણ અને અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.
👉1984માં સુષમા ભાજપમાં સામેલ થયાં અને પક્ષ સચિવ બન્યાં. પક્ષમાં તેમની કામગીરીની કદર કરવામાં આવી અને ટૂંક સમયમાં જ તેમને પક્ષનાં મહાસચિવ બનાવાયાં.
👉જોકે, તેમની કારકિર્દીમાં પડતીનો સમય પણ આવ્યો. વર્ષ 1980, 1984, 1989 અને 1990ની લોકસભાની ચૂંટણીમાં તેમને સતત નિષ્ફળતા સાંપડી. પણ આ દરમિયાન તેઓ રાજ્યસભામાં ચૂંટાયાં હતાં.
👉વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકાર દરમિયાન લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનો તેમણે ક્રાંતિકારી નિર્ણય લીધો હતો. એ વખતે તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળતાં હતાં.
👉1998માં તેઓ દિલ્હીનાં પ્રથમ મુખ્ય મંત્રી બન્યાં હતાં. જોકે, બે મહિના બાદ મુખ્ય મંત્રીના પદેથી રાજીનામું આપી તેઓ ફરીથી લોકસભામાં ચૂંટાયાં હતાં.
👉વર્ષ 2000માં નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર આવી અને સુષમાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યાં.
👉એ વખતે તેમણે માહિતી અને પ્રસારણનું મંત્રાલય અને બાદમાં સ્વાસ્થ્ય અને સંસદીય બાબતોનું મંત્રાલય સભાળ્યું હતું.
👉વર્ષ 2004માં કેન્દ્રમાં કૉંગ્રેસ પરત ફરી ત્યારે જો સોનિયા ગાંધી વડાં પ્રધાન બને તો પોતે વાળ કપાવી નાખશે એવી સુષમાએ ધમકી પણ આપી હતી. જોકે, એ વખતે દેશના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ બન્યા હતા..
👉વર્ષ 2009માં સુષમાને સંસદમાં વિપક્ષનાં નેતા બનાવાયાં હતાં.
👉વર્ષ 2014માં મોદી સરકાર બની અને સુષમાને વિદેશમંત્રાલયનો હવાલો સોંપાયો.
👉જ દરમિયાન પોતાની કામગીરીને પગલે તેમણે દેશ અને વિદેશમાંથી સરાહના હાંસલ કરી.
*👇💐👇કાર્ડિયાક અરેસ્ટ શું છે, જેના કારણે સુષમા સ્વરાજનું મૃત્યું થયું💐👇*
💐કાર્ડિયાક અરેસ્ટ માનવ શરીર માટે કેમ આટલો ખતરનાક સાબિત થાય છે? કઈ રીતે હૃદય ફેલ થવું અને હૃદયરોગનો હુમલો આવવો અલગ છે?
😔😔હાર્ટ.ઓઆરજી મુજબ કાર્ડિયાક અરેસ્ટ અચાનક થાય છે અને શરીરમાંથી કોઈ ચેતવણી પણ મળતી નથી.
😔❤️આનું કારણ હૃદયમાં થનારી ઇલેક્ટ્રિકલ ગરબડી છે, જે ધબકારાના તાલમેલને બગાડી દે છે.
😔તથી હૃદયને પંપને કરવાની ક્ષમતા પર અસર થાય છે અને તે મગજ, હૃદય અથવા શરીરના અન્ય ભાગોને લોહી પહોંચાડી શક્તું નથી.
😔આમાં થોડા સમય માટે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને પલ્સ ચાલુ હોય છે.
😔જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સેકન્ડોમાં અથવા મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે.
સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાર્ડિયાક અરેસ્ટના આવતા પહેલાં કોઈ લક્ષણો દેખાતાં નથી.
એટલે જ આ કિસ્સામાં મૃત્યુનું
Raj Rathod, [07.08.19 15:42]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
જોખમ વધી જાય છે.
સૌથી સામાન્ય કારણ હૃદયના અસાધારણ ધબકારા છે. જેને વિજ્ઞાનની ભાષામાં 'વેન્ટ્રિકુલર ફિબ્રિલેશન' કહેવાય છે.
હૃદયની ઇલેક્ટ્રિકલ ગતિવિધિ એટલી બગડી જાય છે કે તે ધબકવાનું જ બંધ કરી દે છે અને એક રીતે કહીએ તો કાંપવા લાગે છે.
😒😒કાર્ડિયાક અરેસ્ટ માટે ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક હૃદય સંબંધિત રોગો તેની આશંકા વધારી દે છે:😒
કોરોનરી હાર્ટની બિમારી
હાર્ટઍટેક
કાર્ડિયોમાયોપૅથી
કૉનજેનિટલ હાર્ટની બિમારી
હાર્ટ વાલ્વમાં પરેશાની
હાર્ટ મસલમાં ઇનફ્લેમેશન
લૉન્ગ ક્યૂટી સિન્ડ્રોમ જેવા ડિસઑર્ડર
😱😱આ સિવાય કેટલાંક બીજાં કારણો છે, જે કાર્ડિયાક અરેસ્ટને નોતરી શકે છે.
વીજળીનો કરંટ લાગવો
જરૂરથી વધારે ડ્રગ્સનું સેવન
હૅમરેજ કે જેમાં લોહીનું ઘણું નુક્સાન થાય છે
પાણીમાં ડૂબવું
⭕️કયારેક છાતી પર ઇલેક્ટ્રિક શૉક આપીને, તેને ફરીથી રિકવર કરી શકાય છે. આ માટે ડિફિબ્રિલેટર નામના સાધનનો ઉપયોગ થાય છે.⭕️
⭕️આ સામાન્ય રીતે તમામ મુખ્ય હૉસ્પિટલોમાં જોવા મળે છે. જેમાં મુખ્ય મશીન અને શૉક આપવાના બૅઝ હોય છે, જેને છાતી પર લગાવી અરેસ્ટથી બચાવી શકાય છે.
⭕️પરંતુ સમસ્યા એ છે કે જો ડિફિબ્રિલેટર ન હોય તો શું કરવું?
જવાબ છે, સીપીઆર. તેનો અર્થ કાર્ડિયોપલ્મોનરી રિસિટેશન છે.
આમાં દર્દીની છાતીને બે હાથોથી સીધું જ દબાણ આપવામાં આવે છે. અને મોઢાથી હવા પૂરી પાડવામાં આવે છે.
😟મોટા ભાગના લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હૃદયરોગના હુમલાને એકસમાન ગણે છે. પરંતુ બન્ને વચ્ચે ખાસ્સો ફરક છે.😔
હૃદયરોગનો હુમલો એ સમયે થાય છે જ્યારે હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો થાય છે અને તેને કારણે હૃદયની માંસપેશીઓમાં લોહી પહોંચવાનું મુશ્કેલ બને છે.
હૃદય રોગના હુમલામાં છાતીમાં ગંભીર પીડા થાય છે. જો કે, ઘણી વખત લક્ષણો નબળા હોય છે, પરંતુ તે હૃદયને નુકસાન પહોંચાડી જ શકે છે.
આવા કિસ્સામાં હૃદય શરીરના બાકીના ભાગમાં લોહી પહોંચાડવાનું ચાલુ રાખે છે અને દર્દી સભાન રહે છે.
પરંતુ જેના પર હૃદયરોગનો હુમલો થયો હોય તે વ્યક્તિ પર કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી જાય છે.
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય લોહી પહોંચાડવાનું બંધ કરી દે છે. એટલે જ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને શ્વાસ અટકી જાય છે.
💐🙏જઞાન સારથિ યુયુત્સુ💐🙏
https://telegram.me/gyansarthi
No comments:
Post a Comment